ગુજરાત સરકારે 79 નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ કર્યા

|

Aug 10, 2022 | 10:25 PM

ગુજરાત સરકારના સામાન્ય અને વહીવટી વિભાગે  79 નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ કર્યા  છે. જેમાં અબડાસા અને મુન્દ્રાના પ્રાંત અધિકારી બદલાયા છે.

ગુજરાત સરકારે 79 નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલીના આદેશ કર્યા
Gandhinagar Swarnim Sankul
Image Credit source: File Image

Follow us on

ગુજરાત(Gujarat)  સરકારના સામાન્ય અને વહીવટી વિભાગે  79 નાયબ કલેક્ટર કક્ષાના(Deputy Collector)  અધિકારીઓની બદલીના(Transfer)  આદેશ કર્યા  છે. જેમાં અબડાસા અને મુન્દ્રાના પ્રાંત અધિકારી બદલાયા છે. આ ઉપરાંત લીમડીના પ્રાંત અધિકારી એચ. એમ સોલંકીને અબડાસા મુકાયા છે. જયારે સ્ટેમ્પ ડયુટી ગાંધીનગરના નાયબ કલેકટર ચેતન મીસાન મુન્દ્રના પ્રાંત અધિકારી તરીકે નિમણૂક અપાઈ છે. આ ઉપરાંત જિલ્લામાં અન્ય 3 ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની બદલીઓ પણ થઈ છે.જેમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બદલીઓ કરવામાં આવી છે. જેમાં એક જ સ્થળે લાંબા સમયથી ફરજ બજાવતા અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમજ ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે બદલીઓ કરવામાં આવી છે.

મંગળવારે  બે આઇપીએસ(IPS)  અને 23 ડીવાયએસપીના બદલીના(Transfer)  આદેશ

આ ઉપરાંત ગુજરાત  સરકારે મંગળવારે  બે આઇપીએસ(IPS)  અને 23 ડીવાયએસપીના બદલીના(Transfer)  આદેશ કર્યા છે. જેમાં બોટાદ અને અમદાવાદ જિલ્લા પોલીસ વડા ની જગ્યાઓ પર આખરે નિમણુક કરવામાં આવી છે. બોટાદ માં સર્જાયેલ લઠ્ઠા કાંડ બાદ બંને જિલ્લા ના SP ની બદલી કરી દેવાઈ હતી. જયારે આ બે જગ્યા પર અમદાવાદ જિલ્લાના નવા SP તરીકે અમિત વસાવા અને બોટાદ SP તરીકે કિશોર બ્લૉલિયાની બદલી કરી નિમણૂક કરવામાં આવી છે.અમિત વસાવાની સાઇબર ક્રાઇમ ડીસીપીમાંથી અમદાવાદ રૂરલ એસપી તરીકે બદલી કરવામાં આવી છે. જયારે કોસ્ટલ સિક્યુરિટી એસપી કિશોર બલોલિયાને બોટાદ એસપી તરીકે બદલી કરાઇ છે. જયારે રાજ્યના રાજ્યના 23 DYSP અને ACP કક્ષાના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા અને સુરત ક્રાઇમ બ્રાન્ચના ACPની બદલી કરવામાં આવી છે. તેમજ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના ACP ડી.પી. ચુડાસમાની પેટલાદ બદલી કરવામાં આવી છે.\

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

જયારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના ACP ડી. એ. ચૌહાણની વિરમગામ બદલી કરાઇ છે. સુરત ક્રાઇમ બ્રાન્ચના ACP આર. આર. સરવૈયાની બદલી કરવામાં આવી છે. તેમજ બી.પી. રોઝીયાની ATSમાંથી સુરત ક્રાઇમ બ્રાન્ચના ACP તરીકે નિમણુક આપવામાં આવી છે. તેમજ બે પીઆઇને DYSP તરીકે બઢતી અપાઈ છે.

Published On - 10:19 pm, Wed, 10 August 22

Next Article