ગુજરાત સરકારે હવે ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાની અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નાગરિકોના વિશાળ હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. જેમાં ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ 2022 અન્વયેની અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારાશે. જેમાં હાલ રાજ્યમાં અનઅધિકૃત બાંધકામ યોગ્ય ફી- દસ્તાવેજો સાથે નિયમિત કરી આપવા માટેના ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઓફ અન ઓથોરાઇઝ્ડ ડેવલપમેન્ટ એક્ટ 2022 હેઠળ લેવાની થતી અરજીઓ હવે તાત્કાલિક અસરથી ઓનલાઇન અથવા ઓફલાઇન માધ્યમથી સંબંધિત કચેરીઓમાં સ્વીકારવામાં આવશે.
મુખ્યમંત્રી સમક્ષ આવી અરજીઓ ઓફલાઇન પણ સ્વીકારવા માટેની નાગરિકોની મળેલી રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા ભુપેન્દ્ર પટેલે આ નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ગેરકાયદે બાંધકામને નિયમિત કરવાનો અરજીઓ હવે ઓફલાઇન પણ સ્વીકારાશે.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2022માં ગુજરાત વિધાનસભામાં અનઅધિકૃત વિકાસ નિયમિત કરવા બાબત વિધેયક સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો . આ અંગે વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર નાગરીકોના હિતમાં તથા આંતરમાળખાકીય સવલતોને વધુ સુદ્દઢ બનાવવા તેમજ અનઅધિકૃત બાંધકામોમાં રહેતા લોકોની સુખ-સલામતી જળવાઇ રહે તે માટે કટીબદ્વ છે. શહેરોમાં વસતા સામાન્ય માનવીના હિતમાં અનઅઘિકૃત બાંઘકામો નિયમિત કરવા જરૂરી અને સમયની માંગ પણ છે.
અનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવાથી મળેલા નાણાનો ઉપયોગ રાજ્યમાં આંતરમાળખાકીય સવલતો વધુ સુદ્દઢ બનાવવા માટે કરાશે તેમ શહેરી વિકાસ વિભાગ પ્રભાગનો હવાલો ધરાવતા મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં રજૂ કરાયેલા ‘ગુજરાત અનઅઘિકૃત બાંઘકામ નિયમિત કરવા બાબત વિધેયક, 2022 ’ની જોગવાઇઓ અંગે વિગતો આપી હતી.
આ પણ વાંચો : Ahmedabad : ભગવાન જગન્નાથના નવા રથ બનાવવાની કામગીરી પૂરજોશમાં, 4 મહિનામાં રથ બનીને થઇ જશે તૈયાર
Published On - 8:10 pm, Fri, 3 February 23