Gujarat Cabinet Reshuffle : નીમાબેન આચાર્યને બનાવાશે કાર્યકારી અધ્યક્ષ

|

Sep 16, 2021 | 1:01 PM

ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ ધારાસભ્ય નીમા બહેન  આચાર્યને  બનાવવામાં આવ્યા છે.

ગુજરાત(Gujarat) ના સીએમ ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) ના નવા મંત્રીમંડળની શપથવિધિને હવે ગણતરીનો સમય જ બાકી છે. તેવા સમયે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ રાજીનામું આપી દીધું છે. તેમનો નવા મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેના પગલે ગુજરાત વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ ધારાસભ્ય નીમા બહેન  આચાર્યને(Nimaben Acharya)  બનાવવામાં આવ્યા છે.

ધારાસભ્ય નીમા બહેન આચાર્યએ આ અંગે ટીવીનાઇન સાથે વાતચીત કરી હતી. તેમજ પ્રદેશ નેતૃત્વ અને પીએમ મોદી અને અમિત શાહનો આ તકે આભાર વ્યક્ત કર્યો હતો. તેમજ નવી ટીમ સારું પર્ફોમ કરશે.

ઉલ્લેખનીય છે કે, રાજેન્દ્ર ત્રિવેદીએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધુ છે.વિધાનસભાના ઉપાધ્યક્ષને સંબોધીને તેમણે રાજીનામું લખ્યું છે. ગુજરાત વિધાનસભાના સચિવે જાણકારી આપી છે કે 16 સપ્ટેમ્બર બપોર પહેલાથી વિધાનસભાનું અધ્યક્ષ પદ ખાલી પડ્યું છે.

ગુજરાત(Gujarat)માં સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel) નવા મંત્રીમંડળની ગુરુવારે બપોરે 1. 30 વાગે શપથવિધિ છે. જો કે તે પૂર્વે નવા મંત્રીઓના નામને લઇને અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ગુજરાતના પ્રભારી ભુપેન્દ્ર યાદવ, સીએમ ભુપેન્દ્ર પટેલ તથા સી. આર. પાટીલ વચ્ચે બંધ બારણે બેઠક યોજાઇ હતી.

ગુજરાતના(Gujarat) સીએમ ભૂપેન્દ્ર પટેલના(Bhupendra Patel) નવા મંત્રીમંડળની ગુરુવારે બપોરે 1. 30 વાગે વિધિવત રીતે શપથવિધિ થશે. જેમાં બુધવારે સાંજે યોજાનારા શપથવિધિ કાર્યક્રમને સિનિયર નેતાઓની નવા નામોને લઇને નારાજગી લઇને મોકૂફ રાખવામાં આવ્યો હતો.જેમાં નવા મંત્રીમંડળની પસંદગીમાં નો રિપીટ થીયરીની ચર્ચા બાદ સમગ્ર પેચ ફસાયો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં નવા મંત્રીમંડળમાં મંત્રીઓના નામ લગભગ નક્કી , આટલા ધારાસભ્યોને શપથ લેવા આવ્યા ફોન

આ પણ વાંચો : અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો રદ, ગૃહ વિભાગનો આદેશ

 

Published On - 12:46 pm, Thu, 16 September 21

Next Video