ગુજરાતમાં જીપીએસસી દ્વારા આગામી 26 માર્ચના રોજ યોજાનારી મદદનીશ ઈજનેરી વર્ગ-2 ની પ્રાથમિક કસોટી મુલતવી રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તેમજ આ પરીક્ષાની નવી તારીખ પછી જાહેર કરવામાં આવશે. આ અંગે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું છે.
IMPORTANT PUBLIC NOTICE FOR THE POSTPONEMENT OF THE PRELIMINARY EXAMINATION OF ADVT. NO. 26/2022-23, ASSISTANT ENGINEER (CIVIL), CLASS-2, (GWSSB) https://t.co/zdnf9D04fy
— GPSC (@GPSC_OFFICIAL) March 2, 2023
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં મોકૂફ રખાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા 9 એપ્રિલના રોજ લેવામાં આવશે. જેમાં પેપરલીકના કારણે મોકૂફ રખાયેલી જૂનિયર ક્લાર્કની પરીક્ષા 9 એપ્રિલે સવારે 11 થી 12 કલાક દરમિયાન યોજાશે.આ પૂર્વે, પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને આગામી 100 દિવસમાંજ જુનિયર ક્લાર્કની પરીક્ષા ફરી યોજવાની જાહેરાત કરી હતી.
રાજ્યની અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓની તારીખો તેમજ શાળા કોલેજોની પરીક્ષાની તારીખો ધ્યાને લઈ ને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ટુંક સમયમાં પરીક્ષાની નવી તારીખો જાહેર કરશે. મંડળ દ્વારા એવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે કે, હવે પછીની પરીક્ષા માટે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો ખાતે આવવા તથા પરત જવા માટે તેમના ઓળખપત્ર (કોલ લેટર/ હોલ ટીકીટ)ના આધારે ગુજરાત એસ.ટી.બસમાં વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.
આ પણ વાંચો : Ahmedabad: અસારવાથી જયપુર નવી સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ, ઇન્દોર-ઉદયપુર ટ્રેનનું અસારવા સુધી વિસ્તરણ
Published On - 11:18 pm, Thu, 2 March 23