જુનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો, નરસિંહ મહેતા તળાવ પણ છલકાયું

જૂનાગઢમાં ગીરનાર અને દાતારના જંગલમાં વધુ વરસાદ પડતાં વિલિંગ્ડન ડેમમાં નવા નીર આવ્યા છે. આ ડેમ આ વર્ષે સતત બીજી વાર ઓવરફ્લો થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2021 | 9:40 AM

ગુજરાતમાં(Gujarat)સતત વરસી રહેલા વરસાદના(Rain)પગલે રાજ્યના અનેક ડેમોમાં(Dams)પાણી ભરાયા છે અને ડેમો પાણીથી છલકાવા લાગ્યા છે. જેમાં જુનાગઢમાં(Junagadh)સતત બે દિવસથી વરસી રહેલા વરસાદના પગલે જૂનાગઢ શહેરને પીવાનું પાણી પૂરો પાડતો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. આ ડેમ આ વર્ષે સતત બીજી વાર ઓવરફ્લો થયો છે.

જેમાં ગીરનાર અને દાતારના જંગલમાં વધુ વરસાદ પડતાં વિલિંગ્ડનમાં નવા નીર આવ્યા છે. જ્યારે જૂનાગઢમાં ગીરનારના જંગલમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના લીધે સોનરખ નદીમાં પુર આવ્યું છે. તેમજ સોનરખ નદીમાં પુર આવતા દામોદર કુંડ છલકાયો છે. જયારે જૂનાગઢ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે.

આ ઉપરાંત ભારે વરસાદના પગલે નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થતા રોડ પર પાણી ભરાયા છે

જૂનાગઢ જિલ્લામાં વરસાદ મન મૂકી પડી રહયો છે. જેના લીધે બાદલપરા ઓઝત 2 ડેમના 6 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. તેમજ
પાણીની વધુ આવક વધશે તો વધુ દરવાજા ખોલવામાં આવશે. જ્યારે વંથલી અને માણાવદર તાલુકાના નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે ઘેડના ગામોની ચિંતામાં વધારો થયો છે.

ઉલ્લેખનીય  છે  કે, ગુજરાતમાં(Gujarat)ગુલાબ વાવાઝોડાની(Cyclone)અસર હેઠળ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી(Rain)માહોલ સર્જાયો છે. અરબ મહાસાગરમાં સર્જાયેલું શાહિન વાવાઝોડુ વધુ તીવ્ર બનશે. વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયા કાંઠાના વિસ્તારમાં પવન અને વરસાદની તીવ્રતા વધશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 80થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

આ પણ વાંચો : ગુજરાતમાં વાવાઝોડાની અસરના પગલે બે દિવસ ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની 17 ટીમ તૈનાત

આ પણ વાંચો: AHMEDABAD : જીવરાજ ચાર રસ્તા અને જીવરાજ હોસ્પિટલથી વેજલપુર સુધીનો માર્ગ 17 દિવસ માટે બંધ રેહશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">