વીજળીથી વંચિત પરિવારોને વિનામૂલ્યે વીજ જોડાણ આપવા ગુજરાત સરકાર કટિબદ્ધ, ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ ગૃહમાં આપી માહિતી

|

Mar 27, 2023 | 5:33 PM

સુરત (Surat) જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 1959 લાભાર્થીઓને ઘર વપરાશ માટે વીજ જોડાણો આપવામાં આવ્યા છે. તેની પાછળ કુલ રૂ. 75.17 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

વીજળીથી વંચિત પરિવારોને વિનામૂલ્યે વીજ જોડાણ આપવા ગુજરાત સરકાર કટિબદ્ધ, ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇએ ગૃહમાં આપી માહિતી

Follow us on

વિધાનસભા ગૃહમાં કુટિર જ્યોતિ યોજના અંતર્ગત ઘર વપરાશ માટે અપાયેલા વીજ જોડાણ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુતર આપતા ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં વીજળીથી વંચિત પરિવારોને વિનામૂલ્યે વીજ જોડાણ આપવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને તે માટે કુટિર જ્યોતિ યોજના હેઠળ શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- Breaking News : ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર, ગુજરાતમાં કમોસમી વરસાદનો આવશે વધુ એક રાઉન્ડ, અમદાવાદ ગાંધીનગરમાં પડશે વરસાદ

કુટિર જ્યોતિ યોજના અંતર્ગત વીજ જોડાણ માટેની શ્રેષ્ઠ કામગીરી

મંત્રી કનુ દેસાઈએ આ યોજના હેઠળ છોટા ઉદેપુર, સુરત અને ભરૂચ જિલ્લામાં થયેલી કામગીરીની માહિતી આપતા કહ્યું કે, તા. 31મી ડિસેમ્બર 2022ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં કુટિર જ્યોતિ યોજના હેઠળ 3980 લાભાર્થીઓને ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવામાં આવ્યા છે. તે પેટે કુલ રૂ.195.29 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વધુમાં તેમણે માહિતી આપી કે આવી જ રીતે સુરત જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 1959 લાભાર્થીઓને ઘર વપરાશ માટે વીજ જોડાણો આપવામાં આવ્યા છે. તેની પાછળ કુલ રૂ. 75.17 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત છેલ્લા બે વર્ષમાં ભરૂચ જિલ્લામાં કુટિર જ્યોતિ યોજના હેઠળ 912 લાભાર્થીઓને ઘર વપરાશ માટે વીજ જોડાણ આપવામાં આવ્યા છે. તે પેટે કુલ રૂ.32.49 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

મંત્રી કનુ દેસાઈએ આ યોજના હેઠળ થયેલી કાર્યવાહી ઉપરાંત આ યોજનાનો હેતુ તથા પાત્રતાના ધોરણોની વિસ્તૃત વિગતો પણ પૂરક પ્રશ્નના ઉત્તરમાં આપી હતી.

ગુજરાત વિધાનસભા ગૃહમાં થઇ મહત્વની જાહેરાત

મહત્વનું છે કે ગાંધીનગરમાં ચાલી રહેલા ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે નાણાંવિભાગની ચર્ચા ચાલી રહી હતી. એ સમયગાળા દરમિયાન મહિલા ધારાસભ્યો દ્વારા કેટલીક માગણી મુકવામાં આવી હતી. મહિલા ધારાસભ્યોએ માગ કરી હતી કે તેમને એક કરોડ રુપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવે. જે પછી નાણામંત્રી દ્વારા આ માગણી સ્વીકારી લેવામાં આવી છે. થોડી જ વારમાં નાણાંમંત્રીએ મહિલા ધારાસભ્યોને એક કરોડ રુપિયાની વધારાના આપવાની જાહેરાત કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article