Gujarat Talati Exam : આજે ઉમેદવારો સાથે તંત્રની પણ પરીક્ષા, 8 લાખ 64 હજાર પરીક્ષાર્થીઓ તલાટીની પરીક્ષા આપશે

જુનિયર ક્લાર્ક બાદ તલાટી ની પરીક્ષા પણ મોસ્ટ ક્રેડિબિલિટી ધરાવનાર ઓફિસર હસમુખ પટેલ ના માર્ગદર્શન હેઠળ લેવાઈ રહી છે. ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તૈયારી કરનાર તમામ ઉમેદવારો નિશ્ચિત થઈ પરીક્ષા આપે. ગેરરીતી કરનાર સફળ નહીં થાય અને પકડાઈ જશે. જે લોકો પકડાશે તેમની સામે નવા કાયદા મુજબ કડક હાથે કામ લેવામાં આવશે.

Gujarat Talati Exam : આજે ઉમેદવારો સાથે તંત્રની પણ પરીક્ષા, 8 લાખ 64 હજાર પરીક્ષાર્થીઓ તલાટીની પરીક્ષા આપશે
Gujarat Talati Exam
| Edited By: | Updated on: May 07, 2023 | 3:56 PM

ગુજરાતમાં રવિવારે 7 મેના રોજ રાજ્યભરમાં તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાશે. તંત્ર માટે કસોટી સમાન આ પરીક્ષામાં સંભવિત અત્યાર સુધીના સૌથી વધુ પરીક્ષાર્થીઓ  ઉપસ્થિત રહે એવી શક્યતાઓ છે. કારણ કે 17 લાખથી વધુ ફોર્મ ભરનાર ઉમેદવારો પૈકી 8.64 લાખે પરીક્ષા આપવા સંમતિ દર્શાવી છે. પરીક્ષા માં 64000 કરતાં વધુનો સ્ટાફ ખડે પગે રહેશે આ સિવાય કેન્દ્રમાં પ્રવેશ સાથે પરીક્ષાર્થીઓનો કોલ લેટર સાથેની વિડીયોગ્રાફી પણ કરાશે.

તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી થી સજ્જ કરાયા છે

રાજ્યના તંત્ર માટે પરીક્ષા સમાન તલાટીની આજે પરીક્ષા લેવામાં આવશે. જે અંગે છેલ્લા કેટલાક દિવસોથી અધિકારીઓને તાલીમ આપવામાં આવી રહી હતી અને શનિવારે સાંજે રિહર્સલ પણ કરવામાં આવ્યું. તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે 17 લાખ કરતા પણ વધારે ફોર્મ ભરાયા હતા જે પૈકી 8.64 લાખ ઉમેદવારો એ પરીક્ષા આપવા માંગતા હોવાનું ફરીવાર સંમતિ દર્શાવી છે. જે વિદ્યાર્થીઓની 2694 સેન્ટરો ના 28,814 વર્ગખંડોમાં પરીક્ષા લેવામાં આવશે. રાજ્યમાં જ્યાં જ્યાં પરીક્ષા લેવામાં આવનાર છે તે તમામ જગ્યાઓ પર અગાઉથી જ સૂચનાઓ આપી દેવાઇ છે અને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી થી સજ્જ કરાયા છે તો પરિક્ષાર્થી જ્યારે પરીક્ષા આપવા પહોંચશે ત્યારે કેન્દ્રમાં તેમનું કોલ લેટર સાથે વિડીયોગ્રાફી કરવામાં આવશે.

ડમીકાંડ ડામવા પૂર્વ તૈયારીઓ

જાહેર પરીક્ષાઓમાં ડમીકાંડ રોકવા માટે આ વખતે નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ના અધ્યક્ષ હસમુખ પટેલે જણાવ્યું કે આ વખતે તમામ ઉમેદવારોનું કોલલેટર સાથે વિડીયોગ્રાફી કરવામાં આવશે. આ સિવાય પોલીસ બોડીવોર્ન કેમેરા સાથે ઉપસ્થિત રહેશે. કેન્દ્રમાં પ્રવેશ સાથે થયેલ કોલલેટર સાથેની વિડીયોગ્રાફી જ્યારે એમને નિમણૂકપત્રો આપવામાં આવશે ત્યારે પણ ચેક કરાશે. જેના કારણે જે ઉમેદવાર પરીક્ષા આપવા આવ્યો હતો એ જ નિમણૂક મેળવે છે કે કેમ એની પુષ્ટિ થઈ શકશે. આ ઉપરાંત ભૂતકાળમાં જે લોકોના નામ પેપર ગેરરીતિમાં આવી ચુક્યા છે એમની સામે અટકાયતી પગલાં પણ ભરવામાં આવ્યા છે. પરીક્ષા સમયે કોઈ શંકાસ્પદ લાગશે તો એની યોગ્ય પુષ્ટી થયા બાદ જ પરીક્ષા કેન્દ્ર છોડવા દેવાશે.

ગેરરીતિ કરનાર સફળ નહીં થાય:હસમુખ પટેલ

જુનિયર ક્લાર્ક બાદ તલાટી ની પરીક્ષા પણ મોસ્ટ ક્રેડિબિલિટી ધરાવનાર ઓફિસર હસમુખ પટેલ ના માર્ગદર્શન હેઠળ લેવાઈ રહી છે. ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તૈયારી કરનાર તમામ ઉમેદવારો નિશ્ચિત થઈ પરીક્ષા આપે. ગેરરીતી કરનાર સફળ નહીં થાય અને પકડાઈ જશે. જે લોકો પકડાશે તેમની સામે નવા કાયદા મુજબ કડક હાથે કામ લેવામાં આવશે. તો સાથે જ ઉમેદવારોને પણ સલાહ આપી છે કે તમામ ઉમેદવારો 11:55 સુધી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મેળવી લે અને જો કોઈને કંઈ વાંધાજનક લાગે તો પોલીસ હેલ્પલાઇન નંબર 100 પર જાણ કરે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 12:00 am, Sun, 7 May 23