ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ, મહિલા વિકાસ પુરસ્કાર એનાયત કરાયા

|

Mar 08, 2022 | 8:43 PM

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને યાદ કરવા પડે.વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આચાર્યને યાદ કરવા પડે. મહિલા આજે ક્યાંય પાછળ નથી.ભારતીઓને પરત લાવવા વડાપ્રધાને ઓપરેશન ગંગા શરૂ કર્યું .દિશા ગડા એર ઇન્ડિયાના પાયલોટ યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને પરત લઈને આવે છે.

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ, મહિલા વિકાસ પુરસ્કાર એનાયત કરાયા
Gujarat International Women Day Celebrated

Follow us on

ગુજરાત(Gujarat) નેશનલ લો યુનિવર્સિટી ખાતે રાજયકક્ષાના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની(International Women Day)  ઉજવણી કરવામાં આવી હતી..મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની(Cm Bhupendra Patel)  અધ્યક્ષતામાં મહિલા દિવસની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલ અને રાજ્ય કક્ષાના આરોગ્યમંત્રી નિમિષાબેન સુથાર હાજર રહ્યા હતા. મુખ્યમંત્રીએ મહિલાલક્ષી યોજનાઓનું લોકાર્પણ કર્યું હતું.જેમાં સખી વન સ્ટોપ સેન્ટર દેવભૂમિ દ્વારકાનું ઇ-લોકાર્પણ કર્યું હતું. તેમજ 72 આંગણવાડી કેન્દ્રોનું ઇ લોકાર્પણ અને 23 આંગણવાડી કેન્દ્રોનું ઇ ખાતમુહૂર્ત કર્યું હતું. જ્યારે 2 ICDS કચેરીનું લોકાર્પણ અને ફોર્ટીફાઇડ આટાનું લોકાર્પણ કર્યું હતું.આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરનાર મહિલાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર અને માતા યશોદા પુરસ્કારનું વિતરણ કરાયું હતું.101 વર્ષના વરિષ્ઠ ગંગા સ્વરૂપા બહેનનું પણ મુખ્યમંત્રીએ સન્માન કર્યું હતું..વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમનું વિતરણ તથા મહિલા સ્વાવલંબન યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરાયું હતું.

માતા યશોદા પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું

ઇડરની કુટુંબ અને બાળ કલ્યાણ સમિતિને 1 લાખનો ચેક આપી ગુજરાત મહિલા વિકાસ પુરસ્કાર આપવામાં આવ્યો હતો… ભરૂચની સેવા યજ્ઞ સમિતિને 1 લાખનો ચેક આપી શ્રેષ્ઠ સંસ્થા તરીકે સન્માન કરવામાં આવ્યું હતું.સૌથી વધુ દૂધ ભરાવનાર સાબરકાંઠાના મહિલા અગ્રેસર વીણાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. વિશિષ્ટ કમિગીરી બાદ રાજકોટના દીપિકાબેન પ્રજાપતિ અને વલસાડના ભાવનાબેન મિસ્ત્રીને 50 હજારનો ચેક આપી સન્માન કરવામાં આવ્યું હતું. અમદાવાદના કુહાના આંગણવાડી વર્કર કમિનીબેન પટેલને 51 હજારનો તથા કુહાના આંગણવાડી તેડાગર હંસાબેન વાળંદને 31 હજારનો ચેક આપી માતા યશોદા પુરસ્કારથી સન્માન કરવામાં આવ્યું હતું માણસાના 101 વર્ષના જોયતીબેન પ્રજાપતિનું મુખ્યમંત્રીએ વરિષ્ઠ ગંગા સ્વરૂપા યોજના હેઠળ સન્માન કર્યું હતું. ગાંધીનગરની પાર્થવી સોલંકીને વહાલી દીકરી યોજના હેઠળ 1.10 લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગંગા સ્વરૂપા પુનઃલગ્ન આર્થિક સહાય યોજના હેઠળ અમદાવાદના સોનલબેન રાવળને 25 હજારની રકમનો ચેક આપવામાં આવ્યો હતો.

કુપોષણ શબ્દને આપણે ડિક્શનરી માંથી દુર કરવાનો છે

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષ વકીલે જણાવ્યું હતું કે આ વર્ષે મહિલા અને બાળ વિકાસનું 5 હજાર કરોડનું બજેટ મંજૂર કર્યું છે.સરકારે કુપોષણ માટે 811 કરોડનું બજેટ આપ્યું છે.પોષણમાં આપણે પાછળ રહી જતા હોઈએ તો સરકાર સહિત આપણા સૌની જવાબદારી છે.કુપોષણ દૂર થાય તે માટે સાથે મળીને ચાલવાનું છે.કુપોષણ શબ્દને આપણે ડિક્શનરી માંથી દુર કરવાનો છે.11થી 18 વર્ષની દીકરીએ પોતાનું ધ્યાન રાખવાનું છે..લગ્નની ઉમર 21 વર્ષ કરી તે નરેન્દ્ર મોદીએ વિચારીને કરી છે..ભણી શકો, કંઈક બની શકો તે માટે લગ્નની ઉમર 21 વર્ષ કરી છે.ડાયટ અને જીરો ફિગર ભૂલી જવાનું છે અને સ્વસ્થ રહેવાનું છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

વહાલી દીકરી યોજના હેઠળ 1.10 લાખ રૂપિયા સરકાર આપે છે

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલને યાદ કરવા પડે.વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન આચાર્યને યાદ કરવા પડે. મહિલા આજે ક્યાંય પાછળ નથી.ભારતીઓને પરત લાવવા વડાપ્રધાને ઓપરેશન ગંગા શરૂ કર્યું .દિશા ગડા એર ઇન્ડિયાના પાયલોટ યુદ્ધમાં ફસાયેલા ભારતીયોને પરત લઈને આવે છે.ગુજરાતની છ દીકરીઓએ ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે..સ્વાસ્થ્ય, સેવા અને સુરક્ષાના ત્રી સ્તરીય અભિગમ સાથે સરકાર આગળ વધી રહી છે.કુપોષણ શબ્દ દૂર કરવા સરકાર કટીબદ્ધ છે..આ માટે સુપોષિત માતા યોજના અમલમાં મૂકી છે..વહાલી દીકરી યોજના હેઠળ 1.10 લાખ રૂપિયા સરકાર આપે છે..રાસાયણિક ખાતર અને દવાઓથી થયેલી ખેતીથી નાના બાળકો અને યીવાનોને ડાયાબિટીસ, હાર્ટ એટેક આવે છે..જેનાથી બચવા વડાપ્રધાને પ્રાકૃતિક ખેતીનું આહવાન કર્યું છે…પ્રાકૃતિક ખેતી માટે ગાયને પાળવા સરકાર મહિને 900 રૂપિયા આપશે.

આ  પણ વાંચો : Anand : મહેળાવ સામુહિક આરોગ્ય કેન્દ્રનો સરાહનીય પ્રયાસ, અનામી પારણું મૂકવામાં આવ્યું

આ  પણ વાંચો : Bhavnagar અમદાવાદ હાઇવેના અધૂરા કામ વચ્ચે ટોલ પ્લાઝા શરૂ કરાતા ગ્રામજનોનો વિરોધ

 

Published On - 8:32 pm, Tue, 8 March 22

Next Article