ગુજરાતમાં 10,882 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ

|

Dec 04, 2021 | 10:58 AM

ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થશે. જેમાં સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી લોકો મતદાન કરી શકશે.

ગુજરાતમાં(Gujarat) કુલ 10,882 ગ્રામ પંચાયત(Gram Panchyat)માટે ચૂંટણી(Election)યોજાવાની છે.જેને લઈને ઉમેદવારી ફોર્મ (Candidate Form) ભરવાનો આજે છેલ્લો દિવસ છે.જેની બાદ 6 ડિસેમ્બરે ફોર્મ તપાસવાનો છેલ્લો દિવસ છે અને 7 ડિસેમ્બરે ઉમેદવારી પત્ર પરત ખેંચવાની અંતિમ તારીખ છે.

જયારે 19 ડિસેમ્બરે ચૂંટણીનું મતદાન યોજાશે અને જો જરુર પડે તો 20 ડિસેમ્બરે પુનઃ મતદાન પણ યોજાઇ શકે છે.ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન થશે. જેમાં સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી લોકો મતદાન કરી શકશે. તેમજ 21 ડિસેમ્બરે મત ગણતરી યોજાશે. જયારે 24 ડિસેમ્બરે ચૂંટણીની તમામ પ્રક્રિયા પૂર્ણ થઇ જશે. જો કે ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયામાં નોટાનો પણ ઉપયોગ કરી શકાશે.

આ પણ વાંચો : રાજકોટ કોર્પોરેશને સતર્કતા વધારી, વેકસીનેશન માટે લકી ડ્રોની જાહેરાત કરી

આ પણ વાંચો : પંચમહાલમાં ભાજપના ધારાસભ્ય જયદ્રથસિંહનો વિવાદિત નિવેદનનો કથિત વિડીયો વાયરલ

 

Published On - 10:55 am, Sat, 4 December 21

Next Video