ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ, કોરોનાના નવા 529 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 2914 થઈ

|

Jun 29, 2022 | 7:44 PM

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના નવા કેસોની સંખ્યા 400 થી ઉપર હતી. જે આજે વધીને 500ને પાર પહોંચી છે. તેમજ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2914 થવા પામી છે.

ગુજરાતમાં કોરોના બ્લાસ્ટ, કોરોનાના નવા 529 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 2914 થઈ
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં(Gujarat) કોરોનાના(Corona)  કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 29 જુનના રોજ કોરોનાના નવા 529 કેસ નોંધાતા સરકારની ચિંતામાં વધારો થયો છે. જેમાં છેલ્લા બે દિવસથી કોરોનાના નવા કેસોની સંખ્યા 400 થી ઉપર હતી. જે આજે વધીને 500ને પાર પહોંચી છે. તેમજ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 2914 થવા પામી છે. આ દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ કોરોનાના સામાન્ય લક્ષણ હોવાના લીધે તે હોમ આઇસોલેટ છે.

અમદાવાદમાં સૌથી વધુ  226 કેસ નોંધાયા

કોરોનાના આજે  નોંધાયેલ કેસોમાં  અમદાવાદમાં સૌથી વધુ  226, સુરતમાં 79, વડોદરામાં 53, સુરત જિલ્લામાં 20, વલસાડમાં 20, કચ્છમાં 13, નવસારીમાં 13, મહેસાણામાં 12, રાજકોટમાં 12, ભરૂચમાં 10, ગાંધીનગરમાં 10, ગાંધીનગર જિલ્લામાં 08, જામનગરમાં 07, અમદાવાદ જિલ્લામાં 06, વડોદરામાં 06, આણંદમાં 05, પાટણમાં 05, ભાવનગરમાં 04, દાહોદમાં 03, પંચમહાલમાં 03, સાબરકાંઠામાં 03, અમરેલીમાં 02, બનાસકાંઠામાં 02, દ્વારકામાં 02, મોરબીમાં 02, પોરબંદરમાં 02, સુરેન્દ્રનગરમાં 02, ભાવનગરમાં 01, ગીર સોમનાથમાં 01, જામનગરમાં 01, ખેડામાં 01 અને રાજકોટમાં 01 કેસ નોંધાયો છે.

રાજ્ય સરકારની ચિંતા પણ વધારો

જેના લીધે રાજ્ય સરકારની ચિંતા પણ વધારો થયો છે. આ તરફ રાજ્યના આરોગ્ય પ્રધાન પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. તેમજ રાજ્યના અનેક જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. જેમાં અમદાવાદ શહેર ફરી એક વાર કોરોનાનું એપીસેન્ટર બની રહ્યું છે. જેના પગલે હાઇકોર્ટ દ્વારા અત્યારથી જ કોરોનાના વધતાં કેસના પગલે સાવચેતી શરૂ કરી છે. તેમજ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ શાળાઓમાં પણ બાળકો માટે માસ્ક ફરજિયાત કરવા પણ જણાવ્યું છે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને લઈ હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું કે કોર્ટ રૂમમાં લોકોનો જમાવડો ટાળવો જોઈએ. કોર્ટ રૂમમાં વકીલ, ફરિયાદી કે આરોપી સિવાયના લોકોએ હાજર રહેવાની જરૂર જ નથી. ગુજરાત સરકાર કોરોના નિયમોનો પાલન કરાવે છે ત્યારે લોકોએ પણ વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા

અમદાવાદ બાદ સુરતમાં પણ  કોરોનાના કેસો ફરીથી વધવા લાગ્યા છે. હાલમાં જે રીતે રોજે રોજે કોરોનાના કેસોમાં વધારો થઇ રહયો છે તેના પરથી ચોથી લહેરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં વર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોના સંક્ર્મણ પીકઅપ મોડમાં આવી જતા નવી સિવિલ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું છે.  નવી સિવિલ હોસ્પિટલમાં આવેલ કોવિડ હોસ્પિટલમાં ફરીથી વોર્ડ,ઓપીડી અને સારવારના સાધનો સહીત જરૂરી વ્યવસ્થાઓ સાથે તેને પણ  એક્ટિવ કરી દેવામાં આવી છે.

Published On - 7:20 pm, Wed, 29 June 22

Next Article