Gujarat ના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ક્ષમતાના આધારે વરણી : સી.આર.પાટીલ

|

Sep 12, 2021 | 6:08 PM

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે જણાવ્યું કે સિનિયર આગેવાનોને સરકારમાં તક મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. તેમજ આવતીકાલે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરશે.

ગુજરાત(Gujarat) ના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલની(Bhupendra Patel)  ક્ષમતા અને કર્તવ્ય નિષ્ઠાને  કારણે વરણી કરવામાં આવી છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે( CR Patil) વિધાયક દળની બેઠકમાં સંબોધતા આમ જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં સીએમ રૂપાણીના નેતૃત્વમાં ભાજપ પક્ષ મજબૂત બન્યો છે. તેમણે કોરોના કાળમાં સારી કામગીરી કરી છે. તેમણે પાંચ વર્ષના રાજ્યના વિકાસ માટે કામગીરી કરી છે.

તેમણે કહ્યું કે છે, સિનિયર આગેવાનોને સરકારમાં તક મળે તેવા પ્રયાસો કરવામાં આવશે. તેમજ આવતીકાલે મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરશે. તેવો સહકારી ક્ષેત્રમાં કામ કરે છે વહીવટી ક્ષમતા છે. તેઓ સૌના સાથ સૌનો વિકાસના સૂત્રને સાર્થક કરી શકે છે. તેવો સાંજે રાજ્યપાલને મળવા જાય છે. તેમજ આવતીકાલે મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરશે.

આ પણ વાંચો : New Chief Minister of Gujarat: ભૂપેન્દ્ર પટેલ, મેમનગર નગરપાલિકાથી ગુજરાતના મુખ્યપ્રધાનપદ સુધીની સફર

આ પણ વાંચો : Rain Updates : દિલ્હી સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, રાયગઢ, પૂણે સહિત મધ્ય મહારાષ્ટ્રમાં એલર્ટ

Next Video