Gujarat માં લગ્ન પ્રસંગમાં હાજર લોકોની સંખ્યા ઘટાડાતા કોંગ્રેસનો સરકાર પર પ્રહાર, કહ્યું એક ને ગોળ અને બીજાને ખોળ

|

Jul 30, 2021 | 8:12 PM

રાજકીય કાર્યક્રમોમાં 400 લોકોને જ્યારે લગ્ન પ્રસંગમાં માત્ર 150 લોકોને મંજૂરી આપી છે. જેને લઇને વિપક્ષ કોંગ્રેસે ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે અને કહ્યું છે કે કોરોના કાળમાં સરકારની નીતિ એકને ગોળ અને બીજાને ખોળ જેવી છે.

ગુજરાતમાં કોરોના(Corona) ની બીજી લહેરના અંત વચ્ચે રાજ્ય સરકારે નિયંત્રણો હળવા કર્યા છે અને કેટલીક છૂટછાટ આપી છે. પરંતુ આ છૂટછાટમાં પણ ભેદભાવ સામે આવ્યો છે. કારણ કે રાજકીય કાર્યક્રમોમાં 400 લોકોને જ્યારે લગ્ન પ્રસંગ(Weeding) માં માત્ર 150 લોકોને મંજૂરી આપી છે. જેને લઇને વિપક્ષ કોંગ્રેસે(Congress)  ભાજપ સરકાર પર પ્રહાર કર્યો છે. આ અંગે વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં સરકારની નીતિ એકને ગોળ અને બીજાને ખોળ જેવી છે. તેમજ ભાજપ સરકાર તેમના રાજકીય કાર્યક્રમો કરવા માટે એક તરફ 400 લોકોની છૂટ આપે છે જ્યારે લગ્ન જેવા સામાજિક પ્રસંગમાં માત્ર 150 લોકોની છૂટ આપે છે.

આ પણ વાંચો : બળાત્કારના આરોપ બાદ મહિલા સાથે કર્યા લગ્ન, બાદમાં ઝઘડાથી કંટાળીને પત્નીને પહાડ પરથી ફેંકી દીધી ખાઈમાં

આ પણ વાંચો : Viral Video: વર અને કન્યાનું ચાલી રહ્યું હતું ફોટોશૂટ, અચાનક કન્યાએ એવું કંઈક કર્યું કે જોઈને તમે પણ હસી પડશો

Published On - 8:03 pm, Fri, 30 July 21

Next Video