ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો, એક્ટિવ કેસની સંખ્યા 151 થઈ

|

Sep 02, 2021 | 11:01 PM

ગુજરાતમાં 24 કલાકમાં રાજ્યના 25 જિલ્લા અને 4 મહાનગરોમાં એક પણ કેસ નથી નોંધાયો. તો સતત એક સપ્તાહથી મૃત્યુઆંક શૂન્ય નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે.

ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જેમાં પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 10 કેસ નોંધાયા છે. કોરોનાના સૌથી વધુ કેસ 4 કેસ વડોદરામાં નોંધાયા છે. જ્યારે અમદાવાદમાં 1, સુરતમાં 3 કેસ નોંધાયા છે. જ્યારે 24 કલાકમાં રાજ્યના 25 જિલ્લા અને 4 મહાનગરોમાં એક પણ કેસ નથી નોંધાયો. તો સતત એક સપ્તાહથી મૃત્યુઆંક શૂન્ય નોંધાવાનો સિલસિલો યથાવત રહ્યો છે. રાજ્યમાં હવે માત્ર 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે.જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 151 થઇ છે.

ગુજરાતમાં રસીકરણની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં રાજ્યમાં 7.23 લાખ લોકોનું રસીકરણ કરાયું.રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 82 હજાર 132 લોકોને રસી અપાઇ.તો અમદાવાદમાં 65 હજાર 402 લોકોનું રસીકરણ કરાયું છે. જ્યારે બનાસકાંઠામાં 43 હજાર, દાહોદમાં 44 હજાર લોકોને કોરોના રસીના ડોઝ અપાયા.જ્યારે રાજકોટમાં 36 હજાર 342 અને વડોદરામાં 29 હજાર 854 લોકોને રસી અપાઇ.આમ રાજ્યમાં અત્યાર સુધી કુલ 4 કરોડ 77 લાખ 42 હજાર લોકોનું રસીકરણ પૂર્ણ થયું છે.

ગુજરાતના સતત ઘટી રહેલા કોરોનાના કેસના પગલે રાજ્યના આજથી ધોરણ 6 થી 8 ના ઓફલાઇન સ્કૂલ પણ શરૂ કરી દેવામાં આવી છે. જો કે સ્કૂલોમાં કોરોના ગાઈડ લાઇનનું કડકાઇથી પાલન કરવાની પણ સૂચના આપવામાં આવી છે. તેમજ આ ઉપરાંત ઘરે ભણવા માંગતા વિધાર્થીઓ માટે ઓન લાઇન કલાસ પણ ચાલુ રાખવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

જો કે આ દરમ્યાન રાજય સરકારે કોરોનાની ત્રીજી લહેરની દહેશત માટે પણ તૈયારીઓ પૂર્ણ કરી છે. જેમાં જિલ્લા કક્ષાએ હોસ્પિટલમાં બેડ અને ઑક્સીજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવ્યો છે.

આ  પણ વાંચો : ગુજરાતમાં 2022 માં ભાજપ 182 બેઠકો કાર્યકર્તાની મહેનતથી જીતશે : સી.આર. પાટીલ

આ  પણ વાંચો : ગુજરાતના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઇ વિજયસિંહ પટેલ કોંગ્રેસમાં જોડાયા

Next Video