ગુજરાતના ડીજીપી આશિષ ભાટિયા આજે વિધિવત રીતે નિવૃત થયા છે. તેમના સ્થાને ગુજરાત સરકાર વિકાસ સહાયને ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો ચાર્જ સોંપાવામાં આવી શકે છે. તેવા સમયે ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યભાળ સંભાળનાર આઇપીએસ અધિકારી વિકાસ સહાયની કામગીરી અને પ્રોફાઇલ પર નજર કરીએ તો આઇપીએસ વિકાસ સહાય વર્ષ 1989 બેચના IPS અધિકારી છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ લીધી હતી. તેમણે યુએન પીસ કીપિંગ મિશનની તમામ મહત્વપૂર્ણ સોંપણીઓ સંભાળી જ્યાં તેઓ 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા.
આ મિશન પછી વિકાસ સહાયે પોલીસ વિભાગમાં 1999માં આણંદના એસપી, 2001માં અમદાવાદ ગ્રામ્યના એસપી રહ્યા હતા. ત્યાર બાદ તેમણે વર્ષ 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.
આઇપીએસ વિકાસ સહાયે વર્ષ 2005માં અમદાવાદ શહેરના એડિશનલ સીપી ટ્રાફિક,વર્ષ 2007માં સુરત સિટીના એડિશનલ સીપી રેન્જ I,2008માં જોઈન્ટ સીપી રેન્જ I સુરત શહેર, 2009માં આઈજી સિક્યુરિટી તરીકે સેવા બજાવી. તેમની કારકિર્દીમાં સૌથી મહત્વપૂર્ણ વળાંક ત્યારે આવ્યો જ્યારે તેમની વર્ષ 2010માં આઈજી સીઆઈડી અને ઈન્ટેલિજન્સ બ્યુરો તરીકે પસંદગી કરવામાં આવી.
આઇપીએસ વિકાસ સહાયે ગુજરાત સરકારના મહત્વના પ્રોજેક્ટ અને દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી ‘રક્ષા શક્તિ યુનિવર્સિટી’ની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ સુધી વર્ષ 2016 સુધી કામગીરી સંભાળી હતી. જ્યારે તેઓ રક્ષા શક્તિ યુનિવર્સિટીના મહાનિદેશકના ટોચના પદ પર પ્રમોટ થયા. તેમના નેતૃત્વ હેઠળ યુનિવર્સિટીએ આંતરિક સુરક્ષા શિક્ષણ શાસ્ત્ર અને સંશોધનમાં મુખ્ય સ્થાન મેળવ્યું છે.
તેમને મેરીટોરીયસ સર્વિસ માટે પ્રેસિડેન્ટ પોલીસ મેડલ અને વિશિષ્ટ સેવા માટે ખૂબ જ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ પોલીસ મેડલ મેળવનાર છે. હાલમાં, તેઓ પોલીસ તાલીમના અધિક મહાનિર્દેશક અને રક્ષા શક્તિ યુનિવર્સિટીના મહાનિર્દેશક તરીકે સેવા આપી રહ્યા છે.
આજે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. ત્યારે સાંજ સુધીમાં વિકાસ સહાયને ઇન્ચાર્જ ડીજીપી તરીકેનો કાર્યભાર સંભાળવાનો ઓર્ડર મળી શકે છે. DG ભવન ખાતે સાંજે પ્રેસ કોન્ફરન્સ બોલાવવામાં આવી છે. જેમાં આશિષ ભાટિયાનો ફેરવેલ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ત્યારે આ પ્રસંગે જ નવા ઇન્ચાર્જ DGPના નામની જાહેરાત કરવામાં આવશે.
આ પણ વાંચો : Gujarati Video : મહેસાણામાં અમેરિકા જવાની ઘેલછામાં 55 લાખનો ચૂનો લાગ્યો, પીડિતે આરોપી સામે ફરિયાદ નોંધાવી