કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગણાવ્યો સહાનુભૂતિ સ્ટંટ

|

Oct 09, 2022 | 7:18 PM

Gandhinagar: કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ પર થયેલા હુમલાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સહાનુભૂતિ મેળવવાનો સ્ટંટ છે કે કેમ તે અંગે તપાસ થવી જોઈએ, તેવુ નિવેદન આપ્યુ છે.

કોંગ્રેસ (Congress)ના ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel)પર થયેલા હુમલાને લઈને રાજનીતિ પણ ગરમાઈ છે. આરોપીઓની ધરપકડ કરવા માટે 72 કલાકનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. ધારાસભ્ય પર જાહેરમાં હુમલાના મામલે તંત્ર બેકફૂટ પર છે. ત્યારે આ મામલે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ નિવેદન આપતા જણાવ્યુ કે સહાનુભૂતિ માટે સ્ટંટ કરવામાં આવે છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. આ સાથે તેમને જણાવ્યું કે કોઈની પણ અરજી મળે તો તેના પર તપાસ થતી જ હોય છે. આયોજનબદ્ધ રીતે સરકારી મિલકતો સળગાવવી તે અયોગ્ય ઘટના છે. આ સાથે તેમણે ઉમેર્યુ કે દરેક ચૂંટણીમાં ગુજરાતના કોઈપણ ખૂણામાં બીજા કોઈ વ્યક્તિ સાથે કંઈ થતુ જ નથી. જ્યારે એક જ વ્યક્તિ ઉપર, આયોજનબદ્ધ આ પ્રકારે ઘટના બને છે કે પછી સહાનુભૂતિ મેળવવા માટે સ્ટંટ કરવામાં આવે છે. એ પણ તપાસનો વિષય છે અને તેની તપાસ પણ કરવામાં આવશે.

આ તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેરાએ હુમલાને સખ્ત શબ્દોમાં વખોડતા જણાવ્યું કે અનંત પટેલે કેન્દ્ર અને રાજ્ય સરકારને ઘૂંટણીએ ટેકવી દીધી છે. આ વાત હજમ ન થતાં અનંત પટેલ પર હુમલો કરાયો છે. ગુજરાતમાં સામ, દામ, દંડ, ભેદ અને ડરાવવા-ધમકાવવાની રાજનીતિ થઈ રહી છે. પરંતુ અનંત પટેલ ઝૂકવાવાળામાં નથી.

નવસારીથી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ ખેરગામના સરપંચને મળવા ગયાહતા તે દરમિયાન બજાર પાસેથી પસાર થતી વખતે કેટલાક ઈસમોએ તેમના પર હુમલો કર્યો હતો. તેમનો આક્ષેપ છે કે તેમને ગાડીમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેમા તેમને આંખના ભાગે ઈજા પહોંચી હતી.

ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
Tech Tips: એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે
Vastu Tips : તુલસી પાસે આ વસ્તુઓ ન રાખવી, તુલસીજી થશે નારાજ
'ફ્લોપ' ફિલ્મો આપી છતાં દુનિયાની સૌથી અમીર છે આ અભિનેત્રી, જુઓ ફોટો

આ હુમલા અંગે રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરી હુમલાની નીંદા કરી છે. રાહુલ ગાંધીએ ભાજપ પર આરોપ લગાવ્યો કે ભાજપે કાયરતા સાથે અમારા ધારાસભ્ય પર હુમલો કર્યો છે. આ તરફ નવસારીમાં જેમના પર હુમલો કરવાનો આરોપ છે તે ભીખુ આહિરની દુકાન સળગાવી દેવાઈ હતી. ભીખુ આહિર નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ છે. આદિવાસી સમાજ દ્વારા ભીખુ આહિર અને રિંકુ નામના શખ્સની ધરપકડ કરવાની માગ ઉઠી છે.

Published On - 4:44 pm, Sun, 9 October 22

Next Article