Gujarati NewsGujaratGandhinagar Gujarat Budget 2022 Total Provision of Rs. 215 crore for Sports Youth and Cultural Activities Department
Gujarat Budget 2022 : રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ માટે 517 કરોડની જોગવાઇ
ગુજરાતમાં વર્ષ- 2019 માં યોજાયેલ ખેલ મહાકુંભમાં 40 લાખ જેવી વિશાળ સંખ્યામાં બાળકો અને યુવાનોએ 36 જેટલી વિવિધ રમતોમાં ભાગ લીધેલ હતો. ખેલ મહાકુંભ અંતર્ગત આગામી વર્ષ માટે 73 કરોડ જોગવાઇ કરવામાં આવી છે. આ ઉપરાંત વલસાડ, ગીર-સોમનાથ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, મહીસાગર, અરવલ્લી, સુરત અને નવસારી ખાતે જિલ્લા કક્ષાના સ્પોર્ટસ સંકુલ માટે 47 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
Gujarat Budget 2022 Sports
Follow us on
Gujarat Budget 2022 : ગુજરાતના ભવ્ય ઐતિહાસિક અને સાહિત્યિક વારસા તેમજ સંસ્કૃતિની જાળવણી કરવા અને ખેલકૂદને(Sports) પ્રોત્સાહન આપવા સરકાર પ્રયત્નો કરી રહી છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતના ખેલાડીઓ પ્રગતિ કરે તે માટેના પ્રયત્નો ખેલ મહાકુંભ(Khel Mahakunbh) મારફત સરકારે આદર્યા છે. તાજેતરમાં, ટોકીયો-જાપાન ખાતે યોજવામાં આવેલ ઓલિમ્પિક અને પેરાલિમ્પિક્સમાં ગુજરાતના છ ખેલાડીઓએ ભાગ લીધેલ અને પેરા-ટેબલ ટેનીસની રમતમાં સીલ્વર મેડલ મેળવેલ છે
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે જોગવાઇઓ
• વર્ષ- 2019 માં યોજાયેલ ખેલ મહાકુંભમાં 40 લાખ જેવી વિશાળ સંખ્યામાં બાળકો અને યુવાનોએ 36 જેટલી
વિવિધ રમતોમાં ભાગ લીધેલ હતો. ખેલ મહાકુંભ અંતર્ગત આગામી વર્ષ માટે જોગવાઇ 73 કરોડ.
• વલસાડ, ગીર-સોમનાથ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી, મહીસાગર, અરવલ્લી, સુરત અને નવસારી ખાતે જિલ્લા કક્ષાના સ્પોર્ટસ સંકુલ માટે જોગવાઇ 47 કરોડ.
• જિલ્લા કક્ષાએ સ્પોર્ટસ સ્કૂલ(ડી.એલ.એસ.એસ.) માં 39 શાળાઓના અંદાજે 4350 વિદ્યાર્થીઓને સવલતો પૂરી પાડવા જોગવાઇ `43 કરોડ.
• રાજપીપળા અને આહવા ખાતે જિલ્લા કક્ષાની તથા વઘઇ, તરસાડી કોસંબા, ડેડીયાપાડા, ભિલોડા અને ઉમરપાડા ખાતે તાલુકા કક્ષાની અદ્યતન ઇકો ફ્રેડલી સ્માર્ટ ગ્રીન લાયબ્રેરીના નિર્માણ માટે જોગવાઇ 8 કરોડ.
• સુરત ખાતે રમતગમતની આંતરરાષ્ટ્રીય કક્ષાની અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સેન્ટર ઓફ એક્સેલન્સના નિર્માણ માટે જોગવાઇ 5 કરોડ.
• વ્યારા ખાતે 200 ખેલાડીઓ માટે હોસ્ટેલના બાંધકામ અને ફોર લેન સિન્થેટીક એથ્લેટીક ટ્રેક સાથેનું ફૂટબોલ ગ્રાઉન્ડ માટે જોગવાઇ 2 કરોડ.
• છોટાઉદેપુર ખાતે મલ્ટીપર્પઝ ઇન્ડોર હોલ માટે જોગવાઇ 2 કરોડ.
• આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને યોગના પ્રચાર-પ્રસાર માટે જોગવાઇ 2 કરોડ.
રાજ્યમાં કોઈ નવા વેરા ઝીંકાયા નથી
ગુજરાત વિધાનસભામાં નાણાપ્રધાન કનુભાઇ દેસાઇએ વર્ષ 2022 -23 નું રૂપિયા 2 લાખ 43 હજાર 965 કરોડનું અંદાજપત્ર ગૃહ સમક્ષ રજૂ કર્યું.. આ બજેટની સૌથી મોટી વાત એ છે કે રાજ્યમાં કોઈ નવા વેરા ઝીંકાયા નથી..સાથે જ રાજ્યમાં 12 હજાર સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહીં લાગે.. નાણાપ્રધાન કનુ દેસાઈએએ રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કર્યુ છે. નાણા પ્રધાને બજેટના શરૂઆતી ભાષણમાં કહ્યું કે 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ. 1 વર્ષમાં 1 લાખ 63 હજાર કરોડનું વિદેશી ભંડોળ ગુજરાતમાં આવ્યું છે.