ગુજરાતમાં ઓમીક્રોનની એન્ટ્રી બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપ્યું આ મોટું નિવેદન

|

Dec 05, 2021 | 2:33 PM

અમદાવાદ એરપોર્ટ પર દરરોજ રોજની સાતથી આઠ દેશોની ફ્લાઇટ આવે છે. તેમજ સરકાર પાસે તમામ પ્રકારોનો ડેટા છે. વિદેશથી આવેલા પ્રવાસીઓનો ડેટા રાખાય છે.

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona) ઓમીક્રોન(Omicron)વેરીએન્ટ એન્ટ્રી વચ્ચે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે રાજ્યમાં નિયમોનું કડક પાલન કરાશે. તેમજ જોખમ પાત્ર તમામ દેશોથી આવતી ફ્લાઇટની યાત્રીઓનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમજ આ યાત્રીઓના રિપોર્ટ નેગેટિવ આવે તો જ ઘરે મોકલાશે.

તેમજ આરટીપીસીઆર ટેસ્ટ બાદ પ્રવાસીઓને છૂટ અપાય છે. તેમજ ઘરે જઇને ક્વોરન્ટાઇન કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત રોજે રોજ આવતી ફલાઇટનું મોનીટરિંગ કરવામાં આવે છે.

તેમણે ટીવીનાઈન સાથેની વાતચીતમાં ઉમેર્યું હતું કે અત્યારે અમદાવાદ એરપોર્ટ પર દરરોજ રોજની સાતથી આઠ દેશોની ફ્લાઇટ આવે છે. તેમજ સરકાર પાસે તમામ પ્રકારોનો ડેટા છે. વિદેશથી આવેલા પ્રવાસીઓનો ડેટા રાખાય છે.

આ ઉપરાંત રાજ્યમાં હાલ સરેરાશ દરરોજ 45થી 50 સરેરાશ પોઝિટિવ કેસ આવે છે. તેમજ હાલમાં પોઝિટિવ કેસના કોન્ટેક્ટ ટ્રેસ કરાય છે અને દરેક દર્દીઓની સમયાંતરે તપાસ કરાય છે. આ ઉપરાંત એરપોર્ટ પર મુસાફરોના સરળતાથી ટેસ્ટ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેમજ કોરોના SO છે તેનું પાલન કરાશે. આ ઉપરાંત અધિકારી હોય કે નાગરિકો નિયમો બધા માટે સરખા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જામનગરમાં વિદેશથી આવેલા એક વ્યક્તિને ઓમીક્રોનના સંક્રમણ હોવાની પૃષ્ટી કરવામાં આવી છે. જેની બાદ સ્થાનિક વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું છે તેમજ કોન્ટેક ટ્રેસિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો: વડોદરામાં ગાયની અડફેટે આવ્યા ભાજપના નેતા, હોસ્પિટલમાં ખસેડાયા

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાના વધતાં કેસ વચ્ચે લોકો બેદરકાર, એસ. ટી. સ્ટેન્ડ પર જોવા મળ્યા આ દ્રશ્યો 

Published On - 2:17 pm, Sun, 5 December 21

Next Video