આજે વિધાનસભામાં ગુજરાતનું આત્મનિર્ભર બજેટ રજૂ કરવામાં આવ્યુ છે. ભૂપેન્દ્ર પટેલ સરકારની બીજી ટર્મમાં સતત બીજી વખત નાણાપ્રધાન કનુ દેસાઈ બજેટ રજૂ કર્યુ છે. નાણા પ્રધાન કનુ દેસાઈએ 3.1 લાખ કરોડ રુપિયાનું બજેટ રજૂ કર્યું છે. બજેટમાં ગત વર્ષની સરખામણીએ 57,053 કરોડનો વધારો કરાયો છે. શિક્ષણ વિભાગ માટે સૌથી વધારે 43,651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં 15,182 કરોડની ફાળવણી, માર્ગ અને મકાન વિભાગ માટે 20,642 કરોડની જોગવાઈ, પ્રવાસનના વિકાસને વેગવંતો બનાવવા ૨૦૭૭ કરોડની ફાળવણી, સામાજિક ન્યાય અને અધિકારીતા માટે 5580 કરોડની જોગવાઈ, નર્મદાના પાણી કચ્છ સુધી પહોંચાડવા 1970 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તો બજેટમાં કોઈ નવા કરવેરાની જાહેરાત કરવામાં આવી નથી.
અપક્ષ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બજેટને લઇને કહ્યુ કે રાજ્ય સરકારના બજેટને આવકારુ છુ. તેમણે જણાવ્યુ કે, અરવલ્લી જિલ્લામાં નવી મેડિકલ કોલેજ આપવામાં આવી છે. બાયડ-માલપુર તાલુકામાં કોલેજની માંગણી સંતોષવામાં નથી આવી. તો આવાસ યોજનામાં વધારાની માગ પૂર્ણ નથી થઈ.
ધારાસભ્ય જીતુ વાઘાણી દ્વારા બજેટ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે. જીતુ વાઘાણીએ જણાવ્યુ છે કે, લોકોની અપેક્ષા, સપના પૂરું કરતું બજેટ રજૂ થયું છે. મુખ્યમંત્રીની દીર્ઘ દ્રષ્ટિ આ બજેટમાં દેખાય છે. અત્યાર સુધીનું આ સૌથી મોટું બજેટ રજૂ થયું છે. રાજ્યની જનતાની સુખાકારી વધારતું આ બજેટ રજૂ થયું છે. પાંચ સ્તંભ પર બજેટમાં અલગ અલગ જોગવાઈ કરાઇ છે.
જીગ્નેશ મેવાણીએ બજેટને નિરાશાજનક ગણાવ્યું છે. જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યુ કે, ચૂંટણીમાં આપેલા વાયદાઓ કરતા બજેટ અલગ જ છે. રાજસ્થાન સરકાર દ્વારા 500 રુપિયામાં ગેસનો બાટલો આપવાનું વચન આપવામાં આવ્યુ છે. ગુજરાત સરકારે મોંઘવારી સામે લડવા કંઈ ન કર્યું. દલિત, લઘુમતી, આદિવાસીઓ માટે બજેટમાં કંઈ જ આપવામાં આવ્યુ નથી. નર્મદા કેનાલનું નેટવર્ક વધારે લંબાવવા માટેની પણ જોગવાઈ બજેટમાં નથી. શિક્ષણ, આરોગ્ય અંગે બજેટમાં નવું કંઈ જ જોવા ન મળ્યુ.
બજેટ રજૂ કર્યા બાદ નાણા પ્રધાન કનુ દેસાઇએ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યુ હતુ કે, રેવન્યુ સાથે કેપિટલ બજેટમાં વધારો કરાયો છે. અગાઉ નર્મદા યોજના વખતે કેપિટલ બજેટ સારું હતું. આ વર્ષે શહેરી વિકાસ એન્ડ ટુરિઝમ પર ભાર આપવામાં આવ્યો છે. આ સૌથી વધુ રોજગારી આપતા ક્ષેત્રો છે, પ્રવાસન વિભાગને વિકાસ માટે બજેટમાં વધારાની જોગવાઈ કરવામાં આવી છે. RBIનાં નિયમ મુજબની મર્યાદામાં બજેટ રાખવામાં આવ્યું છે. રાજ્ય સરકારનુ હાલનું દેવુ ૩ લાખ 40 હજાર કરોડ જેટલુ દેવુ છે. આવતા વર્ષે દેવુ કુલ 3 લાખ 81 હજાર કરોડ રુપિયા થવાનો અંદાજ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાણાં પ્રધાન કનુ દેસાઇએ રજૂ કરેલા વર્ષ 2023-24ના બજેટને આવકાર્યુ છે. તેમણે ટ્વીટ કરીને લખ્યુ છે કે, ગુજરાતનું વર્ષ 2023-24 નું અંદાજપત્ર રાજ્યના દરેક વર્ગના લોકોની આકાંક્ષાઓ પૂરી કરી પ્રત્યેક ક્ષેત્રના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરશે.
ગુજરાતનું વર્ષ 2023-24 નું અંદાજપત્ર રાજ્યના દરેક વર્ગના લોકોની આકાંક્ષાઓ પૂરી કરી પ્રત્યેક ક્ષેત્રના સર્વાંગી વિકાસને સુનિશ્ચિત કરશે. આ બજેટ થકી અમૃતકાળમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાની માન. પ્રધાનમંત્રીશ્રીની સંકલ્પનામાં ગુજરાત શ્રેષ્ઠ યોગદાન આપશે. #અમૃતકાળમાં_અગ્રેસર_ગુજરાત pic.twitter.com/ohOPAbgsb6
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 24, 2023
ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને પાયાની સુવિધા, માનવ સંસાધનનો વિકાસ, વિશ્વસ્તરીય આંતરમાળખાકીય સવલતો, કૃષિ, ઉદ્યોગ અને સેવાક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓને વેગ તથા ગ્રીન ગ્રોથ જેવા “પાંચ પાયા” પર રચાયેલું આ બજેટ ગુજરાતના આધુનિક વિકાસનો રોડમેપ રજૂ કરે છે. #અમૃતકાળમાં_અગ્રેસર_ગુજરાત pic.twitter.com/UoTIJ6SvRm
— Bhupendra Patel (@Bhupendrapbjp) February 24, 2023
કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગુજરાતના વર્ષ 2023-24ના બજેટને લઇને નિરાશા વ્યક્ત કરી છે. અમિત ચાવડાએ જણાવ્યુ કે, આ બજેટમાં ખેડ઼ૂતોની આશાઓ ઠગારી નિવડી છે. ખેડૂતો માટે નવી કોઇ જાહેરાત નથી. તો બજેટમાં યુવાનો માટે રોજગારીની તકો અંગે કોઇ જાહેરાત કરવામાં આવી નથી. કર્મચારીઓ માટે પણ કોઇ નક્કર આયોજનો કરવામાં આવ્યા નથી.
No announcement for new employment opportunities in #Gujarat Budget 2023-24: #Congress#Gujarat #GujaratBudget2023 #Budget #GujaratBudget #TV9News pic.twitter.com/dzw2Ynaq8I
— Tv9 Gujarati (@tv9gujarati) February 24, 2023
બજેટમાં ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ 937 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 4 લાખથી વધુ ઘરોમાં સોલર રૂફટોપ સ્થાપી 2300 મેગાવોટની ક્ષમતા સાથે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. આ યોજના માટે 824 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 10 હજાર વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ખરીદવાની સહાય માટે 12 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આગામી પાંચ વર્ષમાં રાજ્યની તમામ ગ્રામ પંચાયતોમાં સ્મશાનગૃહોને સુધારેલ સ્મશાનભઠ્ઠી યોજના હેઠળ આવરી લેવામાં આવશે. આ યોજના માટે 7 કરોડની જોગવાઈ, ગૌશાળાઓ તથા અન્ય સંસ્થાઓમાં બાયોગેસ પ્લાન્ટની સ્થાપના માટે 6 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાજ્યમાં SRPની એક મહિલા બટાલિયન ઊભી કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. પોલીસ જવાનો અને અધિકારીઓ માટે યોગ્ય આવાસની સગવડો પૂરી પાડવા સરકારે તબક્કાવાર પોલીસ આવાસોનું નિર્માણ કાર્ય હાથ ધર્યુ છે. જેના અંતર્ગત છેલ્લા પાંચ વર્ષમાં અંદાજે 5700 આવાસોનું નિર્માણ કરવામાં આવેલું છે. આવાસ નિર્માણ માટે ચાલુ વર્ષે 315 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પોલીસતંત્રની કચેરીઓના નિર્માણ અને આધુનિકીકરણ માટે 257 કરોડની જોગવાઇ, મોડાસા જેલના નિર્માણ માટે 22 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 15 જિલ્લાઓમાં સાયબર ક્રાઈમને નાથવા માટે ક્રાઈમ પોલીસ સ્ટેશન શરૂ કરવા માટે 14 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બોમ્બ ડીટેકશન એન્ડ ડીસ્પોઝલ સ્ક્વોડ (BDDS) ટીમોની કામગીરી માટે સાધન-સામગ્રીની ખરીદી કરવા માટે 9 કરોડની જોગવાઈ, ઈ-ગુજકોપની કામગીરી અસરકારક અને ઝડપી બનાવવા ટેબ્લેટની ખરીદી કરવા 6 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા અમારી સરકારે વર્ષ 2016થી ગુજરાતી ચલચિત્રો માટે ગુણવતા સમન્વિત પ્રોત્સાહન નીતિ જાહેર કરેલી છે. ગુજરાતી ફિલ્મોના પ્રોત્સાહન માટે 20 કરોડની જોગવાઇ, પ્રચાર અને પ્રસાર માટે બનાવવામાં આવેલ વિવિધ સાહિત્યનું રાજ્યકક્ષાનું આર્કાઇવ ઊભું કરવા માટે 2 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ઇ-ગવર્નન્સના ક્ષેત્રે વૈશ્વિક કક્ષાએ ઉપલબ્ધ તકોના મહત્તમ ઉપયોગ દ્વારા રાજ્ય વહીવટને આધુનિક સ્વરૂપ આપવા અને કર્મયોગીઓની ક્ષમતાને સુદ્રઢ કરવા માટે આઇ.ટી. એનેબલ્ડ એચ.આર.નું આયોજન કરવામાં આવ્યુ છે. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે 1310 કરોડની જોગવાઇ, સમતોલ વિકાસ કરવા માટે નીતિ આયોગ દ્વારા નિયત કરેલ એસ્પિરેશનલ તાલુકાઓના વિકાસ માટે 13 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
રાજ્યની સબ રજીસ્ટ્રાર કચેરીઓના કોમ્પ્યુટરાઇઝેશન અને આધુનિકીકરણ કરવાનું મોટું અભિયાન હાથ ધરવાનું સરકારે નક્કી કર્યું છે. પાટણ ખાતે નવી કલેકટર કચેરી અને ઈડર, બાબરા, ઉપલેટા, માળીયા (હાટીના), ઉંઝા અને ભિલોડા ખાતે મામલતદાર કચેરીઓના બાંઘકામ માટે 46 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. 6-સબ રજીસ્ટ્રાર કચેરી અને સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ભવનના નવીન બાંધકામ માટે 35 કરોડની જોગવાઈ, નાગરિકોને વધુ સારી સુવિધાઓ માટે રાજ્યની સબ રજીસ્ટ્રાર અને સ્ટેમ્પ કચેરીઓના રિનોવેશન અને અપગ્રેડેશન માટે 7 કરોડની જોગવાઇ, મહેસૂલ તંત્રની વિવિધ કચેરીઓના રેકર્ડ અને દસ્તાવેજોના ડિજિટાઇઝેશન માટે 5 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
કાયદા વિભાગ માટે કુલ રુ. 2014 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જુદાજુદા સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામો તેમજ જાળવણી માટે 211 કરોડની જોગવાઇ છે. ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેણાંકોના મકાનો માટે રુ. 179 કરોડની જોગવાઇ, ઇ-કોર્ટ મિશન પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત હાઇકોર્ટ અને બીજી અદાલતોમાં કોમ્પ્યુટરાઇઝેશન અને ડિજિટાઇઝેશન થકી વ્યવસ્થામાં સરળીકરણ અને પારદર્શિતા લાવવા તેમજ પક્ષકારોને ઓનલાઇન સગવડ આપવા માટે 28 કરોડની જોગવાઇ, વકીલોના કલ્યાણ માટેના વેલફેર ફંડ અંતર્ગત 5 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
નાણામંત્રી કનુ દેસાઇએ ગૃહમાં જાહેરાત કરી છે કે રાજ્યમાં નવા કોઇ કરવેરા લાગુ કરવામાં નહીં આવે. ઘરેલુ વપરાશના PNG અને ઓટો મોબાઇલમાં વપરાતા CNG ઉપરના વેરાનો દર 15 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે. આ ઘટાડાથી લોકોને વર્ષે અંદાજે એક હજાર કરોડનો લાભ થશે.
રાજ્યમાં નવા કોઇ કરવેરા નહી લાગે: કનુ દેસાઇ, નાણા પ્રધાન#Gujarat #GujaratBudget2023 #Budget #GujaratBudget #TV9News pic.twitter.com/heyNKmuLSZ
— Tv9 Gujarati (@tv9gujarati) February 24, 2023
પાણી પુરવઠા વિભાગ માટે 6 હજાર કરોડની જોગવાઇ કરવામાં આવી છે. નલ સે જલ યોજના અંતર્ગત 2602 કરોડની જોગવાઇ, આદિજાતિ વિસ્તારમાં 3052 ગામોને આવરી લેતી અંદાજિત કિંમત 4009 કરોડની 64 યોજનાના કામો હાલ પ્રગતિ હેઠળ છે. જયારે 2592 ગામોને આવરી લેતી અંદાજીત રકમ 2362 કરોડની 66 યોજનાના કામો આયોજન હેઠળ છે. આ યોજનાઓ માટે 909 કરોડની જોગવાઇ, નાવડા-બોટાદ-ગઢડા-ચાવંડ, બુધેલ-બોરડા, ધરાઇ-ભેસાણ અને ઢાંકી-નાવડા બલ્ક પાઇપલાઇનના કામો માટે 800 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સગવડો માટે 3997 કરોડની જોગવાઇ, સરકારી મેડિકલ કોલેજો તથા તેને સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોમાં હયાત સુવિધાઓના વિસ્તૃતિકરણ માટે 355 કરોડની જોગવાઈ કરવામાં આવી છેે. અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટ મેડિકલ કોલેજ ખાતે અનુસ્નાતક અભ્યાસક્રમોમાં બેઠકોનો વધારો થતા માળખાકિય સુવિધાઓ ઊભી કરવા તથા તબીબી સારવારની સેવાઓનો વ્યાપ વધારવા માટે
145 કરોડની જોગવાઈ, નવી મેડિકલ કોલેજો સ્થાપવા તેમજ ખાનગી હોસ્પિટલોને સાધન સહાય માટે 130 કરોડ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદ તેમજ અન્ય મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં આધુનિક સાધનસામગ્રી ઉપલબ્ધ કરાવવા માટે 115 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગ ખાતે નવી મેડિકલ કોલેજોની સ્થાપના કરવામાં આવશે.
તબીબી સેવાઓ માટે બજેટમાં કુલ 1278 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મિશન યોજના માટે
270 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જિલ્લા કક્ષાની અને પેટા જિલ્લા કક્ષાની હોસ્પિટલોના બાંધકામ તથા હયાત હોસ્પિટલોના સુદ્રઢીકરણ માટે 57 કરોડની જોગવાઈ, તો એમ્બ્યુલન્સ સેવાઓની ક્ષમતામાં વધારો કરવા રાજ્યમાં નવી 198 એમ્બ્યુલન્સ વસાવવા માટે 55 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 15,182 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણની સેવાઓ માટે 9263 કરોડની જોગવાઇ, આરોગ્ય સેવાઓ અને બિન સંચારી રોગોના અટકાયત અને નિયંત્રણ માટે નેશનલ હેલ્થ મિશન હેઠળ 1745 કરોડની જોગવાઈ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના-મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મફત તબીબી સારવાર આપવા 1600 કરોડની જોગવાઇ, 15માં નાણાપંચ અંતર્ગત આરોગ્ય કેન્દ્રોની માળખાકિય સગવડો અને નિદાન સુવિધા વધારવા માટે 643 કરોડની જોગવાઇ, આરોગ્ય સુવિધાઓના સુદ્રઢીકરણ તેમજ બિનચેપી રોગો અને બીજી જાહેર આરોગ્યની સમસ્યાઓના નિયંત્રણ હેતુ વર્લ્ડ બેંકની સહાયથી 4200 કરોડના ખર્ચે શરૂ કરાયેલા શ્રેષ્ઠ ગુજરાત પ્રોજેકટ અંતર્ગત આગામી વર્ષ માટે 350 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
પરિવાર કલ્યાણ વિભાગ માટે 15 હજાર 182 કરોડની જોગવાઈ : નાણામંત્રી @KanuDesai180 #Gujarat #GujaratBudget2023 pic.twitter.com/odHrxNNqzl
— Tv9 Gujarati (@tv9gujarati) February 24, 2023
71 લાખ રેશનકાર્ડ ધારક કુટુંબોને અન્ન વિતરણ માટે 617 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉજ્વલા યોજના હેઠળ દર વર્ષે 2 ગેસ સિલિન્ડર વિના મૂલ્ય રીફીલિંગ કરવા 500 કરોડની જોગવાઈ, NFSA કુટુંબોને તુવેર દાળ રાહત દરે આપવા 277 કરોડ, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ ખાતિરનું વિતરણ કરવા 128 કરોડની જોગવાઈ, NFSA કાર્ડ ધારકોને દર મહિને એક કિલો ચણા આપવા 87 કરોડની જોગવાઈ, આયર્ન- આયોડીનયુક્ત મીઠાના વિતરણ માટે 67 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આદિજાતિ ખેડૂતોને મીની ટ્રેક્ટર, રોટાવેટર અને થ્રેશર જેવા આધુનિક કૃષિ યંત્રો આપવા માટે ૨૯ કરોડ રુપિયાની જોગવાઇ કરવામાં આવી છે. ફોરેસ્ટ રાઇટ્સ એકટ હેઠળ આદિજાતિ કુટુંબોને આર્થિક સહાય આપવા માટે રૂ 60 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. સિંચાઇની સુવિધા વધારવા માટે સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ સાથે લિફ્ટ ઇરિગેશન યોજનાથી અંદાજે 12 હજાર આદિજાતિ ખેડૂતોને લાભ આપવા માટે 75 કરોડની જોગવાઇ, સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ આદિજાતિના 15 હજાર જેટલા મહિલા પશુપાલકોને સહાય આપવા માટે 34 કરોડની જોગવાઇ કરાઇ છે.
કૃષિ વૈવિધ્યીકરણ યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના 1 લાખ જેટલા ખેડૂતોને ઇનપુટ કીટ સહાય માટે 30 કરોડની જોગવાઇ, માનવ ગરિમા યોજના હેઠળ લોકોને સ્વરોજગારીનો લાભ આપવા માટે 15 કરોડની જોગવાઈ, પર્યટન સ્થળોમાં પ્રવાસીઓને આદિજાતિ સંસ્કૃતિની અનુભૂતિ થાય, પ્રકૃતિનો સંગાથ મળે અને તે સાથે આદિજાતિ પરિવારોનો આર્થિક ઉત્કર્ષ થાય તે માટેની હોમ સ્ટે યોજના માટે 9 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કૂલો મળી કુલ 838 જેટલી શાળાઓના અંદાજીત 1.5 લાખ વિદ્યાર્થીઓને સહાય માટે 667 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કુમાર-કન્યાના સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોના 70 હજાર જેટલા વિદ્યાર્થીઓને સહાય માટે 245 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 3 લાખ જેટલાં વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે 520 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રિ-મેટ્રિકના અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે 167 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આદિજાતિના ધોરણ 1 થી 8માં અભ્યાસ કરતાં અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય પેટે 117 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દૂધ સંજીવની યોજના અંતર્ગત કુલ 52 આદિજાતિ તાલુકાના અંદાજે 8 લાખ બાળકોને વિશિષ્ટ પોષણ માટે 144 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદર્શ નિવાસી શાળા અને સરકારી છાત્રાલયના અદ્યતન સુવિધા વાળા બાંધકામ માટે 120 કરોડની જોગવાઇ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા (GLRS)માં ભણતી અંદાજે 15 હજાર જેટલી વિદ્યાર્થીનીઓને રહેવા, જમવા અને શિક્ષણ માટે 40 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વિદ્યાસાધના યોજના હેઠળ ધોરણ 9 માં અભ્યાસ કરતી 42 હજાર વિદ્યાર્થીનીઓને સાઇકલ આપવા 18 કરોડની જોગવાઈ, અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત 23 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. રાજપીપળા ખાતે આવેલ બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે 10 કરોડની જોગવાઈ કરાઇ છે.
નર્મદા મુખ્ય કેનાલની જાળવણી માટે 178 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના વોટર શેડ ડેવલોપ6 માટે 220 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
નર્મદા મુખ્ય કેનાલની જાળવણી માટે 178 કરોડ : નાણામંત્રી @KanuDesai180 #Gujarat #GujaratBudget2023 pic.twitter.com/bbKG9wQFzG
— Tv9 Gujarati (@tv9gujarati) February 24, 2023
નવજાત શિશુઓને જરૂરી તમામ આરોગ્ય વિષયક સેવાઓ માટે 24 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે. તો એમ્બ્યુલન્સની ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે. 198 નવી એમ્બ્યુલન્સ માટે 55 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સગવડો માટે 3997 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોમાં સુવિધા માટે 355 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટ મેડિકલ કોલેજોમાં સુવિધા ઉભી કરવા 145 કરોડ ફાળવવામાં આવ્યા છે. પીપીપી મોડલ પર નવી મેડિકલ કોલેજો સ્થાપવા અને ખાનગી હોસ્પિટલોને સાધન સહાય માટે 130 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને અન્ય મેડિકલ કોલેજો ના આધુનિકરણ માટે 115 કરોડ, મેડિકલ કોલેજના વિદ્યાર્થી માટે યુવા સ્વાવલંબન યોજના હેઠળ 65 કરોડની ફાળવણી કરાઇ છે. અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગમાં નવી મેડિકલ કોલેજ બનશે. તો રાજ્યમાં પાંચ નવી નર્સિંગ કોલેજની સ્થાપના કરાશે.
શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શાળાઓની માળખાકીય સુવિધાઓ માટે 3109 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યની 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ માટે 64 કરોડની જોગવાઈ, સૈનિક શાળાઓ જેવી 10 રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા 5 કરોડની જોગવાઈ, સરકારી શાળાઓની માળખાગત સુવિધા ની જાળવણી માટે 109 કરોડની જોગવાઈ, પ્રાથમિક શાળાઓમાં સહાયક શિક્ષકો ઉપલબ્ધ કરાવવા માટે 87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
RTE યોજના હેઠળ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને માધ્યમિક અભ્યાસ માટે 20 હજારનું વાઉચર અપાશે, બજેટમાં શાળા વાઉચર માટે 50 કરોડ ફાળવવામાં આવ્યુ છે. ઉચ્ચ શિક્ષણમાં શોધ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવા 390 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણમાં રિસર્ચ, કૌશલ્ય વિકાસ, ટ્રેનિંગ, ડિજિટલ લર્નિંગ માટે 401 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં બાંધકામ અને મરામત માટે 169 કરોડની જોગવાઈ, સ્ટાર્ટઅપ કરનાર વિદ્યાર્થીઓ માટે 70 કરોડની જોગવાઈ કરાઇ છે.
RTE ર્યોજના હેઠળ ભણતા વિધ્યાર્થીઓને ધો-8 પછી પણ 20 હજારનું શાળા વાઉચર : નાણામંત્રી @KanuDesai180 #Gujarat #GujaratBudget2023 pic.twitter.com/yZjd1mpp3g
— Tv9 Gujarati (@tv9gujarati) February 24, 2023
પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ માટે 10743 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. શહેરી વિકાસ માટે 19685 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો મહાનગરપાલિકા અને નગરપાલિકાના સતામંડળ પાયાની સુવિધા અમલ કરવા સ્વર્ણિમ જ્યંતી મુખ્યમંત્રી વિકાસ યોજના 2024 સુંધી લબાવાઈ છે. શહેરી માલખાના ડેવલપમેન્ટ માટે 8086 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો ઓક્ટ્રોય નાબુદી વળતર માટે 3041 કરોડની જોગવાઈ કરાઇ છે. ઉર્જા અને પેટ્રોકેલીકલ વિભાગ માટે 8738 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
Gujarat Budget 2023-24: શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ માટે કુલ 19,685 કરોડ અને પંચાયત-ગ્રામ વિકાસ વિભાગ માટે 10743 કરોડની જોગવાઈ#GujaratBudget2023 #Gujaratbudget #urbandevelopmenthttps://t.co/klHS1M5531
— Tv9 Gujarati (@tv9gujarati) February 24, 2023
આંગણવાડીઑને વધુ આધુનિક બનાવવા બજેટમાં 268 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. બાળકોને આંગણવાડીમાં ગુણવત્તાપૂર્ણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવા તેમજ ડિજિટલ લર્નિંગ મટિરીયલ પૂરું પાડવા 4 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 1452 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. માતા યશોદા તરીકે ફરજ બજાવનાર આંગણવાડીની બહેનોના માનદવેતન અને અન્ય સવલતો માટે 754 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
આંગણવાડીઑને વધુ આધુનિક બનાવવા 268 કરોડ ખર્ચાશે : નાણામંત્રી @KanuDesai180 #Gujarat #GujaratBudget2023 pic.twitter.com/sm6cftdlrB
— Tv9 Gujarati (@tv9gujarati) February 24, 2023
આદિજાતિ વિકાસ વિભાગ માટે 3410 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને એકલવ્ય મોડેલ શાળાઓ માટે 667 કરોડની જોગવાઈ કરાઇ છે. કુમાર-કન્યા અને ગ્રાન્ટ ઇન છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે 245 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિના એકથી આઠમાં અભ્યાસ કરતા 13 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ માટે 117 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. દૂધ સંજીવની યોજના હેઠળ આદિજાતિ તાલુકાના આઠ લાખ બાળકો માટે 144 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.તો રાજપીપળાની બિરસા મુંડાતી યુનિવર્સિટી માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ વખતના બજેટમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે 57053 કરોડ રુપિયાનો વધારો બજેટમાં કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે. તો બીજા નંબરે આરોગ્ય વિભાગને બજેટ ફાળવવામાં આવ્યુ છે.
આંબેડકર આવાસ યોજના અને પંડિત દિન દયાળ યોજના માટે 222 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. છોટાઉદેપુર, મોરબી અને ગિર સોમનાથમાં આંબેડકર ભવન બાંધવા પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો આ તમામ જિલ્લાઓમાં ચિલ્ડ્રન હોમ બનાવવા 8 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
બજેટમા માર્ગ મકાન વિભાગ માટે 20,642 કરોડની કરાઈ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં મુખ્યમંત્રી સડક યોજનામાં 2808 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પેટે 376 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. એસસી,એસટી, લઘુમતી અને ઇડબલ્યુએસ ના વિદ્યાર્થીઓ માટે 334 કરોડની જોગવાઈ છે. તો અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન માટે 84 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની 2 લાખ વિદ્યાર્થીઓને વિના મૂલ્ય સાઇકલ આપવા 75 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાતનું બજેટ 5 સ્થંભ પર તૈયાર કરવામાં આવ્યુ છે. કુલ 3 લાખ 1 હજાર 22 કરોડ નું બજેટ રજુ કરાયું છે. બજેટ 5 સ્થભ પર તૈયાર કરાયું છે. જેમાં કુલ 4 વર્ષનો રોડ મેપ તૈયાર કરાયો છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અંતર્ગત મિશન સ્કૂલ ઓફ એકસીલેન્સ અંતર્ગત માળખાકીય અને અન્ય સુવિધાઓ માટે 3109 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ છ થી 12 સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તા યુક્ત શિક્ષણ વિના મૂલ્ય મળે તે માટે 64 કરોડની જોગવાઈ કરાઇ છે.
ઓનલાઇન શિક્ષણનો વ્યાપ વધારવા માટે ઓનલાઇન લાઈબ્રેરી : નાણામંત્રી @KanuDesai180 #Gujarat #GujaratBudget2023 pic.twitter.com/mHBCjOHH2E
— Tv9 Gujarati (@tv9gujarati) February 24, 2023
સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે 109 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ એકથી આઠમાં RTEમાં અભ્યાસ કર્યો હોય અને ધોરણ આઠ પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
સૈનિક શાળાઓ જેવી 10 રક્ષાશક્તિ સ્કૂલ શરૂ કરશે : નાણામંત્રી @KanuDesai180 #Gujarat #GujaratBudget2023 pic.twitter.com/QcECTE2v2h
— Tv9 Gujarati (@tv9gujarati) February 24, 2023
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે 5580 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. વૃદ્ધ પેન્શન યોજના અને નિરાધાર વૃદ્ધો માટે આર્થિક સહાય યોજના હેઠળ 11લાખ લાભાર્થીઓને માસિક પેન્શન આપવા 1340 કરોડની જોગવાઈ કરાઇ છે. તો દિવ્યાંગોને પેન્શન આપવા માટે 58 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બૌદ્ધિક અસમર્થતા ધરાવતા વ્યક્તિઓને આર્થિક સહાય માટે 60 કરોડની જોગવાઈ કરાઇ છે. દિવ્યાંગનોને સાધન સહાય અને એસટી બસમાં મફત મુસાફરી માટે 52 કરોડની જોગવાઈ, પાલક માતા પિતા યોજના હેઠળની રાધા બાળકો માટે 73 કરોડની જોગવાઈ, અનુસૂચિત જાતિ માટે આંતર જ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ 20 કરોડની જોગવાઈ, કુવરબાઈ મામેરુ યોજના હેઠળ 54 કરોડની જોગવાઈ અને સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનામાં 11 લાખ લાભાર્થીઓને માસિક પેન્શન માટે 1340 કરોડની જોગવાઈ : નાણામંત્રી @KanuDesai180#Gujarat #GujaratBudget2023 pic.twitter.com/Dor6P8bXTu
— Tv9 Gujarati (@tv9gujarati) February 24, 2023
મહિલા અને બાળ વિકાસ માટે 6 હજાર 64 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. ગરીબ અને જરુરિયાતમંદ લોકોને રાહતદારે અનાજની સાથે વિશેષ પ્રોટીન અને વિટામીનયુક્ત આહાર ઉપલબ્ધ કરાવવા વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક વય જુથના લાભાર્થીઓ ખાસ કરીને સગર્ભા અને ધાત્રી માતાઓ , બાળકો, કિશોરીઓ અને વિદ્યાર્થીઓના આરોગ્યની ચકાસણી નિયમિત રુપે કરવામાં આવે છે.
વિધવા બહેનોને આર્થિક રીતે મદદ કરી તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનામાં કોઇપણ પાત્રતા ધરાવતી બહેન સહાયથી વંચિત ન રહે તે માટે સેચ્યુરેશન એપ્રોચથી કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. આ યોજના માટે 1897 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
મહિલા અને બાળ વિકાસ માટે 6 હજાર 64 કરોડની જોગવાઈ : નાણામંત્રી @KanuDesai180 .#Gujarat #GujaratBudget2023 pic.twitter.com/7DUAQc2Hwx
— Tv9 Gujarati (@tv9gujarati) February 24, 2023
નાણાં પ્રધાન કનુ દેસાઇએ વર્ષ 2023-24નું 3 લાખ 1 હજાર 22 કરોડનું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં જણાવવામાં આવ્યુ કે શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ વધારાશે. કનુ દેસાઇએ જણાવ્યુ કે સરકારે મૂડી ખર્ચ વધારીને 72 હજાર 509 કરોડ રુપિયાની જોગવાઇ કરી છે.
નાણા પ્રધાન કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરવાની શરુઆત સાથે તેમણે જણાવ્યુ કે સમતોલ વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા સરકાર કટીબદ્ધ છે. ગુજરાતે દેશના ગ્રોથ એન્જીન તરીકેનું બીરુદ મેળવ્યુ છે.
વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન સરકારે રજૂ કરેલા જવાબમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સરકારે જણાવ્યુ કે 2 વર્ષમાં 342 કર્મચારીઓ-અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા છે. વર્ગ 1 ના 19, વર્ગ 2 ના 355 અધિકારીઓ સામે કાર્યવાહી છે. વર્ગ 3 ના 254, વર્ગ 4 ના 14 કર્મચારીઓ સામે કાર્યવાહી કરાઈ છે.
છેલ્લા 2 વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં નર્મદા કેનાલોમાં 50 વાર ગાબડા પડ્યા છે. ધારાસભ્ય કાંતિ ખરાડિના સવાલમાં સરકારે લેખિતમાં આ જવાબ આપ્યો છે. 2 વર્ષમાં થરાદ તાલુકામાં 8 જગ્યાએ, વાવમાં 24 જગ્યાએ કેનાલો તૂટી છે. સુઈ ગામ તાલુકામાં 9 જગ્યાએ, ભાભર તાલુકામાં 11 જગ્યાએ કેનાલો તૂટી છે. જેની મરામત માટે રૂ. 17.90 લાખ ખર્ચ થયાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે.
ધારાસભ્ય ગૌતમ ચૌહાણના સવાલમાં સરકારે RTO કચેરી સુભાષ બ્રિજમાં 232 મંજૂર જગ્યા સામે 116 જગ્યાઓ ખાલી હોવાનો જવાબ રજૂ કર્યો છે. ARTO અમદાવાદ પૂર્વમાં 68 મંજૂર જગ્યા સામે 26 જગ્યા ખાલી છે. ARTO અમદાવાદ ગ્રામ્યમાં 40 મંજૂર જગ્યાઓ સામે 19 જગ્યા ખાલી છે. ભાવનગર RTOમાં 73 જગ્યાઓ સામે 27 જગ્યાઓ ખાલી છે.
નાણાં પ્રધાન કનુ દેસાઇ તિલક કરીને શુભ બજેટ માટે ઘરેથી રવાના થયા હતા. નાણાપ્રધાન કનુ દેસાઇએ ટ્વીટ કરીને તેનો વીડિયો પણ જાહેર કર્યો છે.
શુભ તિલકથી શુભ શરૂઆત…#GujaratBudget2023 pic.twitter.com/7YsMlQr2O7
— Kanu Desai (@KanuDesai180) February 24, 2023
વિવિધ તાલુકામાં તલાટી કમ મંત્રી ઓની ઘટ મામલે સરકારે ગૃહમાં જવાબ આપ્યો છે. સરકારે 31 જાન્યુઆરી 2023ની સ્થિતિએ આણંદના વિવિધ તાલુકાઓમાં 155 તલાટીઓની ઘટ હોવાની કબૂલાત કરી છે. વિવિધ તાલુકામાં નીચે પ્રમાણે તલાટીની ઘટ છે.
બજેટ પહેલા વિધા નસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ઇમરાન ખેડવાલાએ સવાલ પૂછ્યો કે અમદાવાદ જિલ્લા અને શહેરમાં મહિલાઓ વિરુદ્ધ કેટલા ગુના નોંધાયા છે. અમદાવાદ શહેરમાં 20 તથા જિલ્લામાં 74 કેસ દાખલ થયા છે. તો રાજ્યમાં તમામ પોલીસ સ્ટેશનમાં SHE ટીમ ઉભી કરવામાં આવી છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં અલગ અલગ કલમ હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા છે.
યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સમાવિષ્ટ મોઢારાનું સૂર્યમંદિરનો બજેટ પોથીમાં સમાવેશ એ આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે. મોઢેરા દેશનું પ્રથમ ચોવીસ કલાક અને સાતેય દિવસ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે, ત્યારે આ બાબતને ધ્યાનમાં લઈ, તેના સન્માન સ્વરૂપે પોથીમાં મોઢારાના સુર્યમંદિરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલા મુખ્ય ક્ષેત્રોના પ્રતીક જેમ કે, કૃષિ અને પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, ઉર્જા, ઉદ્યોગ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.
ગયા વર્ષે વારલી પેઇન્ટિંગ સાથે શરૂ થયેલ હસ્તકલા સાથેના બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરૂપે ફરી સ્થાન આપતા વારલી પેઇન્ટિંગને આ વર્ષની બજેટ પોથી થીમ ‘ખાટલી ભરત‘થી ગૂંથવામાં આવ્યું.
બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીકને બજેટ પોથીમાં સ્થાન#Budget2023 #GujaratBudget #TV9News #Gujarat pic.twitter.com/D0DfBDMJ67
— Tv9 Gujarati (@tv9gujarati) February 24, 2023
2022થી નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરાઈ હતી. જે આ વર્ષે પણ જાળવી રાખી. ગત વર્ષે દેશમાં સૌપ્રથમવાર બજેટની પોથીમાં હસ્તકલાને સ્થાન આપવાની ગુજરાતની પરંપરા મુજબ આ વર્ષે પણ ગુજરાત બજેટ 2023-24ની પોથીમાં હસ્તકલા તરીકે ખાટલી ભરતકામ કરી, સંસ્કૃતિ, કલા અને વિકાસને જોડતો ઉત્તમ અભિગમ રજુ કરાયો. બજેટ બેગ પર ગુજરાત અંદાજપત્ર સહિતના લખાણ છે, મોઢેરા મંદિર તેમજ ગુજરાતના નકશામાં બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક ખાટલી ભરત થકી ગૂંથવામાં આવ્યા છે.
બજેટ પહેલા પેપરલીક મુદે વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ પ્રશ્ન પુછ્યો હતો. જેના જવાબમાં માહિતી મળી કે છેલ્લા બે વર્ષમાં પેપરલીક મુદ્દે 5 ગુનાઓ નોંધાયા છે. પાંચ ઘટનામાં 121 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે અને 101 ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે. તો હજુ 20 ગુનેગારો ધરપકડ બાકી હોવાનો ગૃહ વિભાગે ખુલાસો કર્યો છે.
બજેટ અંગે ગેની ઠાકોરે નિવેદન આપ્યુ છે કે, દેશ અને રાજ્યમાં મોંઘવારીએ માજા મુકી છે. ઘરમાં ઝઘડાનું કારણ મોંઘવારી છે. ભાજપને 156 સીટો ગુજરાતની જનતાએ આપી છે, ત્યારે સરકાર જનતાની અપેક્ષા પર ખરી ઉતરે તેવી આશા છે. સરકાર કોઇ રાહત નહી આપે એ નક્કી છે, છતાં અપેક્ષા રાખી રહ્યા છીએ.
બજેટમાં આદિવાસી સમાજની અપેક્ષા અંગે MLA અનંત પટેલે નિવેદન આપ્યુ છે કે, આદિવાસી ખેડૂતોને પાણી અને વીજળી મળે, જમીન વિહોણાને જમીન સાથે આવાસ આપવામાં આવે, આદિવાસી વિસ્તારમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ અને કોલેજો આપવામાં આવે, તેમજ આદિવાસી વિસ્તારની શાળાઓમાં જર્જરિત ઓરડા અને શિક્ષકોની ઘટ પૂર્ણ થાય.
વિધાનસભા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે, આ બજેટ પ્રજાની અપેક્ષાને પૂર્ણ કરનારુ બજેટ રહેશે. સાથે જ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે આ બજેટ અમૃતકાળનું બજેટ છે.
‘Gujarat Budget 2023 is Amritkaal Budget’: CM #BhupendraPatel#Gujarat #TV9News pic.twitter.com/GGpSJrWaC5
— Tv9 Gujarati (@tv9gujarati) February 24, 2023
નાણાં પ્રધાન કનુ દેસાઇ અંદાજપત્ર લઇને વિધાનસભા પહોંચી ગયા છે. થોડી જ વારમાં તે ગુજરાતનું બજેટ રજૂ કરશે.
Finance Minister Kanu Desai has reached #Gujarat Vidhansabha to present Budget 2023#GujaratBudget2023 #GujaratBudget #TV9News pic.twitter.com/6IkFc9YCby
— Tv9 Gujarati (@tv9gujarati) February 24, 2023
ગુજરાત સરકાર છેલ્લાં 15 વર્ષથી પુરાંતવાળું બજેટ રજૂ કરે છે. નાણામંત્રી તરીકે કનુ દેસાઈએ રૂપિયા 668.09 કરોડની પુરાંતવાળું બજેટ વર્ષ 2022-23 માં રજૂ કર્યું હતું. તેવી જ રીતે ચાલુ વર્ષે પણ પુરાંતવાળું બજેટ રજૂ કરે તેવી શકયતા છે. આ ઉપરાંત આ વર્ષના બજેટમાં સ્ટાર્ટઅપ, મહિલા સશક્તિકરણ, યાત્રાધામ વિકાસ, સહકારી ક્ષેત્રનો વિકાસ, કોસ્ટલ હાઇવેનું નિર્માણ, બુલેટ ટ્રેન માટે વધુ રકમની ફાળવણી કરવામાં આવી શકે છે.
ગુજરાતમાં નવી સરકારની રચના બાદ આ પ્રથમ બજેટ છે. તેમજ ગત વર્ષના બજેટમાં લોકો પર કોઇ વધારાનો બોજ નાખવામાં આવ્યો ન હતો. તેમજ આ વર્ષે પણ સરકાર લોકો પર કોઇ મોટો બોજ નહિ નાંખે તેવી શકયતા છે. જો સરકાર આડકતરી રીતે વેટમાં વધારો કરી આવક મેળવે તેવી શકયતા છે. આ ઉપરાંત રાજ્ય સરકાર થોડા સમય પૂર્વે જંત્રી બમણી કરીને વધુ આવક મેળવવાનો માર્ગ મોકળો કર્યો છે. જો કે તેનો અમલ 15 એપ્રિલ બાદ કરવામાં આવશે. તેથી તેની આવક આ અંદાજપત્રમાં અંદાજવામાં આવશે.
મળતી માહિતી મુજબ પ્રવાસન વિભાગને અલગ વિભાગનો દરજ્જો મળી શકે છે. જે સમગ્ર બાબતની ગુજરાતના આગામી બજેટમા જાહેરાત થશે. ટુરીઝમ વિભાગને અલગ ડીપાર્ટમેન્ટ જાહેર કરી શકે છે. અત્યાર સુધી ઉદ્યોગ વિભાગ અંતર્ગત પ્રવાસન વિભાગનુ સ્થાન છે. અલગ વિભાગ બનવાથી તેનો ઝડપી વિકાસ શક્ય બનશે. તેમજ આ વિભાગને 2000 કરોડથી વધુ રુપિયાનુ બજેટ ફાળવાઈ શકે છે.
ગુજરાત વિધાનસભામાં વર્ષ 2023-24નું 24 ફેબ્રુઆરીએ સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રજૂ થનારું બજેટ ઐતિહાસિક હશે. તેમજ આ બજેટનું કદ અત્યાર સુધીના બજેટ કરતા વધુ હોવાનું અનુમાન છે. આ ઉપરાંત ગુજરાત સરકારે આ વર્ષના બજેટમાં અનેક ક્ષેત્રોના વિકાસ માટે મોટું બજેટ ફાળવવાની પણ તૈયારી કરી છે. જેમાં સરકાર આ વર્ષે રાજ્યમાં પ્રવાસનના વિકાસ પર ભાર મૂકીને તેની માટે બજેટની વધુ ફાળવણી કરવામાં આવી શકે છે.
Published On - 8:44 am, Fri, 24 February 23