ભાદરવામાં ભરપૂર : ગુજરાતમાં સપ્ટેમ્બર માસમાં રેકોર્ડ બ્રેક 16 ઇંચ વરસાદ નોંધાયો

|

Sep 30, 2021 | 1:40 PM

ગુજરાતમાં સૌથી વધુ વલસાડના કપરાડા તાલુકામાં 112.84 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે સૌથી ઓછો કચ્છના લખપતમાં માત્ર 7.88 ઈંચ જ વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં(Gujarat) સપ્ટેમ્બર માસમાં વરસેલા વરસાદે(Rain) છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજ્યમાં સપ્ટેમ્બરના(September) 29 દિવસમાં જ સિઝનનો 52 ટકા વરસાદ ખાબક્યો છે.. આ વખતે જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ ત્રણ માસ સુધીમાં માત્ર 14.49 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધુ વલસાડના કપરાડા તાલુકામાં 112.84 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જ્યારે સૌથી ઓછો કચ્છના લખપતમાં માત્ર 7.88 ઈંચ જ વરસાદ વરસ્યો છે. મોટા ભાગે જુલાઈ અને ઓગસ્ટ માસમાં સિઝનનો અંદાજે 60થી 70 ટકા વરસાદ વરસતો હોય છે, પરંતુ આ વખતે આ બંને મહિનામાં ઘણો ઓછો વરસાદ થયો છે. ઓગસ્ટ મહિનામાં માત્ર સવા બે ઈંચ જ વરસાદ થયો હતો.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 209 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.. જેમાં જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 28 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો કુલ 31 ઈંચ વરસાદ થયો છે. જે ચાલુ સિઝનનનો 93.88 ટકા વરસાદ છે.

સિંચાઈ વિભાગના અધિકારીઓ મુજબ રાજ્યના 206 ડેમમાં 4 લાખ 46 હજાર 45 MCFT પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહ શક્તિના 80 ટકા છે. હાલ રાજ્યમાં 96 જળાશય હાઈ એલર્ટ પર છે.. જ્યારે 9 જળાશય એલર્ટ પર છે અને 13 જળાશય વોર્નિંગ પર છે

આ પણ વાંચો : જુનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો, નરસિંહ મહેતા તળાવ પણ છલકાયું

આ  પણ વાંચો: રાજકોટના ભાદર-1 ડેમના ઓવરફ્લોનો આકાશી નજારો સામે આવ્યો, જુઓ વિડીયો

Published On - 1:38 pm, Thu, 30 September 21

Next Video