Breaking News : કરાઈ તાલીમ એકેડેમીમાં બોગસ PSI મામલે ગૃહ વિભાગ કરી શકે છે મોટો ખુલાસો

રાજ્યના ગૃહ વિભાગને એક શંકાસ્પદ વ્યક્તિ ખોટી રીતે તાલીમ લઈ રહ્યો છે તેની નવ દિવસ પહેલા જાણકારી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના પોલીસ વડાને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી છે.

Breaking News : કરાઈ તાલીમ એકેડેમીમાં બોગસ PSI મામલે ગૃહ વિભાગ કરી શકે છે મોટો ખુલાસો
| Edited By: | Updated on: Feb 28, 2023 | 10:19 AM

વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહે તાલીમ એકેડમીમાં બોગસ PSI અંગે માહિતી આપી હતી, ત્યારે હવે બોગસ પીએસઆઇની તાલીમ મામલે ગૃહ વિભાગ મોટો ખુલાસો કરી શકે છે. માહિતી મુજબ ગૃહ વિભાગ દ્વારા છેલ્લા નવ દિવસથી આ મામલા પર તપાસ ચાલી રહી છે. રાજ્યના ગૃહ વિભાગને એક શંકાસ્પદ વ્યક્તિ ખોટી રીતે તાલીમ લઈ રહ્યો છે તેની જાણકારી હતી.સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના પોલીસ વડાને નવ દિવસ પહેલા સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી છે.

 માહિતી લીક થવાને કારણે ગૃહ વિભાગમાં પણ હડકંપ

આપને જણાવી દઈએ કે,ગૃહ વિભાગ દ્વારા સમગ્ર ષડયંત્ર માં કેટલા લોકો સામેલ છે તે જાણવા માટે ગુપ્ત રાખી સમગ્ર તપાસ કરવામાં આવી રહી છે. જોકે તપાસ દરમિયાન માહિતી લીક થવાને કારણે ગૃહ વિભાગમાં પણ હડકંપ.સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ માહિતી લીક કરનાર સામે પણ તપાસ શરૂ કરાઈ છે. ગૃહ વિભાગ દ્વારા આગામી એક-બે દિવસમાં સમગ્ર કેસ સંદર્ભે મોટો ખુલાસો કરાશે. તો સાથે જ માહિતી લીક કરનાર ગૃહ વિભાગના કર્મચારી અધિકારી સામે પણ ભરાશે પગલા લેવામાં આવશે.

કોંગી નેતાના રાજ્ય સરકાર પર આકરા પ્રહાર

તો આ તરફ કોંગી નેતા સી.જે.ચાવડાએ આક્ષેપ લગાવતા કહ્યું કે,ગુજરાતમાં જેટલી જગ્યામાં જરૂર હોય તેટલી ભરતી થતી નથી. કબૂતરબાજી કરી લોકો વિદેશ જતા હતા હવે કબૂતરબાજી કરી સરકારી નોકરી લઈ રહ્યા છે. આઉટ સોર્સિંગમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કારણે નિવૃત્ત અધિકારીઓની નોકરીઓ ચાલુ રાખવામાં આવવાને કારણે વહીવટી જવાબદારી ઓછી થઇ જાય છે.નકલી પીએસઆઈની તાલીમ પણ ચાલી રહી છે.

Published On - 9:47 am, Tue, 28 February 23