Gujarat પોલીસ e-FIRમાં મળેલી ફરિયાદોની પુન:તપાસ કરી ગુનો નોંધવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરશે

|

Feb 15, 2023 | 5:34 PM

ગુજરાત પોલીસ દ્વારા 23 મી જુલાઈ, 2022 થી વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ ઉપર ફરિયાદ નોંધવા માટે e-FIRની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. eFIR સીસ્ટમ અંતર્ગત 8 મી ફેબ્રુઆરી, 2023 સુધીમાં કુલ 7953 અરજીઓ મળી હતી. જેમાંથી 1799 અરજીઓ માટે FIR નોંધવામાં આવી છે, જ્યારે બાકીની 6154 અરજીઓને દફતરે કરવામાં આવી છે.

Gujarat પોલીસ e-FIRમાં મળેલી ફરિયાદોની પુન:તપાસ કરી ગુનો નોંધવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરશે
Gujarat E -fir Campaign

Follow us on

ગુજરાત પોલીસ દ્વારા 23 મી જુલાઈ, 2022 થી વાહન અને મોબાઈલ ચોરીના કિસ્સામાં સીટીઝન પોર્ટલ ઉપર ફરિયાદ નોંધવા માટે e-FIRની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. eFIR સીસ્ટમ અંતર્ગત 8 મી ફેબ્રુઆરી, 2023 સુધીમાં કુલ 7953 અરજીઓ મળી હતી. જેમાંથી 1799 અરજીઓ માટે FIR નોંધવામાં આવી છે, જ્યારે બાકીની 6154 અરજીઓને દફતરે કરવામાં આવી છે. દફતરે કરેલી અરજીઓ અંગે સ્ટેટ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો, ગાંધીનગરને નકારાત્મક પ્રતિભાવો મળતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

FIR નોંધવાની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે

જેમાં 10 થી 15 ફેબ્રુઆરી દરમિયાન એક ખાસ ઝુંબેશનું આયોજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ ખાસ ઝુંબેશ અંતર્ગત સ્થાનિક પોલીસ દ્વારા દફતરે કરાયેલી અરજીઓની પુન:તપાસ કરી, FIR નોંધવાની કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.

પ્રથમ દ્રષ્ટિએ તે નોંધનીય ગુનો ફલિત થતા FIR નોંધાવાની કાર્યવાહી કરવામાં આવશે

ખાસ ઝુંબેશ દરમિયાન રાજ્યભરના પોલીસ સ્ટેશનમાં 23/07/2022 થી 08/02/2023 સુધીના સમયગાળામાં દફતરે કરેલી અરજીઓની યાદી તૈયાર કરાશે, અરજદારો પાસેથી વિગતો મેળવી, સ્થળની મુલાકાત કરાશે અને પ્રથમ દ્રષ્ટિએ તે નોંધનીય ગુનો ફલિત થતા FIR નોંધાવાની કાર્યવાહી કરવામાં આવશે. વાહન ચોરી અંગે દાખલ થયેલા ગુનાઓમાં વ્હીકલ રજીસ્ટ્રેશન નંબર નેત્રમ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને આપી ANPR કેમેરાની મદદથી તેની સમગ્ર રાજ્યમાં તપાસ કરવામાં આવશે.

તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન

આ ઉપરાંત મોબાઈલ ચોરીના ગુનામાં ગુજરાત પોલીસ દ્વારા IMEI નંબરને ઓબ્ઝર્વેશનમાં મૂકી મોબાઈલને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ ખાસ ઝુંબેશ દરમિયાન ચોરાયેલા વાહન અને મોબાઈલ પરત મળતા સંબંધિત ન્યાયાલય મારફતે વાહનો અને મોબાઈલ ફરિયાદીને પરત આપવાની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat weather: ઉનાળાનું ધીમી ગતિએ આગમન, આકરી ગરમીના એંધાણ, અમદાવાદ, સુરેન્દ્રનગરનું તાપમાન 35 ડિગ્રીએ પહોચ્યું, માર્ચમાં વધશે ગરમી

Next Article