ગુજરાતમાં કોરોના સ્થિતીને લઇને સીએમ ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ

|

Nov 23, 2021 | 7:18 PM

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અને રસીકરણ અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.રાજ્યમાં કોરોનાના કેસ કાબૂમાં હોવાથી આગામી સપ્તાહે સરકાર કોરોના નિયંત્રણો અંગે નિર્ણય લઇ શકે છે

ગુજરાતના (Gujarat) લોકોને કોરોનાના (Corona)નિયમોમાં વધુ છૂટછાટ મળી શકે છે . જેમાં આગામી સપ્તાહે કોરોનાના નિયંત્રણોને હળવા કરવા અંગે રાજ્ય સરકાર (Government) નિર્ણય લઇ શકે છે.રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સમીક્ષા બેઠક યોજી હતી.કોર કમિટીની બેઠકમાં આરોગ્ય પ્રધાન અને ગૃહરાજ્ય પ્રધાન સાથે ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા બેઠક યોજી હતી.

જેમાં કોરોનાની સ્થિતિ અને રસીકરણ અંગે ચર્ચા કરવામાં આવી હતી.રાજ્યમાં કોરોનાના કેસ કાબૂમાં હોવાથી આગામી સપ્તાહે સરકાર કોરોના નિયંત્રણો અંગે નિર્ણય લઇ શકે છે.એટલું જ નહીં વધુ છૂટછાટ અંગે પણ સરકાર વિચારણા કરી રહી છે.

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કોરોનાના નિયમો હળવા કરવા અંગે સંકેત આપ્યા હતા.લોકોને માસ્ક સહિતમાંથી છૂટકારો મળી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 20 દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે . જેમાં જો છેલ્લા બે દિવસની વાત કરીએ તો કોરોનાના કેસ 30ની નીચે રહ્યા છે. તેમજ 12 જિલ્લામાં કોરોનાના એક પણ કેસ નોંધાયો નથી. કોરોનાના સૌથી વધુ કેસ શહેરોમાં જોવા મળી રહ્યા છે જેમાં અમદાવાદ અને વડોદરામાં કોરોનાના વધુ કેસો જોવા મળી રહ્યા છે.

જેના પગલે શહેરી વિસ્તારોમાં સરકારે કોરોના ટેસ્ટિંગની શરૂઆત કરી છે અને કોરોના વેક્સિનના બીજા ડોઝ માટે પણ ભરપૂર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો :  અમદાવાદમાં માણેકચંદ ગુટખાના ડિસ્ટ્રીબ્યુટર પર IT રેડમાં 7 કરોડથી વધુની રોકડ જપ્ત

આ પણ વાંચો : રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં, પરીક્ષાના પેપરને લઇને છબરડો

Published On - 7:10 pm, Tue, 23 November 21

Next Video