ગુજરાતમાં નવરાત્રી પૂર્વે કોરોનાના વળતાં પાણી, નવા 102 કેસ નોંધાયા

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં નવરાત્રી(Navratri 2022)  પૂર્વે કોરોનાના વળતાં પાણી જોવા મળી રહ્યા છે. જેમાં 25 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 102 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં નવરાત્રી પૂર્વે કોરોનાના વળતાં પાણી, નવા 102 કેસ નોંધાયા
Gujarat Corona Update
| Edited By: | Updated on: Sep 25, 2022 | 7:48 PM

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona)  કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. જેમાં નવરાત્રી(Navratri 2022)  પૂર્વે કોરોનાના વળતાં પાણી જોવા મળી રહ્યા છે. જેમાં 25 સપ્ટેમ્બરના રોજ કોરોનાના નવા 102 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 1012 થવા પામી છે. જ્યારે કોરોના રિકવરી રેટ 99.05 ટકા થયો છે. જ્યારે કોરોનાથી આજે 92 દર્દીઓ સાજા થયા છે. જ્યારે કોરોનાના નવા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 38, સુરતમાં 24, વડોદરામાં 10, બનાસકાંઠામાં 04, રાજકોટમાં 04, ગાંધીનગર જિલ્લામાં 03, સુરત જિલ્લામાં 03, કચ્છમાં 02, મહેસાણામાં 02, રાજકોટમાં 02, સાબરકાંઠામાં 02, ભરૂચમાં 01, ભાવનગરમાં 01, ભાવનગર જિલ્લામાં 01, મોરબીમાં 01, પંચમહાલમાં 01 અને વલસાડમાં 01 કેસ નોંધાયો છે.

નવરાત્રી અને અન્ય તહેવારોમાં સાચવજો

ગણેશ ઉત્સવનો તહેવાર પૂરો થતા હવે નવરાત્રીની તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે. તે બધા વચ્ચે નવરાત્રીના આયોજનમાં ભીડ જમા થઈ શકે છે. જેના કારણે કોરોના સંક્રમણમાં પણ વધારો થઈ શકે છે. તેથી તહેવારો દરમિયાન કોરોના નિયમોનું પાલન કરી, સાવચેત રહેવાની જરુર છે. રાજ્યમાં સોમવારથી નવરાત્રી પર્વનો
પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં મોટાભાગના પાર્ટી પ્લોટોના ગરબાનું  આયોજન કરવામાં આવ્યું છે . તેમજ રાજ્યમાં સરકાર દ્વારા અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પણ કોરોના સબંધી સાવચેતી રાખવા તાકીદ કરવામાં આવી છે.

 

 

Published On - 7:43 pm, Sun, 25 September 22