GUJARATમાં કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 4213 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 14 હજારને પાર

|

Jan 06, 2022 | 11:40 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1835 નવા કેસ નોંધાયા.

GUJARATમાં કોરોનાનો મોટો વિસ્ફોટ, નવા 4213 કેસ સાથે એક્ટીવ કેસ વધીને 14 હજારને પાર
Gujarat Corona Update 6 January 2022, new 4213 cases reported in gujarat

Follow us on

રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં અમદાવાદ પ્રથમ છે, જયારે આજે સુરતમાં પણ નવા કેસોનો રાફડો ફાટ્યો છે.

GANDHINAGAR : ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોનો વિસ્ફોટ યથાવત છે. ગઈકાલે 5 ડિસેમ્બરે રાજ્યમાં કોરોના વાયરસના નવા 3350 કેસ નોંધાયા હતા, તો આજે 6 જાન્યુઆરીએ 4213 નવા કેસ નોધાયા છે. જેમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1835 નવા કેસ નોંધાયા છે. તો આ સાથે જ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 14 હજારને પાર એટલે કે 14,346 પર પહોચ્યો છે.

આજે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 1835 નવા કેસ નોંધાયા, તો સુરત શહેરમાં 1105, રાજકોટ શહેરમાં 183 કેસ, આણંદમાં 112 અને વડોદરા શહેરમાં 103 કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં તાપી જિલ્લામાં કોરોનાને કારણે એક દર્દીનું મૃત્યુ થતા રાજ્યમાં મૃત્યુઅંક વધીને 10,127 થયો છે.

એક્ટીવ કેસ વધીને 14,346 થયા
રાજ્યમાં 24 ડિસેમ્બરે કોરોના વાયરસના નવા 98 કેસ નોધાયા હતા, જયારે આજે 12માં દિવસે 6 જાન્યુઆરીએ 4213 કેસ નોંધાયા છે. એટલે કે માત્ર 12 દિવસમાં 32 ગણા જેટલા કેસો વધ્યા છે. નવા કેસ વધવાની સાથે એક્ટીવ કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના એક્ટીવ કેસ 10,994 હતા, જે આજે વધીને 14,346 થયા છે.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

રાજ્યમાં આજે કોરોના વાયરસથી મુક્ત થઇને 860 દર્દીઓ સાજા થયા છે, આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8 લાખ 20 હજાર 383 દર્દીઓ કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

રાજ્યમાં આજે કોરોના વાયરસના ઓમિક્રોન વેરીએન્ટનો એક પણ નવો કેસ નથી નોંધાયો. ગઈકાલ સુધીમાં રાજ્યમાં 204 કેસ નોંધાયા છે, જેમાંથી આજે અમદાવાદમાં 34 અને ખેડામાં 5 એમ કુલ 39 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આવા કેસના 151 દર્દીઓ ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે.

અમદાવાદ બાદ સુરતમાં વિસ્ફોટ
રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં અમદાવાદ પ્રથમ છે, જયારે આજે સુરતમાં પણ નવા કેસોનો રાફડો ફાટ્યો છે. સુરત શહેરમાં આજે 1105 નવા કેસ નોંધાયા છે,તો સુરત ગ્રામ્ય એટલે કે સુરત જિલ્લામાં 88 નવા કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કરોનાના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસ પણ વધીને 3024 થયા છે.

આ પણ વાંચો : CORONA : ગુજરાતમાં નવી કોરોના ગાઈડલાઈન જાહેર થવાની શક્યતા, જાણો ક્યાં ક્યાં ફેરફારો થઇ શકે છે ?

આ પણ વાંચો : વાયબ્રન્ટ ગુજરાત, ફ્લાવર શો અને કાઈટ ફેસ્ટીવલ બાદ હવે ગૃહપ્રધાન હર્ષ સંઘવીના જન્મ દિવસે યોજાનાર જોબ ફેર મોકૂફ

Published On - 7:35 pm, Thu, 6 January 22

Next Article