હિના પેથાણી હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતને તપાસ માટે બોપલ લઇ જવાશે

|

Oct 12, 2021 | 1:18 PM

આ કેસના વધુ પુરાવા માટે આરોપીના પરિવારજનોની પૂછપરછ માટે તેમને ગાંધીનગર એલસીબી ખાતે બોલાવાશે. જયા પરિવારજનો પૂછપરછ કરવામાં આવશે

હિના પેથાણી(Hina Pethani)હત્યા કેસના(Murder)આરોપી સચિન દીક્ષિતને(Sachin Dixit)આજે બોપલ લઈ જવામાં આવશે. જેમાં બોપલ( Bopal)-ઘુમા બાળકને રાખતા હોવાથી ત્યાંની તપાસ જરૂરી છે. તેમજ આજે આરોપીને વડોદરા નહિ લઈ જવાય.

આ ઉપરાંત આ કેસના વધુ પુરાવા માટે આરોપીના પરિવારજનોની પૂછપરછ માટે તેમને ગાંધીનગર એલસીબી ખાતે બોલાવાશે. જયા પરિવારજનો પૂછપરછ કરવામાં આવશે. જેમાં સચિનના માતા પિતા અને પત્નીને બોલાવાશે

તેમજ માત્ર 15 હજારના પગારમાં આરોપી સચિન બે ઘર ચલાવતો હોવાની માહિતી સામે આવી છે. તેમજ આવતીકાલે આરોપી સચિનને વડોદરા લઈ જવાય તેવી શકયતા છે. તેમજ આરોપીની હજુ પણ પૂછપરછની જરૂરિયાત લાગતા તપાસ યથાવત રાખવામાં આવી છે.

આ ઉપરાંત સચિન દીક્ષિતના બે મોબાઈલ પોલીસ દ્વારા  કબજે કરવામાં આવ્યા છે. તેમજ મોબાઈલથી કરવામાં આવેલા ફોનની વિગતો મેળવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. તેમજ હત્યા બાદ સચિન દીક્ષિતે કોની કોની સાથે વાત કરી તેની માહિતી મેળવાશે. તેમજ હત્યા સમયે સચિન દીક્ષિતનું મોબાઈલ લોકેશન ટ્રેસ કરવાની પણ કાર્યવાહી હાથ ધરાઈ છે.

તેમજ મોબાઈલ લોકેશનને આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જેમાં પોલીસ સચિન દીક્ષિતના મોબાઈલ ડેટા મેળવવા FSLની મદદ લઈ શકે છે. સચિન અને હિના કેટલા સમયથી સંપર્કમાં હતા તેની વિગત મોબાઈલ ડેટા આધારે મેળવી શકાશે.

આ પણ વાંચો :અરવલ્લીના વાત્રક ડેમ વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોના ફફડાટ 

આ પણ વાંચો :  રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદથી મગફળીનો પાક પલળી ગયો, ખેડૂતોને હાલાકી

Published On - 1:16 pm, Tue, 12 October 21

Next Video