Gujarat સિલિકોન વેલી બનવા તરફ અગ્રેસર, 10 લાખને રોજગારી મળવાની શક્યતા : વેદાંતા

|

Jul 28, 2023 | 6:48 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતે સેમિકોન ઇન્ડિયા 2023માં ઉપસ્થિત રહ્યા.. સાથે જ વિશ્વમાં સેમિકંડકટર ઉત્પાદન કરતી કંપનીઓ ના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા.. જેમણે ભારત અને ગુજરાતની સેમિ કંડકટર અંગેની નીતિ અને ભવિષ્યના આયોજનો વિશે વાતચીત કરી. વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું કે અમે નિષ્ણાતો સાથે અલગ અલગ જગ્યા પર ગયા.

Gujarat સિલિકોન વેલી બનવા તરફ અગ્રેસર, 10 લાખને રોજગારી મળવાની શક્યતા : વેદાંતા
Gujarat Silicon Valley

Follow us on

Gandhinagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે ગાંધીનગરમાં સેમિકોન ઇન્ડિયા 2023 (Semicon India 2023) સેમિનારનું તેમના દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું. જેમાં વેદાંતા,(Vedanta) ફોક્સકોન અને માઇક્રોન ટેકનોલોજી કંપનીના ચેરમેનો ઉપસ્થિત રહ્યા. તેમણે ગુજરાતને ભવિષ્યનું સેમિકન્ડક્ટર હબ સિલિકોન વેલી તરીકે પણ સંબોધિત કર્યું સાથે જ દાવો પણ કર્યો કે સેમિ કંડકટર ઇન્ડસ્ટ્રીના કારણે 10 લાખ રોજગારીની તકો ઉભી થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા મંદિર ખાતે સેમિકોન ઇન્ડિયા 2023માં ઉપસ્થિત રહ્યા.. સાથે જ વિશ્વમાં સેમિકંડકટર ઉત્પાદન કરતી કંપનીઓ ના ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા.. જેમણે ભારત અને ગુજરાતની સેમિ કંડકટર અંગેની નીતિ અને ભવિષ્યના આયોજનો વિશે વાતચીત કરી. વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે જણાવ્યું કે અમે નિષ્ણાતો સાથે અલગ અલગ જગ્યા પર ગયા.

જો કે નિષ્ણાતોનું માનવું છે કે ગુજરાત સેમિ કંડકટરનું હબ બની શકે છે. ગુજરાત સિલિકોન વેલી બંને પ્રકારની સ્થિતી છે. વેદાંતા ગ્રુપે સેમિ કંડકટર માટેના 100થી વધુ એમઓયુ કર્યા છે. સેમિકન્ડક્ટર બનાવવા માટે વિશ્વના શ્રેષ્ઠ નિષ્ણાતોને અમે હાયર કર્યા છે. ગુજરાત સેમિ કંડક્ટર હબ બનશે અને એનાથી દસ લાખથી પણ વધારે લોકોને રોજગારી પ્રાપ્ત થશે. આવનાર પાંચ વર્ષમાં ભારત દેશ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ આગળ વધશે અને આવનાર સમય પણ ભારતનો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સાણંદ માં સેમિ કંડકટર પ્રોજેકટ સ્થાપવા જઇ રહેલ અમેરિકન કંપની માઇક્રોન ટેકનોલોજીના ચેરમેન સંજય મેહલોત્રા એ જણાવ્યું કે માઇક્રોન વિશ્વની સૌથી મોટી સેમિકન્ડક્ટર બનાવતી કંપની છીએ. અને અમે પ્રથમવાર ભારતમાં આવી રહ્યા છીએ. અમે 5 હજાર સીધી અને 15 હજાર આડકતરી નોકરીઓ આપીશું. ગુજરાતમાં તૈયાર થનાર સેમિ કંડકટર વિશ્વભરમાં એક્સપોર્ટ કરીશું..

તાઇવાન કંપની ફોક્સકોન ના ચેરમેન યંગ વી લિઉ એ જણાવ્યું કે 40 વર્ષ પહેલા તાઇવનમાં સેમિકન્ડક્ટર ની શરૂઆત થઈ હતી હવે ભારતનો આ પગલું આશાસ્પદ છે. સેમિકન્ડક્ટર તમામ વર્ગ માટે અલગ અલગ ઉપયોગી સાબિત થશે. તાઇવાન ભારતનું વિશ્વાસપાત્ર મિત્ર બની સાથે આગળ વધશે.

(With Input, Kinjal Mishra, Gandhinagar) 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:56 pm, Fri, 28 July 23

Next Article