ગુજરાતમાં(Gujarat) છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલો પોલીસ ગ્રેડ પે(Police Grade Pay)મુદ્દો ધીરે ધીરે ઉગ્ર સ્વરૂપ પકડી રહ્યો છે. જેમાં મંગળવારે આ મુદ્દે ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ(Harsh Sanghvi)આંદોલન કરી રહેલા પોલીસ પરિવારના સભ્યો સાથે બેઠક કરી હતી. તેમજ આ મુદ્દા સહિત બીજા મુદ્દે પણ સમિતિ બનાવવાની તૈયારી પણ દર્શાવી હતી. જો કે તેમ છતાં બુધવારે પણ આ મુદ્દે સતત આંદોલન(Agitation)ચાલી રહ્યું છે.
જેને લઇને કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ(Jiti Vaghani)નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે સરકાર આ મુદ્દે સરકાર ખુલ્લા મને વાત કરવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી વાતચીત કરી રહ્યા છે.સાથે જ તેમણે આ પોલીસ કર્મચારીઓને અપીલ કરી છે કે, કાયદો વ્યવસ્થા ના ખોરવાય એનું ધ્યાન રાખે. જીતુ વાઘાણીએ એમ પણ કહ્યું કે કર્મચારીઓની સાચી બાબતમાં સરકાર હકારાત્મક વિચારી રહી છે.
ગુજરાતમાં(Gujarat)પોલીસ ગ્રેડ પે( Police Grade Pay)ના મુદ્દે શરૂ થયેલું આંદોલન(Agitation)હજુ પણ યથાવત છે. આ દરમ્યાન ગુજરાતના પોલીસ વડાએ સીએમ ભૂપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel)સાથે મુલાકાત કરી છે. તેમજ ગ્રેડ પે મુદ્દે જરૂરી ચર્ચા પણ કરી છે. જેમાં ગુજરાતના ડીજીપી(DGP)સ્વર્ણિમ સંકૂલ પહોંચ્યા હતા. આ પૂર્વે મંગળવારે પોલીસ પરિવાર સાથે બેઠક બાદ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ આ મુદ્દે સમિતિની રચના કરવાની વાત કરવામાં આવી હતી. જો કે તેમ છતાં સતત આંદોલન ચાલુ રહ્યું છે.
ગુજરાતમાં પોલીસ કોન્સ્ટેબલના ‘ગ્રેડ પે’ને લઈને બુધવારે પણ આંદોલન યથાવત રહ્યું છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવેલા પોલીસ અને તેના પરિવારો તેમના મુદ્દાઓ નક્કી કરશે અને પોલીસ ગ્રેડ પેના મુદ્દાઓ આજે લેખિતમાં સરકારને સોંપશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસ પરિવારજનોની મહિલાઓ આંદોલન પર ઉતરી હતી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે સમગ્ર મામલે ચર્ચા થઇ હતી.
આ બેઠકમાં 6 મુદ્દાઓ પર ચર્ચા કરી તેને ઉકેલવા કમિટીની રચના કરવા જણાવ્યુ હતું.તેમજ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આશ્વાન આપ્યું હતું કે તમામ માગણીઓને વહેલી તકે ઉકેલવામાં આવશે.એવામાં પોલીસકર્મીઓએ કહ્યું હતું કે, જ્યાં સુધી માગણીઓ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે.
આ પણ વાંચો : Guru Pushya Nakshatra 2021: દિવાળી પહેલા ખરીદી માટે કાલે છે શુભ મુહૂર્ત, ગુરુ-પુષ્ય યોગનો ખાસ સંયોગ
આ પણ વાંચો :બોમ્બે હાઈકોર્ટમાં નવાબ મલિક વિરુદ્ધ પિટીશન દાખલ, અરજદારે NCB નું મનોબળ તોડવાનો આરોપ લગાવ્યો