Gandhinagar : રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સરકારે નિયમો હળવા કર્યા, જાણો શું છે નવા નિયમો

|

Jul 30, 2021 | 1:07 PM

રાજ્યમાં હવે જીમ,વોટરપાર્ક, સ્વીમિંગ પુલ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જ્યારે પબ્લિક તથા પ્રાઇવેટ નોન એ.સી. બસો 100 ટકા ક્ષમતા ચાલુ રહેશે તેમજ પબ્લિક તથા પ્રાઇવેટ એ.સી. બસો 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.

ગુજરાત(Gujarat)માં કોરોના(Corona)કેસ ઘટતા હવે રાજ્ય સરકારે નિયમો હળવા કર્યા છે. જેમાં હવે જીમ,વોટરપાર્ક, સ્વીમિંગ પુલ 60 ટકા ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. જ્યારે પબ્લિક તથા પ્રાઇવેટ નોન એ.સી. બસો 100 ટકા ક્ષમતા ચાલુ રહેશે તેમજ પબ્લિક તથા પ્રાઇવેટ એ.સી. બસો 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. આ ઉપરાંત સ્પોર્ટ કૉમ્પલેક્સ, સ્ટેડિમય, રમત-ગમત સંકુલ પ્રેક્ષકો વગર ચાલુ રખાશે જ્યારે સ્પા સેન્ટર બંધ રહેશે.

રાજ્ય સરકારે 31 જુલાઇથી હળવા કરેલા નિયમો ઉપરાંત ગણેશ મહોત્સવ માટે 4 ફૂટના ગણેશજીની સ્થાપના કરવા હાલની સ્થિતિએ મંજૂરી આપવામાં આવી છે. તેમજ ગણેશોત્સવ અંગે અંતિમ નિર્ણય કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવાશે. જ્યારે કોચિંગ સેન્ટર ટ્યૂશન ક્લાસીસ 50 ક્ષમતા સાથે ચાલુ રખાશે. તેમજ ધોરણ 9થી પોસ્ટ ગેજ્યુએશન કોર્ષના ક્લાસીસ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રખાશે

આ પણ વાંચો : Tokyo Olympics 2020: મેરી કોમની મેચ પર વિવાદ, બે કલાક બાદ ખબર પડી પરિણામની બોલ્યા બોક્સર

આ પણ વાંચો : Bhakti :અહીં ચંપલની માળા લઈને ભક્તો આવે છે મંદિરે ! જાણો મનશાપૂર્તિની સૌથી રસપ્રદ પ્રથા !

Published On - 1:04 pm, Fri, 30 July 21

Next Video