
ગુજરાતમાં (Gujarat) હાઈસ્કૂલમાં અભ્યાસ માટે આર્થિક મદદ થાય તે માટે શિક્ષણ વિભાગે જ્ઞાન સાધના સ્કોલરશીપની (Gyan Sadhna Scholorship ) જાહેરાત કરી છે. આ યોજના અંતર્ગત પ્રખરતા ક્સોટી લીધા બાદ મેરિટમાં આવનારા 25 હજાર વિદ્યાર્થીઓને ધો.9 અને 10માં વાર્ષિક 20 હજાર તેમજધો.11- 12મા વાર્ષિક 25 હજાર રૂપિયા સ્કોલરશીપ આપવામાં આવશે. જેમાં ધો.1થી 8 સુધી સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલો કે RTE હેઠળ અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓ કસોટી આપી શકશે. ગરીબ-મધ્યમવર્ગના છાત્રો માટે જ્ઞાન સાધના સ્કોલરશીપની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા પ્રથમ જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે 11 જૂને પરીક્ષા લેવામાં આવશે.
જો કે, ધો.9માં આવ્યા પછી ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓને રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવશે. જેમાં RTE માં અભ્યાસ કર્યા બાદ ધોરણ 9 આવતા વિદ્યાર્થીઓને આર્થિક મુશ્કેલી ઉભી ના થાય તે માટે સાધના સ્કોલરશીપ યોજના શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
આ પણ વાંચો : Gujarati News : અમદાવાદમાં દૂરદર્શન ટાવર પાસે ત્રિપલ અકસ્માતમાં 5 ઇજાગ્રસ્ત, એક કાર સળગી ઉઠી
રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે 11મી જૂનના રોજ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવી છે. આ કસોટીમાં ભાગ લેવા ઇચ્છતાં વિધાર્થીઓ 11મી મેથી લઇને 26મી મે સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓએ એક પણ રૂપિયો ફી ભરવાની રહેશે નહીં. જોકે, આ પરીક્ષામા બેસવા માટે વિધાર્થીઓના વાલીની આવક ગ્રામ્ય વિસ્તારમાં રૂપિયા 1.30 લાખ અને શહેરી વિસ્તારમાં રૂપિયા 1.50 લાખ કરતાં વધારે હોવી જોઇએ નહીં.
આ પરીક્ષા બાદ મેરિટમાં આવનારા વિધાર્થીઓની યાદી કમિશનર મારફતે ડીઇઓને પહોંચાડવામાં આવશે. ફાઇનલ મેરિટયાદી જાહેર થયા બાદ સ્કોલરશીપની ચુક્યણી કરાશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…