ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ મંગળવારે ગિફ્ટ સિટીની મુલાકાત લેશે

|

Nov 29, 2021 | 8:19 PM

ગિફ્ટ સિટીમાં વાયબ્રન્ટ સમિટ દરમિયાન ઇન્ટરનેશનલ બુલિયન એકચેન્જની શરૂઆત થવાની છે. જેનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) વાયબ્રન્ટ સમિટ 2022 (Vibrant Summit 2022 )દરમિયાન ગિફ્ટ સીટીની(Gift City) મુલાકાત લેવાના છે. જેના પગલે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel)મંગળવારે ગિફ્ટ સીટીની મુલાકાત લેશે. આ મુલાકાત દરમ્યાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ રીવ્યુ બેઠક યોજશે.

ગિફ્ટ સિટીમાં વાયબ્રન્ટ સમિટ દરમિયાન ઇન્ટરનેશનલ બુલિયન એકચેન્જની શરૂઆત થવાની છે. જેનું પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન થવાનું છે. આ પૂર્વે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામણે ગિફ્ટ સિટીની મુલાકાત લઇને તેની સમીક્ષા કરી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે 20 નવેમ્બરના શનિવારે નિર્મલા નિર્મલા સીતારમણ ગાંધીનગર ગિફ્ટ સિટીની(Gift City) મુલાકાત લીધી હતી.નિર્મલા સીતારમણ ગિફ્ટ સિટીને લઈને નાણા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. GIFT સિટીના રોકાણકારો, સ્ટોક હોલ્ડર્સ સાથે કેન્દ્રીય મંત્રીએ બેઠક યોજી હતી.

જેમાં દેશના પહેલા આંતરરાષ્ટ્રીય ફાઈનાન્સ સીટીને વેગવંતુ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી. સાથે જ વાઈબ્રન્ટ સમિટમાં GIFT સિટીમાં રોકાણકારોને આકર્ષવા કવાયત પણ હાથ ધરાઇ, સાથે જ પોલિસી મેકિંગ માટે પણ પરામર્શ કર્યો હતો.તથા, GIFT સિટીના વિકાસ માટેના પ્રશ્નો અને આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી. દેશના પ્રથમ એવા IFSCના વિકાસ અને વૃદ્ધિના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહ્યા હતા.

કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે ગિફ્ટ સીટીની મુલાકાત દરમિયાન મોટી જાહેરાત કરી હતી. જેમાં ગિફ્ટ સીટીમાં આઇટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા 269.5 કરોડ રકમની ફાળવણી કરવામાં આવી છે. ગિફ્ટ સીટીમાં બિલ્ડીંગ હેડ ક્વાર્ટર બનાવવા 200 કરોડની ફાળવણીની જાહેરાત કેન્દ્રીય મંત્રીએ કરી હતી.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં ટેકાના ભાવે મગફળીની મંદ ગતિએ થઈ રહી છે ખરીદી : લલિત વસોયા

આ પણ વાંચો : VADODARA : મહિલા સુરક્ષા સમિતિના ચેરમેનનું મોટું નિવેદન, “દુષ્કર્મના દોષિતોને જાહેરમાં ગોળી મારો”

Published On - 8:14 pm, Mon, 29 November 21

Next Video