ગુજરાતમાં કોરોનાના નવા 57 કેસ નોંધાયા, 111 દર્દીઓ સાજા થયા

|

Mar 10, 2022 | 8:19 PM

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 10 માર્ચના રોજ કોરોનાના નવા 57 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક શૂન્ય રહ્યો છે, તેમજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 દર્દીઓ સાજા થયા છે.

ગુજરાતમાં કોરોનાના નવા 57 કેસ નોંધાયા, 111 દર્દીઓ સાજા થયા
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કોરોનાના(Corona)  કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. જેમાં 10 માર્ચના રોજ કોરોનાના નવા 57 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક શૂન્ય રહ્યો છે, તેમજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 111 દર્દીઓ સાજા થયા છે.ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ 99. 06 ટકા થયો છે. જ્યારે રાજ્યમાં આરોગ્ય વિભાગના પ્રયાસોને લીધે અત્યાર સુધી 12,11,929 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 18, ભાવનગરમાં 04, ગાંધીનગરમાં 04, સુરત ગ્રામીણમાં 03, વડોદરામાં 03, બનાસકાંઠામાં 02, ડાંગમાં 02, સુરતમાં 02,વડોદરા ગ્રામીણમાં 02, આણંદમાં 0, ભરૂચમાં 01, દાહોદમાં 01, ગાંધીનગ ર ગ્રામીણમાં 01, ખેડામાં 01, કચ્છમાં 01 અને રાજકોટમાં 01 કેસ નોંધાયો છે.જ્યારે બાકીના જિલ્લા અને શહેરોમાં કોરોનાના એક પણ કેસ નોંધાયો નથી .

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ

ઉલ્લેખનીય છે, રાજ્યમાં કોરોનાના કેસમાં રોજેરોજ ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા સોમવારે કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને મહત્વની જાહેરાત કરાઈ છે. રાજ્યમાં હવે લગ્ન પ્રસંગ અને સામાજીક પ્રસંગમાં લોકોની હાજરીની નિયત સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. સાથે ગૃહ વિભાગે લગાવેલા નિયંત્રણો દૂર કરી દીધા છે. એટલું જ નહીં આ નિયંત્રણો 31મી માર્ચ સુધી જાહેર અને સામાજીક તથા રાજકીય કાર્યક્રમમાં નિયત કરાયેલી સંખ્યાની મર્યાદા દૂર કરવામાં આવી છે. જાહેરસ્થળો પર માસ્ક અને સામાજિક અંતર ફરજીયાતનો નિયમ યથાવત રાખવામાં આવ્યો છે. સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ 2 માર્ચથી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજૂ કરી પ્રવેશ મેળવી શકશે.

વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી

જેમાં કોવિડ એપ્રોપ્રિએટ બિહેવીયર અન્વયે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સીંગ, જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ અને સેનીટાઇઝેશન-વારંવાર હાથ ધોવાના નિયમો યથાવત રહેશે. તેમજ બંધ જગ્યાએ યોગ્ય વેન્ટીલેશન રાખવાનું રહેશે. જ્યારે સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ હવે તા. ર માર્ચ-ર૦ર૨ થી કોવિડ વેક્સિન લીધાનું સ્વપ્રમાણિત પ્રમાણપત્ર રજુ કરી પ્રવેશ મેળવી શકશે. વેક્સિનેશન સર્ટિફિકેટ બતાવવું આવશ્યક રહેશે નહી. તેમજ ભારત સરકાર દ્વારા જારી કરાયેલી કોવિડ સંક્રમણ નિયંત્રણ ગાઇડ લાઇન્સનો તા. ૩૧ માર્ચ ર૦રર સુધી રાજ્યમાં અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : જામનગરઃ સીદસર સાંસદ આદર્શ ગામે પદાધિકારી-અધિકારીઓ સાથે બેઠક યોજતા પૂનમબેન માડમ

આ પણ વાંચો : Kutch: ચાર રાજ્યોમાં ભાજપની જીતનો ઉત્સાહ, મુન્દ્રામાં બુલડોઝર સાથે રાખી અનોખી ઉજવણી

 

Published On - 7:42 pm, Thu, 10 March 22

Next Article