Gujarat માં CM ભૂપેન્દ્ર પટેલે ડ્રોન ટેકનોલોજી દ્વારા ઈફકો નેનો યુરીયા છંટકાવ યોજનાનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો

|

Aug 05, 2022 | 4:49 PM

ગુજરાતમાં( Gujarat) કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ફકત 20 મીનીટમાં 1 હેકટર જેટલા વિસ્તારમાં ૨૫ લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે અને ખેત મજુરની સમસ્યાનું નિવારણ થઈ શકે છે ખેડૂતોનો સમય અને ઉર્જા બચાવી

Gujarat માં CM ભૂપેન્દ્ર પટેલે ડ્રોન ટેકનોલોજી દ્વારા ઈફકો નેનો યુરીયા છંટકાવ યોજનાનો રાજ્ય વ્યાપી પ્રારંભ કરાવ્યો
Gujarat CM Bhupendra Patel Launch Drone Technology Project In Agricultural

Follow us on

ગુજરાતના (Gujarat) સીએમ ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર જિલ્લાના ઇસનપૂર મોટા ગામેથી ડ્રોન ટેકનોલોજી(Dron Technology)દ્વારા ઈફકો નેનો યુરીયા (Urea)છંટકાવ યોજનાનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. આ નવીન ડ્રોન ટેકનોલોજી તેમજ નેનો યુરિયા (પ્રવાહી) ખેડૂતો સુધી પહોંચાડવાના ભાગરૂપે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા કૃષિ ક્ષેત્રે જંતુનાશક દવાઓ અને નવીન સંશોધિત નેનો યુરિયા ના છંટકાવમાં સરળતા રહે અને ખેડૂતો ઝડપથી આ ટેકનોલોજી અપનાવે તેવા શુભ આશયથી થી ડ્રોન દ્વારા છંટકાવની આ નવીન યોજના અમલમાં મુકવામા આવી છે.

તેમણે ધરતી પુત્રોને પ્રાકૃતિક ખેતી અપનાવવા પણ હિમાયત કરી હતી

આ સંદર્ભે મુખ્યમંત્રીએ ક્હ્યુંકે જમીનનો રસ કસ બચાવવા આવી ખેતી હવેના સમયની માંગ છે.વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ દેશમા હરેક ક્ષેત્રે ટેકનોલોજીનો ઉપયોગ કરીને નાનામાં નાના માનવીને સુખ સુવિધા આપી વિકાસની મુખ્ય ધારામા લાવવાની જે જનહિત યોજનાઓ અમલી બનાવી છે તેનો લાભ સુપેરે પહોંચાડવા ગુજરાતમાં તેમની ટીમ સતત કર્તવ્યરત છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અવસરે ઉપસ્થિત સૌને હર ઘર તીરંગા અભિયાનમાં ઉત્સાહ પૂર્વક જોડાઈ આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાઈ પ્રધાનમંત્રી ના આહ્વાનને ઝીલી લેવાં અનુરોધ કર્યો હતો

20 મીનીટમાં 1 હેકટર જેટલા વિસ્તારમાં 25 લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય

જેમાં કૃષિ ક્ષેત્રમાં ડ્રોન ટેકનોલોજીના ઉપયોગથી ફકત 20 મીનીટમાં 1 હેકટર જેટલા વિસ્તારમાં ૨૫ લીટર પાણી દ્વારા દવા છંટકાવ કરી શકાય છે અને ખેત મજુરની સમસ્યાનું નિવારણ થઈ શકે છે ખેડૂતોનો સમય અને ઉર્જા બચાવી ખેડૂતોને સમૃધ્ધ બનાવવા માટે કૃષિમાં યાંત્રિકીકરણને પ્રોત્સાહન અંતર્ગત “કૃષિ ક્ષેત્રમાં અદ્યતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) નો ઉપયોગ” યોજના હેઠળ કુલ રૂ.૩૫ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનામાં કુલ 1.40 લાખ એકર વિસ્તાર આવરી લેવાનું આયોજન છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ યોજના હેઠળ ખેડૂતને એક એકર માં ડ્રોન દ્વારા છંટકાવ માટે વધુમાં વધુ રૂ.500 /- સહાય આપવામાં આવશે અને જમીન ખાતા દીઠ નાણાકીય વર્ષમાં વધુમાં વધુ કુલ પાંચ એકર અને વધુમાં વધુ પાંચ છંટકાવની મર્યાદામાં કુલ રૂ. 2500 /-ની મર્યાદામાં સહાય મળવા પાત્ર રહેશે મુખ્યમંત્રીએ રાજ્યના કિસાનોની આવક બમણી કરવાના તેમજ વિવિધ પાકોના વાવેતરથી વેચાણ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારના ખેડૂત કલ્યાણ લક્ષી આયોજનની ભૂમિકા આપી હતી. ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણી,ધારાસભ્ય શંભુજી ઠાકોર તેમજ અગ્રણીઓ અને સચિવ ભીમાજીયાની,કૃષિ નિયામક સોલંકી અને ખેડૂતો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા

Published On - 4:46 pm, Fri, 5 August 22

Next Article