Gujarat Budget 2023-24: ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂપિયા 8738 કરોડની જોગવાઇ, કિસાન સૂર્યોદય યોજના માટે 1570 કરોડ તથા નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે 1010  કરોડની જોગવાઇ

|

Feb 24, 2023 | 12:45 PM

સબ સ્ટેશનની આસપાસની સરકારી ફાજલ જમીન પર 2500 મેગાવોટની ક્ષમતાના સોલાર પી.વી. પ્રોજેકટની સ્થાપના માટે 1185 કરોડની જોગવાઇ કરવામાં આવી છે તો ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત  1570 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Gujarat Budget 2023-24: ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂપિયા 8738 કરોડની જોગવાઇ, કિસાન સૂર્યોદય યોજના માટે 1570 કરોડ તથા  નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે 1010  કરોડની જોગવાઇ

Follow us on

રાજયનું વર્ષ 2023-24નું બજેટ આજે રજૂ થયું છે જેમાં  ઉર્જા અને  પેટ્રો કેમિકલ્સ વિભાગ માટે રૂપિયા  8738 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આગામી વર્ષોમાં ખેતી, ઘરગથ્થું તેમજ ઔદ્યોગિક ક્ષેત્રે વીજ વપરાશ વધવાની શકયતાઓને ધ્યાને લેતાં રાજ્યની જનતાને અવિરત અને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો મળી રહે તેવા ભવિષ્યલક્ષી આયોજન સરકારે કરેલ છે. રાજ્યના વીજ વપરાશમાં રિન્યુએબલ ઊર્જાનો હિસ્સો વધારવા માટે સૌર અને પવન ઊર્જાનું મોટાપાયે ઉત્પાદન કરવાનું આયોજન છે. ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ અને બચત માટે લોક સહકાર સાથે વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે તેમજ દરેક ક્ષેત્રે એનર્જી ઓડિટની કામગીરીને આગળ ધપાવવામાં આવશે.

• ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત  1570 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

• રીવેમ્પ્ડ ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ અંતર્ગત વીજ વિતરણ માટે માળખાકિય સુવિધાઓનું અપગ્રેડેશન અને સ્માર્ટ મીટરની યોજના માટે 1390  કરોડની જોગવાઇ.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

• વીજ ઉત્પાદન અને ટ્રાન્સમિશન નેટવર્કના સુદ્રઢીકરણ માટે 1330 કરોડ રૂપિયા ની જોગવાઇ.

• સબ સ્ટેશનની આસપાસની સરકારી ફાજલ જમીન પર 2500 મેગાવોટની ક્ષમતાના સોલાર પી.વી. પ્રોજેકટની સ્થાપના માટે 1185 કરોડની જોગવાઇ.

• આદિજાતિ, સાગરકાંઠા તથા અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે 1010  કરોડની જોગવાઇ.

• સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબ-સ્ટેશનો સ્થાપવા માટે 360 કરોડની જોગવાઇ.

• પી.એમ. કુસુમ યોજના અંતર્ગત સોલાર પાવર આધારિત એગ્રીકલ્ચરલ પંપ પૂરા પાડવા માટે કુલ 152 કરોડની જોગવાઇ.

• રસ્તાઓના વિસ્તૃતિકરણમાં અથવા હયાત રસ્તાઓ પર અડચણરૂપ વીજ માળખાનું શિફટીંગ,રિપ્લેસમેન્ટ કરવા માટે 105 કરોડની જોગવાઇ.

• ડિસ્ટ્રીબ્યુશન લોસ ઘટાડવા અને જીવ સુરક્ષા સુનિશ્ચિત કરવા ઓવરહેડ ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કને અન્‍ડરગ્રાઉન્‍ડ કેબલ નેટવર્કમાં તબદીલ કરવા
100 કરોડની જોગવાઇ.

• ખેતીવાડી ફીડરોના હયાત જૂના જર્જરીત વીજ વાયરો, કંડકટર બદલવાની કામગીરી તથા ખેતીવાડી ફીડરોના વિભાજનની કામગીરી કરી ગુણવત્તાસભર વીજ પુરવઠો પૂરો પાડવા 87  કરોડની જોગવાઇ.

• આદિજાતિ વિસ્તારોમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા સાતત્યપુર્ણ અને ગુણવત્તાયુક્ત વીજળી પૂરી પાડવા  રૂપિયા 52  કરોડની જોગવાઇ.

• ઊર્જાના કાર્યક્ષમ ઉપયોગ તેમજ ઊર્જા બચત માટે લોક સહકાર સાથે વિવિધ કાર્યક્રમો હાથ ધરવા તેમજ દરેક ક્ષેત્રે એનર્જી ઓડિટને પ્રોત્સાહન આપવા 20  કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

Published On - 12:37 pm, Fri, 24 February 23

Next Article