Monsoon 2022: નર્મદા જિલ્લામાં પૂરના કારણે કેળાના ઊભા પાકનો સોથ વળી ગયો, મુખ્યમંત્રીએ જાતે નિરીક્ષણ કર્યુંરાજ્યમાં ભારે વરસાદ (Rain) અને પૂર (Flood) કારણે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્ય સરકાર પણ તમામ સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને તમામ જિલ્લા કલેક્ટરોને પોતાના જિલ્લામાં પરિસ્થિતિ પર નજર રાખવા સુચના આપી દેવામાં આવી છે. દરમયિના રાજ્યમાં વરસાદને પગલે ઊભી થયેલી પરિસ્થિતિ અંગે મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જાણકારી આપી હતી.
રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે રાજ્યમાં વધુ 14 લોકોના મોત થયાં છે જેમાં 2 ઝાડ પડવાથી, 2 વીજળી પડવાથી અને 9 લોકો પાણીના વહેણમાં તણાઇ જવાથી મૃત્યુ પામ્યા છે. 575 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. જેમાં NDRF અને મહેસુલ વિભાગે કામગીરી કરીને લકોને બચાવ્યાં છે. અત્યાર સુધી 31035 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે જેમાંથી 9941 લોકો સ્વગૃહે પાછા ફર્યા છે જ્યારે 21,094 લોકો હજુ આશ્રયસ્થાનોમાં છે. વરસાદી પાણી ફરી વળતાં અથવા રસ્તો ધોવાઇ જવાથી કચ્છમાં 41 નંબરનો નેશનલ હાઈવે , નવસારીમાં 64 નંબરનો નેશનલ હાઈવે અને ડાંગમાં 953 નંબરનો નેશનલ હાઈવે બંધ છે. પંચાયતના 483 રસ્તા બંધ છે. સ્ટેટ હાઈવે સહિત 537 માર્ગ બંધ છે.