ગુજરાતમાં ગરબા પર જીએસટી લગાવવાની ચર્ચાઓ વચ્ચે સામે આવ્યા તથ્યો, વાંચો વિગતે

|

Aug 04, 2022 | 7:26 PM

ગુજરાતમાં(Gujarat)ગરબા(Garba)પર જીએસટી(GST)લાદવાને લઇને અનેક દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં ગરબા રમવા પર નવેસરથી જીએસટી લાદવામાં આવ્યો હોવાના અનેક નિવેદનો અને પ્રતિક્રિયાઓ આવી રહી છે.

ગુજરાતમાં ગરબા પર જીએસટી લગાવવાની ચર્ચાઓ વચ્ચે સામે આવ્યા તથ્યો, વાંચો વિગતે
Gujarat Garba GST

Follow us on

ગુજરાતમાં (Gujarat) ગરબા(Garba)પર જીએસટી(GST)લાદવાને લઇને અનેક દિવસોથી ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં ગરબા રમવા પર નવેસરથી જીએસટી લાદવામાં આવ્યો હોવાના અનેક નિવેદનો અને પ્રતિક્રિયાઓ આવી રહી છે. જો કે આ બાબતે મળેલી માહિતી મુજબ તાજેતરમાં ગરબા અથવા તેના જેવા કાર્યક્રમો સંબંધિત GSTમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોઈ નવો GST લાદવામાં આવ્યો નથી.

ઇવેન્ટ્સમાં 500 રૂપિયાથી વધારાની પ્રવેશ ફી પર 15 ટકા સર્વિસ ટેક્સ વસૂલવામાં આવતો હતો

GSTનો અમલ કરવામાં આવ્યો ત્યારથી જ આવી ઇવેન્ટ્સમાં 500 રૂપિયાથી વધારાની પ્રવેશ ફી પર 15 ટકા સર્વિસ ટેક્સ વસૂલવામાં આવતો હતો. આયોજન માટે વપરાતા માલ પર ચૂકવવામાં આવતી વેટની ક્રેડિટ સર્વિસ ટેક્સની ચુકવણી માટે ઉપલબ્ધ ન હતી. આ ઉપરાંત આવા આયોજનો પર કોઇ સર્વિસ ટેક્સ લાગતો ન હતો. જયારે આવા આયોજનોમાં વપરાતા સામાન પર એમ્બેડેડ ટેકસ લેવાતો હતો જે વેટમાં ક્રેડિટ આપવામાં આવતો હતો. (Notification No. 12/2017-CT (R) dated 28.06.2017, Sl No. 81 annexed)

જીએસટીનો દર પહેલા જેવો જ છે

પરંતુ 18 ટકાના દરે GST ફક્ત ત્યારે જ ચૂકવવાપાત્ર છે જયારે ગરબા અથવા આવી ઇવેન્ટની પ્રવેશ ટિકિટ રૂપિયા500 થી વધુ હોય. જેમાં 1 જાન્યુઆરી 2018 થી આનો અમલ કરવામાં આવ્યો છે. આમ જીએસટીનો દર પહેલા જેવો જ છે જેમાં માત્ર તેના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં જીએસટીનો દર જે વસ્તુ પર 15 ટકા હતો તે વધારીને 18 ટકા કરવામાં આવ્યો છે. જેમાં તમામ ઇનપુટ ટેક્સ ક્રેડિટ માન્ય છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની કલા અને સંસ્કૃતિનો સમૃદ્ધ વારસો એટલે ગરબા. દેશ-વિદેશમાં ગુજરાતની આગવી ઓળખ એટલે ગરબા. કેન્દ્ર સરકારે નવરાત્રિ દરમિયાન ગરબાના થતા કોમર્શિયલ આયોજનના પાસ પર 18 ટકા GST નાંખવાનો નિર્ણય કર્યો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. જેના વિરોધમાં વિપક્ષો રસ્તા પર ઉતર્યા હતા.  પહેલા કોંગ્રેસ અને બાદમાં આમ આદમી પાર્ટીએ રસ્તા પર ઉતરીને પ્રદર્શન કર્યું હતું. મોરબીના રવાપર રોડ પર આપના કાર્યકરો ટેક્સના વિરોધમાં ગરબા રમ્યા હતા તો અમરેલીના રાજકમલ ચોકમાં આપના કાર્યકરોએ ગરબાના પાસ પર GSTના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. જેમાં પોલીસે આપના વિરોધ કરતા કાર્યકરોની અટકાયત કરી હતી. તો જામનગરના લાલ બંગ્લા સર્કલ ખાતે આપના કાર્યકરોએ પ્રદર્શન કર્યું હતું.

Published On - 7:19 pm, Thu, 4 August 22

Next Article