Gandhinagar: તલાટીની પરીક્ષા આપવા માટે કન્ફર્મેશન ફોર્મ ભરવું જરૂરી, આવતીકાલથી OJAS ઉપરથી ભરી શકાશે ફોર્મ, જાણો તમામ વિગતો

|

Apr 12, 2023 | 8:03 PM

તલાટીની પરીક્ષા અંગે ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઉમેદવારોએ કન્ફર્મેશન ફોર્મ ભરવું પડશે અને કન્ફર્મેશન નહીં આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં.

Gandhinagar: તલાટીની પરીક્ષા આપવા માટે કન્ફર્મેશન ફોર્મ ભરવું જરૂરી, આવતીકાલથી OJAS ઉપરથી ભરી શકાશે ફોર્મ, જાણો તમામ વિગતો

Follow us on

તલાટીની પરીક્ષાને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે. 30મી એપ્રિલે  યોજાનારી તલાટીની પરીક્ષાની તારીખ પાછી ઠેલાઇ છે. આ પરીક્ષા 7મી મેના રોજ લેવાશે. તેમજ આ પરીક્ષા માટે હવે ફોર્મ ભર્યું હોવા છતાં પરીક્ષામાં બેસવાની ખાતરી આપવી પડશે.

તલાટીની પરીક્ષા અંગે ગુજરાત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે મહત્ત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ઉમેદવારોએ કન્ફર્મેશન ફોર્મ ભરવું પડશે અને કન્ફર્મેશન નહીં આપનાર ઉમેદવાર પરીક્ષા આપી શકશે નહીં.

ફોર્મ ભર્યું હોવા છતાં આપવી પડશે પરીક્ષામાં બેસવાની ખાતરી

રાજ્ય સરકારના પ્રવકતા ઋષિકેશ પટેલે પણ જણાવ્યું હતું કે પેપર સહિતની સામગ્રીનો બગાડ અટકાવવા આ પગલાં લેવા જરૂરી છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

OJAS ઉપરથી ભરી શકાશે ફોર્મ

કન્ફર્મેશનના ફોર્મ આવતીકાલથી OJAS વેબસાઈટ પર ફોર્મ ભરાશે.

જે ફોર્મ ભરીને  ખાતરી આપશે એ જ ઉમેદવાર  પરીક્ષા આપી શકશે.

ફોર્મ ભરવા માટે 6 દિવસનો સમય આપવામાં આવશે અને જે લોકો આ ફોર્મ ભરશે તે ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે.

ફોર્મમાં જન્મતારીખ સહિતની સામાન્ય વિગતો તેમજ  પરીક્ષા આપવાની ખાતરી  આપવાની રહેશે.

પહેલાં ઉમેદવારોનું કન્ફર્મેશન લેવાશે

જે ઉમેદવારો કન્ફર્મેશન નહીં આપે તે પરીક્ષા નહીં આપી શકશે. આ મહત્વના નિર્ણય પ્રમાણે પહેલાં ઉમેદવારોનું કન્ફર્મેશન લેવાશે, જે ઉમેદવારો કન્ફર્મેશન નહીં આપે તે પરીક્ષા નહીં આપી શકે. સરકારનું કહેવું છે કે તાજેતરમાં યોજાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં 59 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા. જેનાથી સંસાધનનો ખોટો બગાડ થાય છે અને પેપર સહિતની સામગ્રી બગડે છે. આ પરિસ્થિતિને જોતા તલાટીની પરીક્ષામાં જે ઉમેદવારો પરીક્ષા આપવા માગે છે તેવા ઉમેદવારોએ પોતાનું કન્ફર્મેશન આપવું જરૂરી છે.

કન્ફર્મેશન ફોર્મને ક્યાંક આવકાર તો ક્યાંક ટીકા

કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું છે કે સરકાર વ્યવસ્થા ઉભી કરવામાં નિષ્ફળ રહી છે અને એટલે જ આવા નિર્ણયો લઈ રહી છે. તેમણે ઉમેર્યું કે યુવાઓ પર દબાણ લાવવાને બદલે સરકારે યોગ્ય આયોજન કરવું જોઈએ..

તલાટી પરીક્ષામાં કન્ફર્મેશન લેવાના નિર્ણય અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે પણ પ્રતિક્રિયા આપી છે. યુવરાજ સિંહે કહ્યું કે ભૂતકાળની ઘટનાઓથી બોધ પાઠ લઈને બોર્ડે જે નિર્ણય કર્યો છે તે આવકારદાયક છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article