હિના પેથાણી હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતના ડીએનએ ટેસ્ટના સેમ્પલ લેવાયા

|

Oct 11, 2021 | 12:11 PM

હિના પેથાણી હત્યા કેસના આરોપી સચિનને કોર્ટમાં લવાયો છે. તેમજ સચિનના 14 દિવસના રિમાન્ડની પોલીસ માંગણી કરશે. તેમજ પોલીસે કહ્યું કે સચિન પુછપરછમાં સહકાર આપતો નથી.

હિના પેથાણી હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતના ડીએનએ ટેસ્ટના સેમ્પલ લેવાયા
Hina Pethani murder case Accused DNA sample collected

Follow us on

હિના પેથાણી(Hina Pethani) હત્યા કેસના આરોપી સચિન દીક્ષિતના (Sachin Dixit)  ડીએનએ ટેસ્ટ(DNA Test) માટેના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ટેસ્ટનો રિપોર્ટ સાત દિવસમાં આવશે. આ દરમ્યાન આરોપી સચિનને કોર્ટમાં લવાયો છે. તેમજ સચિનના 14 દિવસના રિમાન્ડની પોલીસ માંગણી કરશે. તેમજ પોલીસે કહ્યું કે સચિન પુછપરછમાં સહકાર આપતો નથી.

જેમાં પ્રેમીની હત્યા બાદ બાળકને ક્યાં લઈ ગયો તે રૂટની ઓળખ બાકી છે. તેમજ આરોપી પાસેથી બે મોબાઈલ કબ્જે લેવાના બાકી છે.તેમજ બાળક તરછોડયા બાદ કોઈએ આશરો આપ્યો કે કેમ તેની તપાસ પણ જરૂરી છે.

જેમાં આરોપી સચિન વિરૂદ્ધ જીવિત બાળક તરછોડવાની કલમ IPC 317 અને અપહરણની કલમ IPC 365 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે આરોપી સચીનના DNA સેમ્પલ લેવામાં આવશે.

તેમજ સચિન અને શિવાંશના DNA સેમ્પલ મેચ થઈ જશે તો IPC 365 કલમ નીકળી જશે. જો કે આરોપી સચિન પેથાપુર ગૌશાળા પંચનામું કરવા લઇ જવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે શિવાંશના પિતા સચિન દીક્ષિતને ગાંધીનગર પોલીસે ઝડપી લીધો છે. શિવાંશને તરછોડ્યા પહલે સચિન દીક્ષિતે તેની પ્રેમિકા અને શિવાંશની માતા મહેંદીની વડોદરામાં ગળું ડબાવીને હત્યા કરી નાખી હતી. શિવાંશની માતા મહેંદી હત્યા કેસમાં સચિન દીક્ષિત સામે વડોદરામાં હત્યાનો ગુનો નોંધાયો છે.

હિનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. FSLની મદદથી લગભગ 3 કલાક સુધી વડોદરાના ફ્લેટની તપાસ કરવામાં આવી. સચિન દીક્ષિતને સાથે રાખીને ગાંધીનગર પોલીસ અને વડોદરા પોલીસે સંયુક્ત તપાસ કરી છે. વડોદરામાં તપાસ કર્યા બાદ પોલીસ સચિન દીક્ષિતને લઇને ગાંધીનગર માટે રવાના થઇ હતી.

શિવાંશની માતા મહેંદીની હત્યાના કેસ (Mehndi murder case)માં આખરે હત્યારા સચિન (Sachin Dixit) સામે ગુનો નોધવામાં આવ્યો છે. ગાંધીનગર SOG પી.આઈ. પવારે ફરિયાદી બની સચિન દીક્ષિત વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આ હત્યાકેસની તપાસ બપોદ પી.આઈ. કરશે. વડોદરા પોલીસના ઝોન-4 DCP દ્વારા આખા મામલાની તપાસ માટે SIT બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : ખાદ્યતેલમાં સ્ટોક નિયંત્રણના કેન્દ્ર સરકારના નિર્ણય પર ગુજરાતમાં ઉઠયા વિરોધના સૂર

આ પણ વાંચો: ભાવનગરના ઘોઘાથી હજીરા વચ્ચે રો-રો ફેરી સર્વિસનો દશેરાથી પુન: પ્રારંભ થશે

Next Video