GANDHINAGAR : રાજ્યમાં ધીમેધીમે કોરોનાનો કેર ઘટીને રહ્યો છે. 12 ઓગષ્ટે પાછલા 24 કલાકમાં રાજ્યમાં નવા 17 કેસ નોંધાયા છે, તો લાંબાગાળા બાદ એક દર્દીનું મૃત્યુ થયું છે.રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 182 પર પહોંચી છે, જ્યારે વેન્ટિલેટર પર હવે માત્ર 4 દર્દીઓ છે. 12 ઓગષ્ટે પાછલા 24 કલાકમાં 28 દર્દીઓ સાજા થયા, જ્યારે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 8.14 લાખ થઇ છે, તો સાજા થવાનો દર 98.76 પર પહોંચ્યો છે.
રાજ્યના કુલ 26 જિલ્લા અને 5 મહાનગરોમાં શૂન્ય કેસ નોંધાયા છે. મહાનગરોની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદમાં 8 કેસ નોંધાયા, સુરત અને વડોદરામાં 3-3 કેસ નોંધાયા છે. જ્યારે રાજકોટ એક કેસ સાથે એક દર્દીનું મૃત્યુ થયું છે.
રાજ્યમાં 12 ઓગષ્ટે થયેલા રસીકરણની વાત કરીએ તો 12 ઓગષ્ટે રેકોર્ડબ્રેક 6.33 લાખ લોકોનું રસીકરણ થયું છે. રાજ્યમાં સૌથી વધુ સુરતમાં 70,890 લોકોનું રસીકરણ કરાયું.જ્યારે અમદાવાદમાં 60,915 લોકોને રસી અપાઇ.આ તરફ વડોદરામાં 30,488 અને રાજકોટમાં 28,725 લોકોનું રસીકરણ કરાયું.આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 3 કરોડ 85 લાખ 90 હજાર લોકોને રસીનો ડોઝ આપી દેવાયો છે.
આ પણ વાંચો : PORBANDAR : રાણાવાવ હાથી સિમેન્ટ ફેક્ટરીની ઘટનામાં ચીમનીમાંથી 3 શ્રમિક જીવિત મળી આવ્યાં, 3 ના મૃતદેહ મળ્યાં