Gandhinagar : સુજલામ-સુફલામ જળ અભિયાનનો કોલવડામાં CM ભુપેન્દ્ર પટેલના હસ્તે આરંભ

|

Mar 19, 2022 | 11:18 AM

સુજલામ સુફલામ જળ અભિયાનની રાષ્ટ્રિય કક્ષાએ પ્રશંશા થયેલી છે. 2020માં આ અભિયાનને પ્લેટીનિયમ અને 2021માં ગોલ્ડ કેટેગરી સ્કોચ એવોર્ડ મળેલો છે.

Gandhinagar : સુજલામ-સુફલામ જળ અભિયાનનો કોલવડામાં CM ભુપેન્દ્ર પટેલના હસ્તે આરંભ
Gujarat CM launches Sujlam-Sulfam jal abhiyan in Gandhinagar's Kolavada

Follow us on

આજથી સમગ્ર રાજ્યમાં સુજલામ સુફલામ્ જળ અભિયાન (Sujalam Sufalam Jal Abhiyan)નો પ્રારંભ થયો છે. રાજ્યનાં મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) ગાંધીનગરનાં કોલવડા (Kolvada, Gandhinagar) વડીયા તળાવથી આ અભિયાનનો પ્રારંભ કરાવ્યો. પાંચમા તબક્કાના આ સુજલામ સુફલામ જળ અભિયાન અન્વયે 31 મે 2022 સુધીમાં સમગ્ર રાજ્યમાં 13 હજારથી વધુ કામ હાથ ધરવામાં આવશે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જળસંપત્તિ વિભાગના સહયોગથી 6 જેટલાં વિભાગોએ સાથે મળીને આ અભિયાન ઉપાડયું છે તે માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કોલવડા ગામના તળાવને ઊંડુ કરવાની કામગીરીનો આરંભ કરાવી આ જળ અભિયાન વિધિવત રીતે શરૂ કરાવ્યું હતું. આ વર્ષે આવા કામો દ્વારા જળસંગ્રહ શક્તિમા 15 હજાર લાખ ઘન ફૂટ જેટલો વધારો થવાનો અંદાજ છે. મનરેગા હેઠળ થનારા કામોમાં આ અભિયાન અંદાજે 25 લાખ કરતાં વધુ માનવદિન રોજગારી પૂરી પાડશે.

ગાંધીનગરના કોલવડાના તળાવની હાલની સંગ્રહ ક્ષમતા 9.88 લાખ ઘન ફૂટ છે. જેમાં આજના સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા 5.29 લાખ ઘન ફૂટ વધારો થશે. જેના કારણે આસપાસના ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો પ્રત્યક્ષ અને પરોક્ષ લાભ મળશે, સાથે ગામના પશુઓને પણ પાણીનો લાભ મળશે સાથે ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા જ્યાં જેટલો વરસાદ થાય ત્યાં જ તેનો સંગ્રહ થાય તેવા ઉમદા હેતુસર લોકજાગૃતિ કેળવવા વર્ષ 2018થી આ જળ યોજના ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં 2018થી 2021 સુધી જળસંગ્રહ શક્તિના અનેક કામ પૂર્ણ થયા છે. પાછલા ચાર વર્ષમાં 389 જેટલા તળાવ અને ચેકડેમ ઉંડા કરવામાં આવ્યા છે. તો ખેત અને વન તલાવડીના 63 કામ પૂર્ણ થયા છે. જ્યારે વરસાદી પાણીની સાફ-સફાઈ, રેઈન વોટર હાર્વેસ્ટિંગ, કાંસની સાફ-સફાઈ સહિતના 206 જેટલા કામ પૂર્ણ થયા છે.

સુજલામ-સુફલામ યોજના હેઠળ જળસંચયના થયેલા કામથી ગાંધીનગર જિલ્લાની જળ સંગ્રહશક્તિમાં 29.73 લાખ ઘન ફૂટનો વધારો થયો છે. જળસંગ્રહના કામો પૂર્ણ થતા ખેડૂતોને સિંચાઈમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સીધો ફાયદો મળશે. ગાંધીનગરમાં ખેડૂતોને પાણીની ઘટ ન રહેતા તમામ સિઝનમાં સરળતાથી પાક લઈ શકશે.

સરકારી આંકડા પ્રમાણે વર્ષ 2018થી વર્ષ 2021ના વર્ષોમાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત 56698 કામો થયા છે. 21402 તળાવો ઉંડા કરવાના અને નવા તળાવોના કામો તથા 11204 નવા ચેકડેમના કામો અને 50353 કિલોમીટર લંબાઇમાં નહેરો અને કાંસની સાફ-સફાઈના કાર્યો કરવામાં આવ્યા છે. 4 વર્ષમાં આ કામોના પરિણામે કુલ 61781 લાખ ઘન ફૂટ જેટલો જળસંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે આ ઉપરાંત 156.93 લાખ માનવદિન રોજગારી ઊભી થઈ છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઓછા પાણીએ તથા રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવી સાચા અર્થમાં ધરતીમાતાને સુફલામ સુજલામ બનાવવા આ અભિયાનમાં વધુને વધુ લોકો જોડાય તેવું પ્રેરક આહવાન કર્યું હતું

ઉલ્લેખનીય છે કે સુજલામ સુફલામ જળ અભિયાનની રાષ્ટ્રિય કક્ષાએ પ્રશંશા થયેલી છે. 2020માં આ અભિયાનને પ્લેટીનિયમ અને 2021માં ગોલ્ડ કેટેગરી સ્કોચ એવોર્ડ મળેલો છે.

આ પણ વાંચો-

Mehsana: આખજના પિતા-પુત્રએ દેશભરમાં 200 લોકો સાથે કરી કરોડોની છેતરપિંડી, હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ

આ પણ વાંચો-

Gir Somnath: કેસર કેરીના ચાહકો માટે માઠા સમાચાર, આ વર્ષે બમણા રુપિયા ચુકવી માણવો પડશે કેસર કેરીનો સ્વાદ

Published On - 10:41 am, Sat, 19 March 22

Next Article