Gujarat માં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની તમામ ટીમો એલર્ટ મોડ પર

સિંચાઇ વિભાગના અધિકારી ઘ્વારા જળાશયો વિશે માહિતી આ૫તા જણાવ્યું હતું કે, રાજયમાં 206 જળાશયો પૈકી 43 જળાશય હાઈ એલર્ટ, 18 જળાશય એલર્ટ અને 19 જળાશય વોર્નિંગ પર છે

Gujarat માં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, NDRF અને SDRFની તમામ ટીમો એલર્ટ મોડ પર
Heavy Rain Varsad Forecast
| Edited By: | Updated on: Jul 18, 2023 | 9:14 PM

Gandhinagar: ગુજરાતના રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ખાતે વેધર વોચ ગ્રુપની(Weather) બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના

જેમાં રાજ્યભરમાં  છેલ્લા 24 કલાક દરમ્યાન રાજયમાં થયેલ વરસાદની(Monsoon 2023)માહીતી  આપતા IMDના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી સપ્તાહમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જેમાં 19 જૂનથી 21 જૂન દરમ્યાન સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની સંભાવના છે.

18 જળાશય એલર્ટ અને 19 જળાશય વોર્નિંગ પર

સિંચાઇ વિભાગના અધિકારી ઘ્વારા જળાશયો વિશે માહિતી આ૫તા જણાવ્યું હતું કે, રાજયમાં 206 જળાશયો પૈકી 43 જળાશય હાઈ એલર્ટ, 18 જળાશય એલર્ટ અને 19 જળાશય વોર્નિંગ પર છે.કૃષિ વિભાગના અધિકારી દ્વારા ખરીફ પાકની વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે સામાન્ય વાવેતર વિસ્તારની સામે 71.31 ટકા વાવેતર થયું છે.

તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી

એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી તમામ ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.આ બેઠકમાં આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ,  ઉર્જા, ઈસરો, ફાયર, ફીશરીઝ, માર્ગ અને  મકાન, GSRTC, GSDMA, એરફોર્સ, યુ.ડી.ડી., પશુપાલન અને માહિતી વિભાગના નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:04 pm, Tue, 18 July 23