Gandhinagar : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સગર્ભાઓ અને 0થી 5 વર્ષના બાળકોને રસી આપવાના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો

|

Aug 07, 2023 | 7:38 PM

મિશન ઇન્દ્રધનુષ 5.0નો શુભારંભ કરાવતા ઋષિકેશ પટેલે રાજ્યની સગર્ભાઓ તેમજ 0થી 5 વર્ષના બાળકોના વાલીઓને આ રસીકરણ અભિયાનનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

Gandhinagar : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સગર્ભાઓ અને 0થી 5 વર્ષના બાળકોને રસી આપવાના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો
Mission Indradhanush

Follow us on

Gandhinagar : આરોગ્ય મંત્રી (Health Minister) ઋષિકેશ પટેલે ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટર ખાતેથી મિશન ઇન્દ્રધનુષના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે. મિશન ઇન્દ્રધનુષ 5.0નો શુભારંભ કરાવતા ઋષિકેશ પટેલે રાજ્યની સગર્ભાઓ તેમજ 0થી 5 વર્ષના બાળકોના વાલીઓને આ રસીકરણ અભિયાનનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પણ વાંચો Loksabha Election Breaking : ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કરશે ગઠબંધન, I.N.D.I.A. ગઠબંધન હેઠળ લડાશે ચૂંટણી

મિશન ઇન્દ્રધનુષ 5.0 હેઠળ સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરાશે. અગાઉ મિશન ઇન્દ્રધનુષના ચાર તબક્કામાં 9.16 લાખ નિયત વયજૂથના બાળકો અને 2.14 સગર્ભાઓનું સફળ રસીકરણ કરાયું છે. આ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સગર્ભાઓને ધનુર અને ડિપ્થેરિયા જ્યારે બાળકોને ઓરી, રુબેલા જેવી 11 રોગવર્ધક રસી અપાય છે.

5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા
એન્જિન્યરિંગની નોકરી છોડી સંગીતમાં કારકિર્દી બનાવનાર, ગુજરાતી સિંગર વિશે જાણો

રસીકરણ અચૂકપણે કરાવવા ઋષિકેશ પટેલે કરી અપીલ

રોગપ્રતિરોધક રસી ગંભીર રોગો સામે સુરક્ષા આપતી હોવાથી રસીકરણ અચૂકપણે કરાવવા ઋષિકેશ પટેલે અપીલ કરી હતી. આ રસીકરણ અભિયાન હેઠળ 0 થી 5 વર્ષ સુધીની વયના અંદાજીત 50,900 બાળકો અને 7,278 સગર્ભાઓનું રસીકરણ કરાશે. મિશન ઇન્દ્રધનુષ 5.0 હેઠળ 7થી 12 ઓગષ્ટ, 11થી 16 સપ્ટેમ્બર અને 9થી 14 ઓક્ટોબર દરમિયાન સઘન રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

11 રોગો સામે રોગપ્રતિરોધક રસી આપવામાં આવશે

આ સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમમાં સગર્ભાઓને ધનુર અને ડિપ્થેરિયા જ્યારે બાળકોને થતા ઓરી, રુબેલા, ઝેરી કમળો, બાળ ટી.બી, પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટિયુ, ધનુર, હીબબેક્ટેરિયાથી થતા ન્યૂમોનિયા અને મગજના તાવ જેવા રોગ, ન્યૂમોકોકલથી થતા ન્યુમોનિયા, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી અને રુબેલા જેવા 11 રોગો સામે રોગપ્રતિરોધક રસી આપવામાં આવે છે. અગાઉ મિશન ઇન્દ્રધનુષના ચાર તબક્કામાં 9.16 લાખ નિયત વયજૂથના બાળકો અને 2.14 સગર્ભાઓનું સફળ રસીકરણ કરવામાં આવ્યું છે.

ગાંધીનગર મેયર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

આ કાર્યક્રમમાં ગાંધીનગર મેયર હિતેશભાઈ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલ સિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જસવંતભાઇ પટેલ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાધેલા, આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત આરોગ્યકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:37 pm, Mon, 7 August 23

Next Article