Gujarat: જમીનને લગતી સમસ્યાઓ માટે હવે ગાંધીનગર જવુ નહીં પડે, નવી જુની શરતના ઉભા થતા પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ થઇ જશે

|

May 08, 2022 | 10:09 AM

અગાઉ આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાને કારણે આવા પ્રશ્નોના નિવારણ માટે અરજદારોને રાજ્ય કક્ષા સુધી આવવું પડતું હતુ. પરિણામે મહેસૂલ વિભાગની (Revenue Department) કામગીરીનું ભારણ વધતુ અને જુદા જુદા અર્થઘટનોને કારણે આવા પ્રશ્નોના નિવારણમાં ખુબ વિલંબ થતો હતો.

Gujarat:  જમીનને લગતી સમસ્યાઓ માટે હવે ગાંધીનગર જવુ નહીં પડે, નવી જુની શરતના ઉભા થતા પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ થઇ જશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (File photo)

Follow us on

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) મહેસૂલી પ્રક્રિયાના (Revenue processing) સરળીકરણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ જનહિત નિર્ણય લીધા છે. મહેસૂલી પ્રક્રિયામાં નવી-જૂની શરતના કારણે ઊભા થતા પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ કરવામાં આવશે. જેથી અરજદારોને હવે ગાંધીનગરના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. વર્ષો જુના નાબુદ થયેલા 24 જેટલા વિવિધ મહેસૂલી કાયદાઓમાં (Revenue laws) જુની-નવી શરતોના કારણે ઉદ્દભવતા પ્રશ્નોનું આ મોટા નિર્ણયથી નિરાકરણ આવશે.

નવી જુની શરતના ઉભા થતા પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ થશે નિવારણ

મુખ્યપ્રધાનના નેતૃત્વમાં રાજ્ય સરકારનો ગુડ ગવર્નન્સના આગવા અભિગમનો પરિચય થયો છે. સમગ્ર મહેસૂલી વહીવટમાં એકસૂત્રતા અને પારદર્શીતા આવે તે માટે રાજ્ય સરકાર દ્વારા હવે મહેસૂલી પ્રક્રિયામાં નવી-જૂની શરતના કારણે ઊભા થતા પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ ઉકેલ લાવવા નિર્ણયો લીધા છે. જેના કારણે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ થશે.

મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ મુખ્ય પ્રધાનના નેતૃત્વની વર્તમાન રાજ્ય સરકારે કરેલા આ મહત્વપૂર્ણ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું હતુ કે, મહેસૂલી વહીવટમાં સરળીકરણની ભલામણો માટે રચાયેલી સી.એલ. મીના સમિતિના અહેવાલનો મહદઅંશે સ્વીકાર કરતા મુખ્યપ્રધાને આ મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રસ્થાપિત કરેલી ગુડ ગવર્નન્સ-સુસાશનની આગવી પરિભાષાને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આગળ ધપાવી છે. રાજ્યના મહેસૂલ વિભાગના જુના પુરાણા વર્ષો જુના અને નાબુદ થયેલા 24 જેટલા વિવિધ ઈનામ નાબૂદી કાયદાઓના સંદર્ભમાં નવી-જુની શરતની અસમંજસતાથી ઉદભવતા લોકોના પ્રશ્નોનું સરળ અને પારદર્શી નિરાકરણનો અભિગમ અપનાવ્યો છે. અગાઉ આ સંદર્ભમાં કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાને કારણે આવા પ્રશ્નોના નિવારણ માટે અરજદારોને રાજ્ય કક્ષા સુધી આવવું પડતું હતુ. પરિણામે મહેસૂલ વિભાગની કામગીરીનું ભારણ વધતુ અને જુદા જુદા અર્થઘટનોને કારણે આવા પ્રશ્નોના નિવારણમાં ખુબ વિલંબ થતો હતો.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સમક્ષ આ વિષય આવતા તેમણે મક્કમતાપૂર્ણ ત્વરીત નિર્ણાયકતાથી આ સમગ્ર બાબતનું સુચારૂ નિરાકરણ લાવવા મહેસૂલ પ્રધાન અને મહેસૂલ વિભાગને દિશાનિર્દેશ આપ્યા હતાં. જેના પરિણામ સ્વરૂપે મહેસૂલ વિભાગે આવા નાબૂદ થયેલા 24 જેટલા કાયદાઓની બાબતમાં અગાઉ નવી અને જુની શરતની જમીનો બાબતે પ્રવર્તતી અસમંજસતા-દ્વિધા દુર કરવા વિસ્તૃત કાર્ય આયોજન કર્યુ છે અને આ અંગેની વિગતવાર સુચનાઓ મહેસૂલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવશે.

Published On - 9:56 am, Sun, 8 May 22

Next Article