Gujarat Budget 2023-24: સાયન્સ અને ટેકનોલોજી વિભાગ માટે કુલ રૂ. 2193 કરોડની જોગવાઇ, ગત વર્ષની સરખામણીમાં 227 ટકાનો વધારો સૂચવાયો

|

Feb 24, 2023 | 1:46 PM

રાજ્ય કક્ષાના સાયન્‍સ સિટીથી માંડી પ્રાદેશિક અને જિલ્લા કક્ષાના આ કેન્‍દ્રોનુ નેટવર્ક નોલેજબેઝ્ડ સોસાયટીની દિશામાં સરકારનું એક મહત્વનું પગલું છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા વિભાગના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં  227 ટકાનોનો વધારો  સૂચવ્યો છે.

Gujarat Budget 2023-24: સાયન્સ અને ટેકનોલોજી વિભાગ માટે કુલ રૂ. 2193 કરોડની જોગવાઇ, ગત વર્ષની સરખામણીમાં 227 ટકાનો વધારો સૂચવાયો

Follow us on

ગુજરાતનું વર્ષ 2023-24નું બજેટ નાણામંત્રી કનુ દેસાઈએ રજૂ કર્યું હતું.  નાણાપ્રધાન કનુ દેસાઈએ રુપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કર્યું હતું. જેમાં બજેટમાં નવા કોઇ કરવેરાની જાહેરાત  કરવામાં નથી આવી.  આજે રજૂ થયેલા બજેટમાં  શિક્ષણ વિભાગ માટે સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે તેમજ વિજ્ઞાન અન ટેકનોલોજી વિભાગ માટે કુલ રૂપિયા  2193 રૂપિયાની ફાળવણી કરવમાં આવી છે નાણામંત્રી કનુ દેસાઈએ  વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા વિભાગના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં 227  ટકાનો વધારો સૂચવ્યો હતો.

આઇ.ટી., ઇલેકટ્રોનિક, સેમી-કોન જેવી નીતિઓનો અમલ કરી આધુનિક ટેકનોલોજી આધારિત ઉદ્યોગો અને સેવાકીય ક્ષેત્રો દ્વારા આર્થિક વિકાસ માટે રાજ્યમાં સાનુકૂળ વાતાવરણ ઊભું કરવા સરકાર કાર્યરત છે. ગ્રામ્યસ્તરે ડિમાન્‍ડ આધારિત ડિજિટલ કનેક્ટિવીટી ઉપલબ્ધ કરાવી વિશ્વકક્ષાની ડિજિટલ સેવાઓ પૂરી પાડવાનું અને ડિજિટલ વ્યવહારોને ઉતેજન આપવાનું સરકારનું લક્ષ્ય છે.

વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓની અભિરૂચી કેળવવા વિજ્ઞાન કેન્‍દ્રોનો વ્યાપ વધારી જિલ્લાકક્ષાએ આવા કેન્‍દ્રો સ્થાપવાનો નિર્ણય કરેલ છે. રાજ્ય કક્ષાના સાયન્‍સ સિટીથી માંડી પ્રાદેશિક અને જિલ્લા કક્ષાના આ કેન્‍દ્રોનુ નેટવર્ક નોલેજબેઝ્ડ સોસાયટીની દિશામાં સરકારનું એક મહત્વનું પગલું છે. વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી ક્ષેત્રને વધુ પ્રોત્સાહન આપવા વિભાગના બજેટમાં ગત વર્ષની સરખામણીમાં  227 ટકાનો વધારો  સૂચવ્યો છે.

ભારતીય રૂપિયાનું દુનિયાના આ 5 દેશોમાં છે જબરદસ્ત વર્ચસ્વ, જાણો નામ
પાકિસ્તાનથી ભારત આવે છે આ રોજીંદી ઉપયોગી વસ્તુ, જાણો નામ
આપણા ખાવામાં સૌથી ખરાબ વસ્તુ કઈ છે? જાણો
Real Estate Investment : આ બોલિવૂડ સ્ટાર્સનું રિયલ એસ્ટેટમાં છે મોટું રોકાણ, જાણો નામ
Jioનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન લોન્ચ ! 3 મહિનાની વેલિડિટી, માત્ર આટલી છે કિંમત
Tulsi : પર્સમાં રાખો આ એક વસ્તુ, ક્યારેય નહીં થાય રુપિયાની અછત

• સેમી કન્‍ડકટર પોલિસી હેઠળ સેમી કન્‍ડકટર અને ડિસ્પ્લે ફેબ તેમજ ઓસેટ ફેસીલીટી માટે  524 કરોડની જોગવાઇ.

• ઈલેક્ટ્રોનિક પોલિસી હેઠળ ઇલેકટ્રોનિકસ ક્ષેત્રના ઉદ્યોગો માટે  રૂપિયા 125  કરોડની જોગવાઈ.

• આઇ.ટી. પોલિસી હેઠળ રોકાણોને પ્રોત્સાહન આપી રોજગારીનું સર્જન કરવા 70 કરોડની જોગવાઇ.

• સાયન્સ સિટી ખાતે ભારત સરકારની સંસ્થા InSpace સાથે મળીને સ્પેસ મેન્યુફેકચરીંગ ક્લસ્ટરનો વિકાસ કરવા માટે  રૂપિયા  12 કરોડની જોગવાઇ.

• આઇ.ટી. અને સ્ટાર્ટઅપ કલ્ચરના સર્વાંગી વિકાસ હેતુ સાયન્સ સિટી ખાતે આઈ. ટી. અને સાયન્સ પાર્કના વિકાસ માટે 10 કરોડની જોગવાઈ.

• સાયન્‍સ સિટીના વિકાસના માસ્ટર પ્લાનના ભાગરૂપે નવા ક્ષેત્રો ડિફેન્‍સ અને એવિએશનની ગેલેરી સ્થાપવા  રૂપિયા 250 કરોડનું આયોજન છે. જેના માટે રૂપિયા 22 કરોડની જોગવાઇ.

• રાજ્યમાં 8 સ્થળોએ રિજીયોનલ સાયન્‍સ સેન્‍ટર અને બાકીના તમામ જિલ્લાઓમાં જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રની સ્થાપના અને સંચાલન માટે  રૂપિયા 233 કરોડની જોગવાઇ.

• ગ્રામ્ય ક્ષેત્રે ડિજીટલ ડિવાઇડ ઓછું કરવા ડિજિટલ વિલેજ સ્કીમ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં FTTH (Fiber To The Home)કનેક્શન આપવાની યોજના માટે  રૂપિયા 120 કરોડની જોગવાઈ.

Published On - 1:39 pm, Fri, 24 February 23

Next Article