કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની હાજરીમાં આજે મળશે ભાજપના ધારાસભ્યોની બેઠક, નવા મુખ્યપ્રધાનના નામની થશે જાહેરાત

|

Sep 12, 2021 | 6:57 AM

ગુજરાતના નવા મુખ્યમંત્રીની ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ આ બંને નેતાઓ રવિવારે અમદાવાદ આવશે.

ગુજરાત(Gujarat) માં સીએમ રૂપાણીના(Cm Rupani)  રાજીનામા બાદ હવે ભાજપે સીએમ પદના ઉમેદવાર માટે બેઠકોનો દોર શરૂ કર્યો છે. જેમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીની(Chief Minister)  ચૂંટણી માટે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીને  કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમજ આ બંને નેતાઓ રવિવારે અમદાવાદ આવશે.

જ્યારે રવિવારે આવતીકાલે બપોરે 3 વાગ્યે વિધાનસભા પક્ષની બેઠક થશે તેમજ બેઠકમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સીએમ પદેથી વિજય રૂપાણીના અચાનક રાજીનામાથી હવે એ સવાલ સર્જાયો છે કે ગુજરાતના નવા નાથ કોણ. સીએમની રેસમાં હાલ ભાજપના મોટા નામોની ચર્ચા ચાલી છે.જેમાં કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયા, કેન્દ્રીયપ્રધાન પરસોત્તમ રૂપાલાનું નામ રેસમાં છે.તો નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નામ પણ ચર્ચામાં ચાલી રહ્યું છે

તેમજ સાથે જ પૂર્વ ગૃહ પ્રધાન ગોરધન ઝડફિયાનું નામ મુખ્યપ્રધાન પદની રેસમાં છે.આમ હાલ નવા નાથ કોણ આ સવાલને લઇને ભારે સસ્પેન્સ સર્જાયું છે..અને રાજકીય પક્ષો સહિત ગુજરાતના સાડા છ કરોડ જનતાની નજર નવા નાથના નામની જાહેરાત પર મંડાઇ છે.

વિજય રૂપાણીના રાજીનામાની વાત કરીએ તો સીએમ વિજય રૂપાણી અચાનક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યાઅને રાજીનામાની જાહેરાત કરી.રૂપાણીએ કહ્યું મારા જેવા કાર્યકરને જે તક આપી તેના માટે આભારી છું. મેં રાજ્યપાલને મારું રાજીનામુ સોંપ્યુ છે.પાર્ટી મને આગળ જે જવાબદારી આપશે તે હું સ્વીકારીશ. જોકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ રૂપાણીના રાજીનામાની જાહેરાતથી રાજકીય ઉથલપાથલ સર્જાઇ છે.

આ પણ  વાંચો : Gujarat માં નવા મુખ્યમંત્રી સાથે 2 ડેપ્યુટી સીએમ હોવાની શક્યતા : સૂત્રો

આ  પણ વાંચો : Gujaratમાં સીએમ રૂપાણીની સરકાર રિમોટ કંટ્રોલથી ચાલતી હતી, તેમનો ભોગ લેવાયો : પરેશ ધાનાણી

Published On - 11:58 pm, Sat, 11 September 21

Next Video