Gujarat માં નવા મુખ્યમંત્રી સાથે 2 ડેપ્યુટી સીએમ હોવાની શક્યતા : સૂત્રો

ગુજરાતમાં દરેક સમાજને સત્તામાં ભાગીદારીનો અહેસાસ કરાવવા માટે પણ ભાજપ આ ફોર્મ્યુલા લાગુ પાડી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે

ગુજરાત(Gujarat)ના મુખ્યમંત્રી સીએમ રૂપાણીએ(Cm Rupani)અનેક રાજકીય ચર્ચાઓને ઉભી કરી છે. જેમાં ગુજરાતમાં ઉત્તર પ્રદેશની જેમ એક સીએમ અને બે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા અંગે વિચાર કરવામાં આવી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જેમાં રાજ્યમાં દરેક સમાજને સત્તામાં ભાગીદારીનો અહેસાસ કરાવવા માટે પણ ભાજપ આ ફોર્મ્યુલા લાગુ પાડી શકે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે . જો કે આ અંગેની સત્તાવાર જાહેરાત બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે કે રાજ્યમાં ભાજપ કેવા પ્રકારની રાજનીતિ કરવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની રાજનીતિ માટે આજનો દિવસ મોટી ઉથલપાથલ ભર્યો રહ્યો.મુખ્યપ્રધાન પદેથી વિજય રૂપાણીએ રાજીનામુ ધરી દેતા રાજકીય ભૂકંપની સ્થિતિ સર્જાઇ  છે. મુખ્યપ્રધાને કેમ રાજીનામુ આપ્યું અને હવે રાજ્યના નવા નાથ કોણ આ બંને પ્રશ્નો હાલ રાજ્યમાં ભારે ચર્ચામાં છે.

રૂપાણીના રાજીનામાની વાત કરીએ તો વિજય રૂપાણી અચાનક પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા અને રાજીનામાની જાહેરાત કરી.રૂપાણીએ કહ્યું મારા જેવા કાર્યકરને જે તક આપી તેના માટે આભારી છું. મેં રાજ્યપાલને મારું રાજીનામુ સોંપ્યુ છે. પાર્ટી મને આગળ જે જવાબદારી આપશે તે હું સ્વીકારીશ.

જોકે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ રૂપાણીના રાજીનામાની જાહેરાતથી રાજકીય ઉથલપાથલ સર્જાઇ છે હવે એ સવાલ ચર્ચાના ચગડોળે ચઢ્યો છે કે ગુજરાતના નવા મુખ્યપ્રધાન કોણ હશે.

આ  પણ વાંચો : મુખ્યપ્રધાન તરીકે સતત 5 વર્ષ પૂર્ણ કરનાર વિજય રૂપાણી ગુજરાતના ચોથા CM

આ પણ વાંચો : Gujarat ના મુખ્યમંત્રી તરીકે પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલનું નામ પણ ચર્ચામાં, જાણો તેમની રાજકીય સફર

Click on your DTH Provider to Add TV9 Gujarati