ગુજરાતમાં કોરોનાના નવા 04 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 25 એ પહોંચી

|

Jan 21, 2023 | 9:51 PM

ગુજરાતમાં 21 જાન્યુઆરીના રોજ કોરોનામાં નવા 4 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 25 એ પહોંચી છે. જેમાં નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 01, સુરતમાં 01, બનાસકાંઠા 02 કેસ નોંધાયા છે. જયારે કોરોના રિકવરી રેટ 99. 13 ટકા થયો છે.

ગુજરાતમાં કોરોનાના નવા 04 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 25 એ પહોંચી
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં 21 જાન્યુઆરીના રોજ કોરોનામાં નવા 4 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 25 એ પહોંચી છે. જેમાં નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 01, સુરતમાં 01, બનાસકાંઠા 02 કેસ નોંધાયા છે. જયારે કોરોના રિકવરી રેટ 99. 13 ટકા થયો છે. જ્યારે કોરોનાથી 02 દર્દી સાજા થયા છે. આ ઉપરાંત અન્ય જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી અને એક પણ મૃત્યુ નોંધાયું નથી.

કોરોનાની લહેર ફરી ત્રાટકે તો તેનો સામનો કરવા માટે હોસ્પિટલ સજ્જ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાની લહેર ફરી ત્રાટકે તો તેનો સામનો કરવા માટે હોસ્પિટલ સજ્જ અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં કોરોનાથી લોકોને બચાવવા ગુજરાત સરકાર પણ સજ્જ બની છે.રાજ્યના અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાહોસ્પિટલમાં ઓક્સિજન, વેન્ટીલેટર, કોવિડ બેડની ક્ષમતા, ટેસ્ટિંગ કીટ, જરૂરી દવાઓ, નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધતા સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવી હતી.

રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ

ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે પહોંચી વળવા આરોગ્યની સુવિધાઓ ચકાસવામાં આવી હતી. જે માટે યોજાયેલી મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે ભાગ લીધો હતો. જે અંતર્ગત તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

મોકડ્રીલ બાદ તેમણે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ છે.

કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી

રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ અને 15થી 16 હજાર જેટલા વેન્ટીલેટર તેમજ દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર નથી. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોમાં જે રીતે સામે આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે.

આ પણ વાંચો : Video : ગુજરાતમાં વિરોધ વચ્ચે પઠાણ ફિલ્મના એડવાન્સ બુકિંગની શરૂઆત

Published On - 9:49 pm, Sat, 21 January 23

Next Article