ગુજરાતના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઇ વિજયસિંહ પટેલ કોંગ્રેસમાં જોડાયા

દક્ષિણ ગુજરાતનું સહકારી ક્ષેત્રનું મોટુ નામ ગણાતા વિજયસિંહ વર્ષોથી ભાજપમાં સક્રિય હતા.જોકે પક્ષમાં સતત થતી અવગણના અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધાકધમકીને પગલે તેઓએ ભાજપ છોડ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને એકાદ વર્ષની વાર હોય પરંતુ નેતાઓ અત્યારથી જ રાજકીય મંચ તૈયાર કરવામાં લાગી ગયા છે. જેમાં રાજ્યના સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પટેલના ભાઇ વિજયસિંહ પટેલે ભાજપને રામ-રામ કરીને કોંગ્રેસનો હાથ પકડી લીધો છે.

દક્ષિણ ગુજરાતનું સહકારી ક્ષેત્રનું મોટુ નામ ગણાતા વિજયસિંહ વર્ષોથી ભાજપમાં સક્રિય હતા.જોકે પક્ષમાં સતત થતી અવગણના અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધાકધમકીને પગલે તેઓએ ભાજપ છોડ્યું હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે કોંગ્રેસના રંગમાં રંગાયેલા વિજયસિંહે પોતાના ભાઇ એવા સહકાર પ્રધાન ઇશ્વરસિંહ પર ગંભીર આરોપો લગાવ્યા હતા .

વિજયસિંહે આરોપ લગાવ્યો કે તેમનું રાજકીય કદ ઘટાડવા અને બદલાની ભાવના સાથે ઇશ્વરસિંહે કાવાદાવા રચ્યા હતા. તેમને હેરાન કરવામાં કોઇ કસર ન છોડી હતી. જેના પગલે તેમને ભાજપ પક્ષ છોડીને કોંગ્રેસના જોડાવું પડ્યું છે.

સહકાર પ્રધાન ઈશ્વરસિંહના ભાઈ વિજયસિંહ પરમારે ગંભીર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું કે મારા ભાઇએ મારી કારકિર્દી પતાવવા કારસો રચ્યો હતો. તેમણે સત્તાના જોરે રિવોલ્વરનું લાયસન્સ રદ કરાવ્યું હતું. તેમજ મને સહકારી સંસ્થામાંથી દૂર કરવાનું ષડયંત્ર રચ્યું હતું. મારી પર ખોટા કેસ કરીને મને ફસવવાની કોશિષ પણ તેમણે કરી છે.  તેમજ આ માહોલ મારી માટે ભાજપમાં રહેવું શક્ય ન હતું.

આ પણ વાંચો : ભાવનગરની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ કાર્ય શરૂ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખુશખુશાલ

આ પણ વાંચો : Surat Corona Update: સુરતીઓએ આખરે કોરોનાને આપી માત, હવે એકપણ દર્દી વેન્ટિલેટર પર નહીં

Click on your DTH Provider to Add TV9 Gujarati