ગુજરાતમાં કોરોનાના નવા 737 કેસ નોંધાયા, અમદાવાદમાં એકનું મૃત્યુ

|

Jul 14, 2022 | 7:59 PM

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona) કેસ સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 14 જુલાઇના રોજ કોરોનાના નવા 737 કેસ નોંધાયા છે જ્યારે કોરોનાના લીધે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.

ગુજરાતમાં કોરોનાના નવા 737 કેસ નોંધાયા, અમદાવાદમાં એકનું મૃત્યુ
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના (Corona)  કેસ સતત વધારો થઇ રહ્યો છે. જેમાં 14 જુલાઇના રોજ કોરોનાના નવા 737 કેસ નોંધાયા છે જ્યારે કોરોનાના લીધે એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. જેમાં સૌથી વધારે 299 કેસ અમદાવાદમાં નોંધાયા છે. જ્યારે રાજયમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 4274 થવા પામી છે.
જ્યારે સુરત 72, વડોદરા 60, ગાંધીનગર 30, મહેસાણા 28, સુરત જિલ્લામાં 21, ભાવનગર જિલ્લામાં 20, કચ્છમાં 17, ભાવનગરમાં 16, પાટણમાં 16, રાજકોટ જિલ્લામાં 15, રાજકોટમાં 15, ગાંધીનગરમાં 14, અમરેલીમાં 13, મોરબીમાં 11, નવસારીમાં 11, વલસાડમાં 11, જામનગરમાં 09, ભરૂચમાં 08, અમદાવાદ જિલ્લામાં 07, બનાસકાંઠામાં 06, આણંદમાં 05, ખેડામાં 05, દ્વારકામાં 04, સુરેન્દ્રનગરમાં 04, ગીર સોમનાથમાં 03, પોરબંદરમાં 03, સાબરકાંઠામાં 03, વડોદરા જિલ્લામાં 03, અરવલ્લીમાં 02, જામનગર જિલ્લામાં 02,પંચમહાલમાં 02 અને તાપીમાં 02 કેસ નોંધાયા છે. જ્યારે રાજયમાં કોરોનાના એક્ટિવ કેસ 4274એ પહોંચ્યા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98.77 ટકા થયો છે. તેમજ આજે કોરોનાથી 687 દર્દીઓ સાજા થયા છે.

કેસ વધવાની સાથે રાજ્ય  સરકારની ચિંતામાં વધારો

કોરોનાના કેસ વધવાની સાથે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઈકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

અમદાવાદ બાદ સુરતમાં પણ કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્રમણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે. નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ, ઓપીડી અને સારવારના સાધનો સહિત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ એક્ટિવ કરી દેવામાં આવી છે

Headache in Winter : શિયાળામાં માથું કેમ દુખે છે?
Jaggery and Sesame Benefits : સફેદ તલ અને ગોળ સાથે ખાવાથી શરીરને થાય છે ચોંકાવનારા ફાયદા
Control Blood Sugar : તેજ પત્તા ડાયાબિટીસના દર્દીઓ માટે છે આશીર્વાદ સમાન
જયા કિશોરી, ધીરેન્દ્ર શાસ્ત્રી, પ્રેમાનંદ મહારાજ... જાણીતા આધ્યાત્મિક ગુરુઓ રોજ શું ખાય છે?
તમે અમીર બનવા માગતા હોવ તો જીવનમાં મુકેશ અંબાણીના આ 5 નિયમોનું કરો પાલન
પેટની બધી ગંદકી થઈ જશે સાફ, આ સફેદ વસ્તુને ગોળ સાથે ખાવાનું શરૂ કરી દો

Published On - 7:38 pm, Thu, 14 July 22

Next Article