Gandhinagar : ગુજરાતમાં(Gujarat)તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને(Monsoon 2023)પરિણામે રાજ્યમાં અત્યાર સુધી કુલ ૨૦૭ જળાશયોમાં(Dam) કુલ સંગ્રહ શક્તિના 50.37 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. આ ઉપરાંત ગુજરાતના 31 જળાશયો 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયાં છે જયારે 44 જળાશયોમાં 70 ટકાથી વધુ તેમજ 80 જળાશયો 50 ટકા સુધી પાણી ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં(Sardar Sarovar Dam)કુલ સંગ્રહ શક્તિના 61.35 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે.
સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવાયું છે.રાજ્યમાં 100 ટકા એટલે કે, સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાનું ધાતરવાડી, મુંજિયાસર, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, દાહોદનું ઉમરીયા, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જૂનાગઢનું ઝાનજેશ્રી, ઉબેન, હસનપુર, હિરણ-1, મોટા ગુજેરીયા, રાજકોટનું વેરિ, લાલપરી, મોજ અને સોદવદર, સુરેન્દ્રનગરનું મોર્શલ કચ્છનું બેરાછીયા, કંકાવટિ, જાન્ગડિયા ગજાનસર, ગજોડ, કાલાગોગા, ડોન અને ગોઢાતડ, જામગનરનું વઘાડીયા, સપાડા, પૂના, ફૂલઝર-1 અને રૂપારેલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે
આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ 15 જળાશયોમાં 58.48 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયો 33.54 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 37.09 ટકા, કચ્છના 20 જળાશયો 64.05 ટકા તેમજ સૌરાષ્ટ્રના કુલ-141 જળાશયોમાં 61.08 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે તેમ, ફ્લડ કન્ટ્રોલ સેલના અહેવાલમાં જણાવાયું છે.
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટી વધીને 124.63 મીટર થઈ ગઈ છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં હાલ 69,697 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમની સપાટીમાં પાછલા 24 કલાકમાં જ 84 સેન્ટીમીટરનો વધારો થયો છે.
આ તરફ નર્મદા જિલ્લામાં વરસાદ બાદ અનેક ધોધ જીવંત બન્યા છે. ઝરવાણી ગામ નજીક આવેલા ધોધમાં નવા નીર આવતા ધોધનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે. જંગલ વિસ્તારમાં વરસાદના કારણે ધોધ છલકાયો છે. ધોધમાંથી અવિરત નીર પડતા કુદરતી સૌદર્ય ખીલ્યુ છે. ઝરવાણી ધોધ સોળે કળાએ ખીલ્યો હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.
Published On - 5:16 pm, Fri, 14 July 23