GANDHINAGAR : જેઠા આહીર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા, વિધાનસભાનું ઉપાધ્યક્ષનું પદ પણ ભાજપ પાસે

|

Sep 27, 2021 | 5:12 PM

Jetha Ahir : જેઠા આહીર શહેરા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. 69 વર્ષના જેઠા આહીર આર્ટ્સમાં ગ્રેજ્યુએટ થયેલા છે અને LLB ના પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ કર્યો છે.

GANDHINAGAR : શહેરાના ધારાસભ્ય જેઠા આહીર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા છે. ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સામ સામે હતા. આ માટે વિધાનસભા ગૃહમાં વોટીંગ કરવામાં આવ્યું હતું અને જેઠા આહીરને ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જાહેર કરવામાં આવ્યાં છે.

જેઠા આહીર શહેરા વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. 69 વર્ષના જેઠા આહીર આર્ટ્સમાં ગ્રેજ્યુએટ થયેલા છે અને LLB ના પ્રથમ વર્ષ સુધીનો અભ્યાસ કર્યો છે. આ સાથે ગુજરાત વિધાનસભાનું અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને પદ ભાજપ પાસે રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આજે જ નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે નિમાયા છે. તેમની સર્વાનુમતે સોમવારે વિધાનસભાના અધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી. ડો. નીમાબેન આચાર્યએ વિધાનસભા અધ્યક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું, તેમજ પરંપરા મુજબ વિપક્ષે ફોર્મ ના ફરીને તેમની વરણી નિશ્ચિત કરી દીધી હતી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદે ડો. નીમાબેન આચાર્યની પસંદગી અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે 1960 માં વિધાનસભાની સ્થાપના થઇ બાદ પ્રથમવાર વિધાનસભાના મહિલા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની વરણી થઈ છે.

આ પણ વાંચો : Pakistan: ગ્વાદરમાં મોહમ્મદ અલી ઝીણાની પ્રતિમા બોંબ ઘડાકો કરીને તોડી પડાઈ, બલોચ લિબરેશન ફ્રન્ટે હુમલાની લીધી જવાબદારી

આ પણ વાંચો : Surat : હવે ફક્ત સાડી કે ડ્રેસ મટિરિયલ્સમાં જ નહીં પણ જીન્સ અને લિનન ફેબ્રિકના ઉત્પાદનમાં સુરત દેશમાં બીજા નંબરે

Next Video